બ્રેકિંગ ન્યુઝ
ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હંમેશાથી કોરોના વેક્સીનને મફતમાં લગાવાની માગ કરતા જોવા મળ્યાં છે. પોતાની માંગને CM અરવિંદ કેજરીવાલે બુધવારે ફરી જણાવી, કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે આપણો દેશ ઘણો ગરીબ છે અને આ મહામારી 100 વર્ષમાં પહેલી વખત આવી છે.
ADVERTISEMENT
.jpg)
ઘણા બધા લોકો છે જે તેનો ખર્ચ ના ઉઠાવી શકે. કેન્દ્ર સરકારથી મારી અપીલ હતી કે દેશભરમાં આ વેક્સીન મફ્તમાં ઉપલબ્ધ કરાવામાં આવે. અમે જોઇએ છીએ કે કેન્દ્ર સરકાર શુ કરે છે. જો કેન્દ્ર સરકાર મફત વેક્સીન નથી આપતી તો જરૂરીયાત પ્રમાણે અમે દિલ્હીના લોકોને મફતમાં વેક્સીન ઉપલબ્ધ કરાવીશું.
ADVERTISEMENT
मैंने केंद्र सरकार से अपील की थी कि पूरे देश में सभी लोगों को मुफ्त में वैक्सीन दी जाए। हम देखते हैं कि वो इस पर क्या फैसला लेते हैं। अगर केंद्र सरकार मुफ्त में नहीं करती है तो जरूरत पड़ने पर हम लोग दिल्ली के लिए ये वैक्सीन मुफ्त में उपलब्ध करवाएंगे: दिल्ली सीएम अरविंद केजरीवाल https://t.co/XNqFYocRE3
— ANI_HindiNews (@AHindinews) January 13, 2021
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે દિલ્હી સહિત દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરુ થવા જઇ રહ્યું છે. પ્રથમ તબક્કામાં દેશભરમાં અંદાજે 3 કરોડ લોકોને કેન્દ્ર સરકાર મફતમાં કોરોના વેક્સિન આપી રહી છે.
જેમાં આરોગ્યકર્મી, ફ્રંટલાઇન વર્કર સામેલ છે. ત્યારબાદ 50 વર્ષથી વધારાની ઉંમરના 27 કરોડ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવશે. જેઓને કોરોના વેક્સીન મફતમાં આપવામાં આવશે કે નહીં તે અંગેની કોઇ જાણકારી સ્પષ્ટ પ્રાપ્ત થઇ નથી.
ADVERTISEMENT
.jpg)
સરકાર માટે વેક્સીનની કિંમત 200 રૂપિયા, ખાનગીમાં 1000
ઉલ્લેખનીય છે કે પુના ખાતે આવેલ સીરમ ઇન્સ્ટીટયૂટ સરકારને કોવિશીલ્ડ વેક્સીનના 10 કરોડ ડોઝ આપવા જઇ રહી છે. જેના માટે પ્રત્યેક ડોઝની કિંમત 200 રૂપિયા હશે. સીરમ ઇન્સ્ટીટ્યૂટે કહ્યું કે અમે ગરીબ, આમ જનતા અને આરોગ્યકર્મીઓની મદદ માટે એવું કરી રહ્યાં છે. ત્યારબાદ પ્રાઇવેટ માર્કેટમાં એક ડોઝ કોવિશીલ્ડ વેક્સીનની કિંમત 1000 રૂપિયા હશે.
ADVERTISEMENT
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું મને ખુશી છે કે 16મી તારીખથી દિલ્હીમાં વેક્સીન લગાવાની શરુ થઇ જશે. સૌથી પહેલા તેને કોરોના વોરિયર્સને આપવામાં આવશે. હું અપીલ કરુ છું કે આ અંગે કોઇ ભ્રમ ના ફેલાવે. કેન્દ્ર સરકાર અને વૈજ્ઞાનિકોએ બધા પ્રોટોકોલને ધ્યાનમાં લઇને દવા ઉપલબ્ધ કરાવી છે એટલા માટે તેના પર કોઇ શંકા ન હોવી જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.