ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'કલ્કિ 2898 એડી'ની સિક્વલમાંથી દીપિકા પાદુકોણ OUT, જાણો મેકર્સે કેમ લીધો ચોંકાવનારો નિર્ણય

બોલીવુડ / 'કલ્કિ 2898 એડી'ની સિક્વલમાંથી દીપિકા પાદુકોણ OUT, જાણો મેકર્સે કેમ લીધો ચોંકાવનારો નિર્ણય

Published By: Nirav Kumar

Last Updated: 01:38 PM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ દીપિકા પાદુકોણે વધુ એક બિગ બજેટ ફિલ્મ છોડી દીધી છે. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ છોડ્યા બાદ તે "કલ્કી 2898 AD" માંથી પણ બહાર નીકળી ગઈ છે. તેના આ નિર્ણયથી તેના ફેન્સ પણ ચોંકી ગયા છે.

ADVERTISEMENT

બોલીવુડની સ્ટાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણે વધુ એક મોટી ફિલ્મ છોડી દીધી છે. કામના કલાકો અને ફીને લઈને સંદીપ રેડ્ડી વાંગાની "સ્પિરિટ" ફિલ્મ છોડી દેનારી દીપિકાએ બીજી એક મોટી ફિલ્મ "કલ્કી 2898 AD" ની સિક્વલ પણ છોડી દીધી છે. જેની જાણકારી ખુદ ફિલ્મ મેકર્સે આપી છે.

વૈજયંતી મૂવીઝે તેના ઓફિશિયલ  X એકાઉન્ટ પર એક નિવેદનમાં જણાવ્યું કે દીપિકા પાદુકોણ હવે કલ્કી સિક્વલનો હિસ્સો નથી. પોસ્ટમાં કહેવાયું હતું કે, " ઓફિશિયલી જાહેરાત કરવામાં આવે છે કે દીપિકા પાદુકોણ 'કલ્કી 2898 AD' ની આગામી સિક્વલનો હિસ્સો નહીં હોય. ઘણા વિચાર-વિમર્શ બાદ અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. પહેલી ફિલ્મ બનાવવાની લાંબી સફર છતાં, અમે ભાગીદારી નથી કરી શક્યા નહીં. 'કલ્કી 2898 AD' જેવી ફિલ્મ તે પ્રતિબદ્ધતા અને તેનાથી પણ વધુનું હકદાર છે. અમે તેમને ભવિષ્યના કામ માટે શુભકામનાઓ પાઠવીએ છીએ."

ઉલ્લેખનીય છે કે, નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત 'કલ્કી 2898 એડી' 2024 માં રિલીઝ થઈ હતી. જેમાં દીપિકાએ ગર્ભવતી મહિલા સુમતીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેના થનારા બાળકને કલ્કી અવતાર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. લોકોને દીપિકાનું પાત્ર ખૂબ પસંદ આવ્યું હતું. હવે કલ્કીની સિક્વલમાંથી દીપિકા પાદુકોણ અચાનક બહાર નીકળી ગઈ હોવાથી તેના ફેન્સ પણ ચોંકી ગયા છે.

'કલ્કી 2898 એડી'માં દીપિકા પાદુકોણ સિવાય પ્રભાસ, અમિતાભ બચ્ચન અને કમલ હસન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જેમાં ફેન્સ આતુરતાથી તેની સિક્વલની રાહ જોઈ રહ્યા છે. જોકે દીપિકાના બહાર નીકળવાથી બીજા પાર્ટમાં એક નવી એક્ટ્રેસનો સમાવેશ થશે. પરંતુ મેકર્સે હજુ સુધી કોઈ નવા નામની જાહેરાત નથી કરી.

વધુ વાંચો : 28 વર્ષીય હોલીવુડ એક્ટ્રેસ, જેને ઑફર કરાઇ અત્યાર સુધીની સૌથી મોંઘી બોલીવુડ ફિલ્મ, ફીસ 5,30,00,00,000 રૂપિયા

અગાઉ  દીપિકાએ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' પણ છોડી દીધી હતી. આ  ફિલ્મમાં પણ પ્રભાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દીપિકાના ફિલ્મ છોડી દીધા બાદ મેકર્સે તૃપ્તિ ડિમરીને ફિલ્મમાં કાસ્ટ કરી છે. તૃપ્તિએ 'એનિમલ' ફિલ્મમાં પણ સંદીપ રેડ્ડી વાંગા સાથે કામ કર્યું છે. હવે દીપિકા A22 x A6 માં જોવા મળવાની છે.  દીપિકા તેની પુત્રી દુઆના જન્મ બાદ  કોઈ પણ ફિલ્મમાં જોવા મળી નથી. તે છેલ્લે 'સિંઘમ અગેન' માં જોવા મળી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Deepika Padukone Kalki 2898 AD Vyjayanthi Movies

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ