Decision taken in the core committee of Gujarat government School-colleges will start completely offline
ચાલો નિશાળે /
2 વર્ષ બાદ લેવાયો સૌથી મોટો નિર્ણયઃ સોમવારથી શાળા-કોલેજોમાં સંપૂર્ણ રીતે શરૂ થશે ઓફલાઇન શિક્ષણ
Team VTV06:58 PM, 17 Feb 22
| Updated: 08:08 PM, 17 Feb 22
2 વર્ષ બાદ શાળાઑ સંપૂર્ણ પણે ઓફલાઇન શરૂ થશે, સોમવારથી ઑનલાઈન શિક્ષણને ટાટા બાય બાય
રાજ્યમાં કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર
કોર કમિટીમાં લેવાયો નિર્ણય
શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ થશે
શિક્ષણના વિશાળ જાહેર હિતમાં સરકારની માર્ગદર્શન,વિચાર વિમર્ષ અને સુચના મુજબ આજની કોર કમિટીમાં થયેલ ચર્ચા અન્વયે તા.21, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે.વિદ્યાર્થીઓ/વાલીઓ/શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે બાબત ધ્યાને લેતાં આ નિર્ણયનું અમલીકરણ તા.21, સોમવારથી થશે.
કોર કમિટી ની બેઠકમાં નિર્ણય
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિ ની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર ,ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા
શિક્ષણના વિશાળ જાહેર હિતમાં માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjpજીના માર્ગદર્શન,વિચાર વિમર્ષ અને સુચના મુજબ આજની કોર કમિટીમાં થયેલ ચર્ચા અન્વયે તા.૨૧/૦૨/૨૦૨૨, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારશ્રીએ મહત્વનો નિર્ણય લીધો છે.
આજે શિક્ષકોની બદલી અને બઢતીના નિયમો બદલાયા
અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો જે હવે ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે. જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવી. ૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે. જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ કે પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે. પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે. બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે તેવી મોટી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.
આ શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે.
વિદ્યાર્થીઓ/વાલીઓ/શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે બાબત ધ્યાને લેતાં આ નિર્ણયનું અમલીકરણ તા.૨૧/૦૨/૨૦૨૨ સોમવારથી થશે.
આજથી સમગ્ર ગુજરાતમાં પ્રિ-સ્કૂલ અને આંગણવાડી થઈ છે શરૂ
બે વર્ષ બાદ આજથી સમગ્ર રાજ્યભરમાં પ્રિ-સ્કૂલ અને આંગણવાડી શરૂ કરવામાં આવી છે. રાજ્યા સાથે રાજકોટ, અમદાવાદ અને સુરતમાં બાળકોને આવકારવા અનોખી તૈયારીઓ કરવામાં આવી હતી. શાળાના પ્રિન્સિપાલ સહિતનો ટીચિંગ સ્ટાફે બાળકોને કુમકુમનું તિલક લગાવી પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સાથે જ બાળકોને ભાવતી ચોકલેટ પણ આપવામાં આવી હતી. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી પ્રિ-સ્કૂલ એટલે કે નર્સરી LKG, HKG સહિતના વર્ગો બંધ હતા. અને ઘણા સમયથી બંધ કિલકારીઓ શાળાઓમાં ગુંજવા લાગી છે. તો આ તરફ અમદાવાદની એચ.બી. કાપડિયા સહિતની શાળામાં બાળકો પહોચ્યા હતાં. તો સુરતમાં પણ શાળાએ આવતા ભૂલકાંઓનું રેડકાર્પેટ પાથરી સ્વાગત કરાયું છે. અડાજણની સંસ્કાર ભારતી સ્કૂલમાં બાળોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ DJના તાલ અને બગીમાં ભૂલકાઓને બેસાડી શાળાએ લાવવામાં આવ્યા હતાં.
આજે ગરૂવારે માત્ર 870 કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના આંકડો છેલ્લા 15 દિવસથી સતત ઘટી રહ્યો છે એક સપ્તાહ એવું હતું કે ત્રણેય લહેરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા હતા. પણ હવે છેલ્લા 24 કલાકમાં 870 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 252 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 28 કેસ તો રાજકોટ શહેરમાં 23 કેસ, વડોદરા શહેરમાં 139 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 27 કેસ, ભાવનગર શહેરમાં 6 કેસ સામે આવ્યા છે. કોરોનાને લીધે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 2,221 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સુધી 8,014 પહોંચી ગઈ છે. જ્યારે 53 દર્દીઓ વેન્ટિલેટર પર છે.