બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / delhi hc restrains publishing circulation of videos against Aradhya bachchan

સુનવણી / આરાધ્યા બચ્ચનના ફેક ન્યૂઝને લઇ ગૂગલને કોર્ટે સંભળાવી ખરીખોટી, યૂટ્યુબને વીડિયો હટાવવાનો આપ્યો આદેશ

Bijal Vyas

Last Updated: 06:11 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરાધ્યા બચ્ચનના સ્વાસ્થ્યને લઇ કોઇ પણ જાણકારી પબ્લિશ કરવા અથવા સર્ક્યુલેટ કરવા પર રોક લગાવવામાં આવી છે, જાણો આ મુદ્દે શું કહ્યું હાઇકોર્ટે?

  • HCએ કહ્યું બાળક સામાન્ય હોય કે સેલેબ્રિટિ બંનેનું સન્માન અને આદર થવો જોઇએ
  • જસ્ટિસે ગૂગલના વકીલની દલીલ પર તેમને ખરીખોટી સંભળાવી 
  • આ મામલામાં અગાઉની સુનવણી 13 જુલાઇએ થશે

દિલ્હી હાઇ કોર્ટે અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચનના સ્વાસ્થ્યને લઇ કોઇ પણ જાણકારી પબ્લિશ કરવા અથવા સર્ક્યુલેટ કરવા પર રોક લગાવવામાં આવી છે. તે સાથે યુટ્યુબ ચેનલ તેના પ્લેટફોર્મ પર તેનાથી જોડાયેલી દરેક કન્ટેન્ટ્સને હટાવી દેવાનો આદેશ આપ્યો છે. જે 9 યુટ્યુબ ચેનલ્સ વિરુદ્ધ ફરીયાદ કરવામાં આવી હતી. તે ઉપરાંત કોર્ટએ અન્ય ચેનલ્સને પણ આ પ્રકારની માહિતી પબ્લિશ કે સરક્યુલેટ ના કરવાનો નિર્દેશ કર્યો છે. હાઇ કોર્ટે નિવેદન આપતા કહ્યું કે, બાળક સામાન્ય હોય કે સેલેબ્રિટી હોય તેમની સાથે  સન્માન અને આદર પૂર્વક વર્તન કરવું જોઇએ, તેઓ તેના  હકદાર છે. બાળકની માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવી કે કાનૂનમાં સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. આ મામલામાં અગાઉની સુનવણી 13 જુલાઇએ થશે. 

જસ્ટિસ સી હરિ શંકરે યુટ્યુબના માલિકીના હક ધરાવતી કંપની ગૂગલને આરાધ્યાના સ્વાસ્થ્ય વિશે જૂઠી ખબરો પ્રસારિત કરનારી દરેક આપત્તિજનક વીડિયો અને યુઆરએલને ડી-લિસ્ટ અને ડી-એક્ટિવેટ કરવાનો નિર્દેશ આપતા કહ્યું કે, બાળક માટે કોઇ પણ આ પ્રકારનું આચરણ અસહનિય છે. આ મામલામાં ગૂગલના વકીલે પોતાની દલીલમાં કહ્યું કે, અમે પોતાના પ્લેટફોર્મ પર ફક્ત સ્ક્રિન નથી કરતી, ફક્ત અપલોડ કરીએ છીએ. વકીલની આ વાત સાંભળીને નારાજ થયેલા જસ્ટીસે કહ્યું કે, તમે જનતાને ખોટી સુચના આપનારી સુવિધા પ્રદાન કરો છો. આ કહેવુ એવુ જ છે કે, કોઇ અખબાર કહે કે અમે ફક્ત કાગળ અને શાહી જ ઉપલબ્ધ કરી આપીએ છીએ અને તમે કાગળ પર કઇ પણ લખી શકો છો. તમે એક એવુ મંચ આપો છો જેની પર ભ્રામક જાણાકરી પ્રદાન કરવામાં આવી રહી છે. તેને કેવી રીતે સહન કરી શકાય?

અભિષેક બચ્ચનને 'જોબલેસ' કહેવા પર એક્ટરે આપ્યો એવો જવાબ કે લોકોની બોલતી બંધ  થઇ ગઇ | Abhishek Bachchan, Called "Product Of Nepotism", Hits Back At  Trolls One Tweet At A Time

કોર્ટે ગૂગલને ખરીખોટી સંભાળવતા કહ્યું કે, કંપની આ પ્લેટફોર્મથી પૈસા કમાવી રહી છે. તેથી તેમના યુઝર્સ પ્રતિ તેમની સામાજીક જવાબદારી છે. તેમ આવી વસ્તુને તમારા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવાની અનુમતી ના આપી શકો. તમે સ્વીકાર કરો કે અમુક વસ્તુઓને લઇને તમે જીરો ટોલરેન્સ રાખો છો. તો પછી આ વસ્તુને તમે જીરો ટેલરેન્સની કેટેગરીમાં કેમ રાખતા નથી. તેનો અર્થ એ છે કે તમારી નીતિ દોષમાં છો. તમે કહી રહ્યાં છો કે તમે કન્ટેન્ટ નથી જોતા, ત્યારે તમે ચાઇલ્ડ પોર્નોગ્રાફીની પણ અનુમતિ આપી દેશો? આ કોઇ માનહાનિનો મુદ્દો નથી. નોટિસમાં જણાવવામાં આવ્યુ છે કે તમે તમારા પ્લેટફોર્મ પર ભ્રામક જાણકારી આપી રહ્યાં છો. 

બચ્ચન પરિવારમાં કુલ 4 સભ્યો કોરોના સંક્રમિત થયા, ઐશ્વર્યા-આરાધ્યા પણ  પોઝિટિવ | aishwarya rai and aradhya bachchan tests positive for covid

હાઇકોર્ટે યુટ્યુબને નિર્દેશ કર્યો છે કે, તે દરેક યુઝર્સની જાણકારી ઉપલબ્ધ કરાવી, જેમના એકાઉન્ટથી આપત્તિજનક કન્ટેન્ટ પોસ્ટ થયા છે અને તેમના સબ્સક્રાઇબર્સ કોણ-કોણ છે. જજ નવ યુટ્યુબ ચેનલોની સાથે સાથે બીજા ચેનલ્, પર આ રીતે કોન્ટેટ અથવા ક્લિપ હાજર થવા પર તેને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આરાધ્યા બચ્ચનની લાઇફ અને હેલ્થને ઇ અનેક ખબરો વાયરલ થઇ છે. ત્યાર બાદ તેને ફેક બતાવવામાં આવી. જેને લઇ બચ્ચન પરિવારે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ