બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Delhi minister Rajendra Pal Gautam resigns after row over oath at Buddhism event

દિલ્હી / હિંદુ દેવી-દેવતાઓ વિરૃદ્ધ બફાટ ભારે પડ્યો, કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે આપ્યું રાજીનામું

Hiralal

Last Updated: 05:55 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોદ્ધ કાર્યક્રમમાં શપથ લઈને વિવાદ પેદા કરનાર દિલ્હી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે આજે તેમના રાજીનામાની જાહેરાત કરી છે.

  • દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે આપ્યું રાજીનામું 
  • દશેરાએ ધર્માતરણ કાર્યક્રમમાં હાજરી અને નિવેદનથી આપીને આવ્યાં હતા વિવાદમાં
  • ભાજપે કેજરીવાલને આપ્યું હતું અલ્ટીમેટમ 

દશેરાના પ્રસંગે દિલ્હીમાં ધર્માંતરણ કાર્યક્રમમાં હાજરી તથા દેવી દેવતાઓ પર વિવાદીત ટીપ્પણી કરનાર કેજરીવાલ સરકારના સામાજિક કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે આજે તેમના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. 

શું હતો વિવાદ 
વિજયાદશમીના દિવસે દિલ્હીના કરોલ બાગ સ્થિત આંબેડકર ભવનમાં રાજેન્દ્ર પાલ ગૌતમે ધર્માંતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભાજપના નેતાઓ દ્વારા શેર કરવામાં આવેલા આ કાર્યક્રમના વીડિયોમાં બૌદ્ધ સંતો લોકોને શપથ લેવડાવતા જોવા મળી રહ્યાં હતા. શપથ સમયે રાજેન્દ્ર પાલ ગૌતમ સ્ટેજ પર હાજર હતા. શપથમાં કહેવામાં આવી રહ્યું છે... હું ક્યારેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ભગવાન નહીં માનું કે તેમની પૂજા નહીં કરું. હું રામ અને કૃષ્ણને ભગવાન નહીં માનું કે ન તો તેમની પૂજા કરીશ. હું ગૌરી ગણપતિ વગેરે જેવા હિન્દુ ધર્મના કોઈ પણ દેવી-દેવતાઓની શ્રદ્ધા કે પૂજા કરીશ નહીં. વિજયાદશમીના દિવસે દિલ્હીના કરોલ બાગ સ્થિત આંબેડકર ભવનમાં રાજેન્દ્ર પાલ ગૌતમની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સીએમ અરવિંદ કેજરીવાલ રાજેન્દ્ર ગૌતમથી ખૂબ નારાજ હોવાનું કહેવાયું હતું જે પછી તેમને રાજીનામું માગી લેવામાં આવ્યું હોવાનું ચર્ચાય છે. 

ભાજપે કેજરીવાલને આપ્યું હતું અલ્ટીમેટમ
ભાજપે આમ આદમી પાર્ટી પર હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીએ કેજરીવાલને અલ્ટીમેટમ આપીને ગૌતમને 24 કલાકમાં નોકરીમાંથી કાઢી મૂકવા જણાવ્યું હતું. ભાજપે કહ્યું હતું કે ગૌતમનો બચાવ કાલ્પનિક છે. કોઈ પણ ધર્મ કોઈને હિંદુ ધર્મનું અપમાન કરવાનો અધિકાર નથી આપતો. કેજરીવાલના મંત્રીએ જે શબ્દ કહ્યો છે તે માત્ર ગેરબંધારણીય જ નથી, પરંતુ તે સમાજની એકતાની વિરુદ્ધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ