બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / defence ministry cleared procurement 120 pralay ballistic missiles for armed forces

સુરક્ષા / ચીન-પાક. બોર્ડર પર તૈનાત થશે ભારતનું આ ખતરનાક હથિયાર, પલકારામાં નષ્ટ કરી દેશે દુશ્મનોના ઠેકાણાં

MayurN

Last Updated: 01:13 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંરક્ષણ મંત્રાલયે ભારતીય સશસ્ત્ર દળો માટે લગભગ 120 પ્રલય બેલિસ્ટિક મિસાઇલોની ખરીદીને મંજૂરી આપી છે. આ મિસાઈલોને ચીન અને પાકિસ્તાનની સરહદે તૈનાત કરવામાં આવશે.

  • પ્રલય બેલેસ્ટિક મિસાઈલ ખરીદવાનો મોટો નિર્ણય
  • કેન્દ્ર સરકાર દ્વારા 120 મિસાઇલોની ખરીદીને મંજૂરી
  • 150 થી 500 કિમી સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે

ભારત સરકાર ચીન અને પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે સતત પોતાની સૈન્ય તાકાત વધારી રહી છે. ચીન સાથે સરહદી વિવાદ અને પાકિસ્તાન સાથેના તંગ સંબંધો વચ્ચે કેન્દ્ર સરકારે પ્રલય બેલેસ્ટિક મિસાઈલ ખરીદવાનો મોટો નિર્ણય લીધો છે. આ એક મોટા નિર્ણયમાં, સંરક્ષણ મંત્રાલયે ભારતીય સશસ્ત્ર દળો માટે લગભગ 120 પ્રલય બેલિસ્ટિક મિસાઇલોની ખરીદીને મંજૂરી આપી છે. આ મિસાઈલોને ચીન અને પાકિસ્તાનની સરહદે તૈનાત કરવામાં આવશે.

ચીન-પાક બોર્ડર પર પ્રલય બેલેસ્ટિક મિસાઈલો તૈનાત કરવામાં આવશે
પ્રલય બેલેસ્ટિક મિસાઈલની ખરીદી માટે લીલી ઝંડી મળવાને દેશ માટે એક મોટા વિકાસ તરીકે જોવામાં આવી રહી છે. ભારત પાસે હવે એક નીતિ છે જે વ્યૂહાત્મક ભૂમિકાઓમાં બેલેસ્ટિક મિસાઇલોના ઉપયોગને મંજૂરી આપે છે. ચીન અને પાકિસ્તાન બંને પાસે બેલેસ્ટિક મિસાઈલો છે, જે વ્યૂહાત્મક ભૂમિકાઓ માટે છે. સૂત્રોએ જણાવ્યું કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસિત મિસાઈલને વધુ વિકસિત કરવામાં આવી રહી છે અને જો સેના ઈચ્છે તો તેની રેન્જમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.

પ્રલય મિસાઇલની તાકાત
હાલમાં, પ્રલય બેલેસ્ટિક મિસાઈલ 150 થી 500 કિમી સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ મિસાઈલોને ઈન્ટરસેપ્ટર મિસાઈલ દ્વારા શોધી કાઢવી દુશ્મન માટે ખૂબ જ મુશ્કેલ છે. 'પ્રલય' સપાટીથી સપાટી પર માર કરતી મિસાઈલ છે. તેને ઈન્ટરસેપ્ટર મિસાઈલને હરાવવા સક્ષમ બનાવવા માટે વિકસાવવામાં આવી છે. તે મધ્ય હવામાં ચોક્કસ અંતર કાપ્યા પછી તેનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવે છે.

બે વાર સફળ પરીક્ષણ
'પ્રલય' એ સોલિડ પ્રોપેલન્ટ રોકેટ મોટર અને અન્ય નવી ટેક્નોલોજી સંચાલિત મિસાઈલ છે. મિસાઇલ સિસ્ટમનો વિકાસ 2015 ની આસપાસ શરૂ થયો હતો અને આવી ક્ષમતાના વિકાસને આર્મી ચીફ તરીકે સ્વર્ગસ્થ જનરલ બિપિન રાવત દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ મિસાઈલનું ગયા વર્ષે 21 ડિસેમ્બર અને 22 ડિસેમ્બરે બે વાર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

 

દુશ્મનો માટે કાળ બનશે
મિસાઇલ માર્ગદર્શન પ્રણાલીમાં આધુનિક નેવિગેશન અને સંકલિત એવિઓનિક્સનો સમાવેશ થાય છે. પ્રલય બેલિસ્ટિક મિસાઈલને પહેલા ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે, ત્યારબાદ તેને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. આ પ્રકારની મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ અને અન્ય હથિયારોને નષ્ટ કરવા માટે થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ