બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 28 વર્ષીય હોલીવુડ એક્ટ્રેસ, જેને ઑફર કરાઇ અત્યાર સુધીની સૌથી મોંઘી બોલીવુડ ફિલ્મ, ફીસ 5,30,00,00,000 રૂપિયા
Last Updated: 10:28 AM, 18 September 2025
બોલીવૂડમાં હોલીવુડ એક્ટ્રેસને એક ફિલ્મ માટે અત્યાર સુધીમાં સૌથી મોંઘી ફી ઓફર થઈ છે. આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ સિડની સ્વીની છે. આ એક્ટ્રેસ અનેકવાર હેડલાઇન્સમાં રહેતી હોય છે. જેમાં કોઈ વિવાદ હોય કે તેના બોલ્ડ રેડ કાર્પેટ લુક હોય કે પછી તેની ફિલ્મોની સફળતા હોય. હવે એવી ચર્ચા છે કે "યુફોરિયા" ફેમ સિડની બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, તેને એક મેગા-બજેટ પ્રોજેક્ટ ઓફર કરવામાં આવ્યો છે. આ ડીલની રકમે દરેકને ચોંકાવી દીધા છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિડનીને આ ફિલ્મ માટે 35 મિલિયન પાઉન્ડ (આશરે 415 કરોડ રૂપિયા) ઓફર કરવામાં આવ્યા છે. સાથે સ્પોન્સરશિપ ડીલમાં 10 મિલિયન પાઉન્ડ (આશરે 115 કરોડ રૂપિયા) મળવાની પણ શક્યતા છે. મતલબ કે કુલ ઓફર આશરે 530 કરોડ રૂપિયા છે. એવું કહેવાઇ રહ્યું છે કે તેની પોપ્યિલારિટી આ પ્રોજેક્ટને માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ લેવલે પણ આગળ ધપાવી શકે છે.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, સિડની સ્વીની આ ફિલ્મમાં એક અમેરિકન સ્ટારનો રોલ કરશે. સ્ટોરીમાં તે એક ભારતીય સેલિબ્રિટી સાથે પ્રેમમાં પડે છે. જેનું શૂટિંગ પેરિસ, ન્યુ યોર્ક, લંડન અને દુબઈ જેવા મોટા શહેરોમાં થશે. શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થવાની શક્યતા છે. પરંતુ ફિલ્મનું નામ હજુ પણ નક્કી કરવામાં નથી આવ્યું. સાથે સિડની સ્વીનીએ આ ફિલ્મ કરવાનું હા કહ્યું છે કે નહીં તે પણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું.
ADVERTISEMENT
ADVERTISEMENT
સૂત્રો મુજબ, જ્યારે સિડની સ્વીનીને આ ઓફર મળી ત્યારે તે ખુદ આશ્ચર્યમાં પડી ગઈ હતી. તેને આ પ્રોજેક્ટ ખૂબ જ રસપ્રદ લાગ્યો છે. જોકે તેને હજુ સુધી આ ફિલ્મ માટે સહમતિ નથી આપી. અત્યારે સિડની આ ઓફર પર વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય પણ લઈ શકે છે.
ADVERTISEMENT
સિડની સ્વીનીને 2019 ની એમેઝોન પ્રાઇમ સિરીઝ "યુફોરિયા" થી ઓળખ મળી હતી. HBO ની બ્લેક કોમેડી "ધ વ્હાઇટ લોટસ" માં તેના રોલની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે આગામી સમયમાં અમાન્ડા સેફ્રાઇડ સાથે સાઈકોલોજીકલ થ્રિલર "ધ હાઉસમેઇડ" માં જોવા મળશે. આ ફિલ્મનું ડાયરેક્શન પોલ ફીગ કરશે. તેની પાસે પાઇપલાઇનમાં બીજા પ્રોજેક્ટ્સ પણ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.