બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Delvai startup by 16 years old Indian Girl named Pranjali Avasthi

ગૌરવ / 16 વર્ષ ભારતીય છોકરીની મહાસિદ્ધિ: ઉભી કરી નાખી 100 કરોડની કંપની, નામ છે પ્રાંજલી

Vaidehi

Last Updated: 06:02 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની 16 વર્ષની દીકરી પ્રાંજલી અવસ્થીએ AI કંપનીથી નવા બિઝનેસની શરઆત કરી અને થોડા જ વર્ષોમાં તેની વેલ્યૂએશન 100 કરોડને પાર પહોંચાડી દીધી.

  • 16 વર્ષની ભારતની દીકરીએ કરી કમાલ
  • AI કંપનીથી બિઝનેસની કરી હતી શરૂઆત
  • આજે કંપનીની વેલ્યૂએશન 100 કરોડને પાર

ભારતની 16 વર્ષની દીકરી પ્રાંજલીએ આજે તમામ ભારતીયોનું નામ રોશન કરી દીધું છે. પ્રાંજલીએ Delv.AIની સાથે AIની દુનિયામાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રાંજલી અવસ્થીએ 2022માં Delv.AIની શરૂઆત કરી હતી. આ સ્ટાર્ટઅપની કિંમત પહેલાથી 100 કરોડ રૂપિયા છે અને હાલમાં મિયામી ટેક વીકમાં લોકો આ સ્ટાર્ટઅપથી અતિ પ્રસન્ન થયાં છે.

10 લોકોની નાનકડી ટીમ
16 વર્ષની ઉંમરમાં અવસ્થીની નીચે 10 લોકો કામ કરે છે. રિપોર્ટ અનુસાર આ સ્ટાર્ટઅપમાં પ્રાંજલીનાં પિતાએ તેને ઘણી મદદ કરી છે. જ્યારે તેણે કોડિંગ શરૂ કરી ત્યારે તે માત્ર 7 વર્ષની હતી. 11 વર્ષની ઉંમપમાં તેનો પરિવાર ભારતથી ફ્લોરિડા શિફ્ટ થઈ ગયો જ્યાં તેમણે બિઝનેસની શરૂઆત કરી.

13 વર્ષની ઉંમરમાં ઈન્ટર્નશિપ
ફ્લોરિડામાં ઈંટરનેશનલ યૂનિવર્સિટીની પ્રયોગશાળાઓમાં પ્રાંજલીએ 13 વર્ષની ઉંમરમાં ઈન્ટર્નશિપ કરી હતી. એ સમયે ChatGpt-3 બીટા લૉન્ચ થયું હતું . આ દરમિયાન Delv.AI શરૂ કરવાનો વિચાર પ્રાંજલીને આવ્યો.

3.7 કરોડ રોકાણની કિંમત આજે 100 કરોડ
આ બાદ પ્રાંજલીને બેકએન્ડ કેપિટલનાં લુસી ગુઓ અને ડેવ ફોંટેનોટની લિડરશિપમાં મિયામીમાં એક AI સ્ટાર્ટઅપ એક્સેલેરેટર પ્રોગ્રામમાં આ બિઝનેસને એક્સેપ્ટ કરવામાં આવ્યું જે બાદ બિઝનેસ યાત્રા શરૂ થઈ. એક્સેલેરેટર  પ્રોગ્રામે અવસ્થીને ઑન જેક અને વિલેજ ગ્લોબલથી ઈનવેસ્ટમેન્ટ મળવા લાગ્યું. કંપનીએ ફંડિંગમાં આશરે 3.7 કરોડ રૂપિયા ભેગા કર્યાં જેની આજની કિંમત 100 કરોડ રૂપિયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ