બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / delhi rohini court firing incident here are the details

દિલ્હી / રોહિણી કોર્ટની બહાર થયું ફાયરિંગ, સુરક્ષાકર્મીએ પોતે જ ચલાવી ગોળી, બે ઘાયલ

Mayur

Last Updated: 12:26 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની રોહિણી કોર્ટની બહાર ફાયરિંગના સમાચાર છે. એક ગાર્ડ દ્વારા વકીલ પર ગોળી ચલાવવામાં આવી હોવાના સમાચાર બહાર આવ્યા છે.

  • દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ થયું 
  • ગાર્ડ દ્વારા વકીલ પર ગોળી ચલાવવામાં આવ્યાની પ્રથમિક માહિતી 
  • કોઈ જાનહાનિ નહીં 

દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગના સમાચાર છે. રોહિણી કોર્ટ સંકુલની બહાર એક વકીલ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે. કમળેલી માહિતી અનુસાર કોર્ટ પરિસરની બહાર એક ગાર્ડે વકીલ પર ફાયરિંગ કર્યું હતું.

પોલીસને પીસીઆર કોલ દ્વારા આ અંગેની માહિતી મળી હતી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે રોહિણી કોર્ટમાં જ ગોળીબારની ઘટના બની હતી.

કોઈ જાનહાનિના સમાચાર નહીં 

હાલ ઘટના સ્થળે પોલીસની ટીમ પીસીઆર કોલની વિગતો મેળવવામાં વ્યસ્ત છે. છેવટે, ગાર્ડ અને વકીલ વચ્ચે શું થયું તેની માહિતી બહાર આવી નથી. પરંતુ કોર્ટ પરિસર નજીક ફાયરિંગના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે મુજબ આ ફાયરિંગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે બે લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા હતા. 

24 સપ્ટેમ્બરે પણ રોહિણી કોર્ટમાં થયું હતું ફાયરિંગ
ગયા વર્ષે 24 સપ્ટેમ્બરે દિલ્હીની રોહિણી કોર્ટ નંબર 207માં બે શૂટરોએ જીતેન્દ્ર ગોગીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસની જવાબી કાર્યવાહીમાં બંને શૂટરો પણ માર્યા ગયા હતા.

આ ગોળીબારમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ટિલ્લુની જેલમાંથી ધરપકડ કરી હતી, જ્યારે ષડયંત્રમાં સામેલ ઉમંગ યાદવની હૈદરપુરથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઉમંગે જણાવ્યું કે તેણે એલએલબી કર્યું છે. લગભગ દોઢ વર્ષ પહેલા તેની મુલાકાત રોહિણી કોર્ટમાં ઉમેશ કાલા નામના બદમાશ સાથે થઈ હતી. જે બાદ ઉમેશ તેની સાથે જેલમાંથી વોટ્સએપ કોલ દ્વારા વાત કરતો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ