બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Delhi-like fog in Ahmedabad-Gandhinagar today: Be prepared for bitter cold in the coming days

વાતાવરણ બદલાયું / અમદાવાદ-ગાંધીનગરમાં આજે દિલ્હી જેવી ધુમ્મસ: આગામી દિવસોમાં કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, જાણો શું છે આગાહી

Priyakant

Last Updated: 09:18 AM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જાણે મેઘરાજાના કારણે વાતાવરણ સાવ બદલાઈ ગયું છે ત્યારે અમદાવાદમાં આજે ધુમ્મસના કારણે વહેલી સવારે લોકોને પડી ગઈ મજા

  • ગુજરાતનાં 29 તાલુકામાં પડ્યો વરસાદ 
  • અમદાવાદમાં વરસાદ બાદ વહેલી સવારે છવાઈ ગઈ ધુમ્મસ 
  • ધુમ્મસના કારણે ફ્લાઇટો કરી દેવાઈ ડાયવર્ટ 

અમદાવાદમાં શુક્રવારે અને વિસ્તારોમાં ભરશિયાળે વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જોકે વરસાદના કારણે ઠંડીનું પ્રમાણ થોડા સમય માટે ઘટ્યું હોય તેવું અનુભવાઈ રહ્યું હતું, વરસાદના બીજા જ દિવસે વહેલી સવારે અમદાવાદના તમામ વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી. ધુમ્મસના કારણે વાહનચાલકોને તકલીફ પણ પડી હતી, જોકે અમદાવાદીઓને ભાગ્યે જ આવું વાતાવરણ જોવા મળે છે જેના કારણે વહેલી સવારે લોકો વૉક માટે નીકળી પડ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જાણે મેઘરાજાના કારણે વાતાવરણ સાવ બદલાઈ ગયું છે. અમદાવાદમાં આજે ધુમ્મસના કારણે વહેલી સવારે લોકો વૉક માટે નીકળી પડ્યા હતા. મહત્વનું છે કે, અરબી સમુદ્રમાં ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસર જોવા મળી છે. અમદાવાદ શહેરમાં સવારે ઝીરો વિઝિબિલિટી હતી. આ તરફ ગાઢ ધુમ્મસના કારણે માર્ગ અને હવાઈ મુસાફરીને અસર થઈ છે. આ તરફ ગાઢ ધુમ્મસના કારણે સવારે 8 વાગ્યે પણ વાહનચાલકોને હેડલાઈટ ચાલુ કરવી પડી રહી છે. 

અમદાવાદ અને ગાંધીનગરમાં ધુમ્મસ 
અમદાવાદ-અને ગાંધીનગરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. રસ્તાઓ પર ધુમ્મસના કારણે વિઝીબલીટી ઘટી છે. આ સાથે રસ્તાઓ પર ધુમ્મસથી લોકોને વાહન ચલાવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ બાદ ઠેર-ઠેર ધુમ્મસની ચાદર છવાઇ છે. 

ધુમ્મસના કારણે ફ્લાઇટો કરી દેવાઈ ડાયવર્ટ 
અમદાવાદમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વહેલી સવારે ધુમ્મસના કારણે માર્ગ અને હવાઈ મુસાફરીને અસર થઈ છે. મહત્વનું છે કે, વહેલી સવારે અમદાવાદમાં ઝીરો વિઝિબિલિટી હોઇ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરનારી અનેક ફ્લાઈટ લેટ થઈ છે. જેને લઈ ગો ફર્સ્ટની અમદાવાદ-કોલકાતાની ફ્લાઈટ લેટ તો એર અરેબિયા સહિતની કેટલીક ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે. 

ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ
મહત્વનું છે કે, અગાઉ હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. જોકે હવે કમોસમી વરસાદ બાદ વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સતાવી રહી છે. નોંધનીય છે કે, જો અગમઇ 24 કલાકમાં પાકને સૂર્યપ્રકાશ નહીં મળે તો કૃષિપાકને નુકશાન થઈ શકે છે. 

આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી તાપમાન ગગડવાની આગાહી
હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી બાદ ફરી એકવાર નવી આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી તાપમાન ગગડી શકે છે. આ તરફ આજે અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયુ અને ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું છે. તો વળી અરબી સમુદ્રમાં ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસરને લરને અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ છે. 

ગુજરાતના 29 તાલુકામાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 29 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની આગાહી હોઇ છેલ્લા 24 કલાકમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક કરા પડ્યા હતા. જોકે રાજ્યમાં સૌથી વધુ વરસાદ વડગામ પંથકમાં 1 ઈંચ નોંધાયો છે. મહત્વનું છે કે, ઉત્તરના બનાસકાંઠા વિસ્તારમાં માવઠાની સાથે અંબાજીમાં ગઇકાલે મોડી સાંજે કરા સાથે વરસાદ પડ્યો હતો. વધુમાં બનાસકાંઠાના ડીસા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. 

જાણો કયા કેટલો વરસાદ પડ્યો 

  • સૌથી વધુ વડગામમાં 1 ઈંચ વરસાદ 
  • સિદ્ધપુરમાં 18 મીમી વરસાદ નોંધાયો
  • દાંતામાં 16 મીમી વરસાદ નોંધાયો
  • અમીરગઢમાં નોંધાયો 15 મીમી વરસાદ
  • કાંકરેજમાં નોંધાયો 13 મીમી વરસાદ
  • લાખણીમાં 10 મીમી વરસાદ નોંધાયો
  • દાંતીવાડા અને ધાનેરામાં નોંધાયો 9 મીમી વરસાદ
  • ઈડર, ઉંઝા અને સતલાસણામાં 9 મીમી વરસાદ નોંધાયો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ