બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / લાખણીમાં પાંચ સદી જૂનું હિંગળાજ માનું મંદિર, મૂર્તિને પીઠ પાછળ બાંધીને લાવ્યા હતા સાધુ, ઈતિહાસ રોચક
Dinesh Chaudhary
Last Updated: 07:03 AM, 15 June 2025
ગુજરાતનું એક એવું મંદિર જ્યાં સાત શિવલિંગ સ્વયંભૂ છે સમગ્ર ગુજરાતભરમાંથી મંદિરના દર્શન કરવા મોટી સંખ્યામાં શિવ ભક્તો મંદિરે ઉમટી પડે છે તવરા, જ્યાં કપિલમુનિએ તપ કર્યું હતું તરણેશ્વરનું અપભ્રંશ થઈ તવરા નામ પડ્યું. ચિંતનાથ મહાદેવ મંદિર જ્યાં કપિલ મુનિએ સપ્તલિગની સ્થાપના કરી હતી. નર્મદા સ્નાન કરી સપ્ત શિવલિંગના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિ નો મહિમા રહેલો છે
ADVERTISEMENT
નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર કહેવાય છે નર્મદા તટ પરના ગામેગામ પ્રસિદ્ધ શિવમંદિરો છે તો અનેક સ્થાનો પર ઋષિઓએ તપ કર્યા હોવાના ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં મળે છે નર્મદા પૂરાંનમાં તરણેશ્વર અને આજે તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલમુનિએ તપ કર્યું હોવાનું કહેવાય છે શાસ્ત્રોમાં કપિલમુનિને શિવસ્વરૂપ દર્શવવામાં આવ્યા છે
ADVERTISEMENT
લોકવાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેઘ ઘાટ પર આવ્યા હતા જ્યાં તેઓ બલિરાજાને ત્યાં રોકાયા હતા ત્યારબાદ તેઓ તવરા ગામે ગયા હતા જ્યાં તેમને તપ કર્યું હતું અહીં તેમને કપિલેશ્વર મહાદેવ ની સ્થાપના કરી સપ્ત શિવલિંગનુ સ્થાપન કર્યું હતું જેમાં શ્રી કપિલેશ્વર મહાદેવ, શ્રી કોટેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની લોકવાયકા છે અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા ચિંતનાથ મહાદેવના નામે ઓળખાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા જાણી લો 5 નિયમો, નહીંતર લાગશે વાસ્તુ દોષ
પાવન સલિલામા નર્મદાના તટે તવરા ગામ આવેલું છે અને આ ગામના ચિંતનાથ મહાદેવ મંદિર ખાતે ભકતો દર્શન માટે આવી રહયાં છે. શિવજીની ભકિતનું અનેરૂ મહત્વ છે. ખાસ કરીને પાવન સલિલામા નર્મદાના તટે આવેલાં પૌરાણિક શિવાલયોમાં શ્રધ્ધાળુઓ શિવજીની આરાધના કરે છે. ભાવિકોને ચિંતામાંથી મુક્તિ અપાવતા ચિંતનાથ મહાદેવ પર ગામવાસીઓને અતૂટ શ્રદ્ધા છે.
ADVERTISEMENT
તવરા ગામના ચિંતનાથ મહાદેવ મંદિરની વાત કરવામાં આવે તો અહીં કપિલમુનિએ તપ કર્યું હતું. તરણેશ્વર નું અપભ્રંશ થઈ ગામનું નામ તવરા નામ પડ્યું છે. નર્મદા સ્નાન કરી સપ્ત શિવલિંગના દર્શનથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની લોકવાયકા છે. ચૈત્ર સુદ ચૌદશના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા છે.
ADVERTISEMENT
ચિંતનાથ મહાદેવના દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા હોવાથી આ મંદિર ચિંતનાથ મહાદેવના નામે ઓળખાય છે. રેવા પુરાણ મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું અને અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જોકે હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે. મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે મંદિર પર ચઢાઇ કરી હતી.ઔરંગઝેબેના સૈન્યે મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતાં તેમાંથી દૂધની ધારાઓ વહી હતી અને ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.