બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Decision of Rajkot Airport Authority

અસર શરૂ / બિપોરજોય વાવાઝોડું: રાજકોટ એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય, 15 જૂનથી ઇન્ડિગો અને એર ઇન્ડિયાની એક પણ ફ્લાઇટ ઉડાન નહીં ભરે

Dinesh

Last Updated: 11:10 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ મહત્વનો નિર્ણય; સંભવિત વાવાઝોડાના પગલે આવતીકાલથી એટલે કે, 15 જુન 2023ના રોજ ઇન્ડિગો અને એર ઇન્ડિયાની એક પણ ફ્લાઇટ ઉડાન નહીં ભરે

  • રાજકોટ એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય
  • આવતીકાલે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન નહીં ભરે 
  • રેસ્ક્યૂ ઓપરેશન માટે એરપોર્ટ રહેશે ખુલ્લુ

ગુજરાતની માથે બિપોરજોય વાવાઝોડાનું સંકટ મડરાઈ રહ્યું છે તેમજ બિપોરજોય વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારાનાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. બિપોરજોયનું સંકટ ગુજરાતના તટીય વિસ્તારો પર તોળાઈ રહ્યો છે ત્યારે વાવાઝોડાની સ્થિતિને રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ મહત્વનો નિર્ણય લીધો છે.

રેસ્ક્યૂ ઓપરેશન માટે એરપોર્ટ ખુલ્લુ રહેશે
સંભવિત વાવાઝોડાના પગલે આવતીકાલથી એટલે કે, 15 જુન 2023ના રોજ ઇન્ડિગો અને એર ઇન્ડિયાની એક પણ ફ્લાઇટ ઉડાન નહીં ભરે તેમજ રેસ્ક્યૂ ઓપરેશન માટે એરપોર્ટ ખુલ્લુ રહેશે. 

વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, મોરબી તેમજ જામનગરમાં જોવા મળશે
જખૌ બંદરની નજીક વાવાઝોડું ટકરાશે.  વાવાઝોડું જયારે ટકરાશે ત્યારે પવનની ગતી 125-150 km/h ની ઝડપ રહેશે. તેમજ  અમદાવાદમાં આવતીકાલે વીજળીના કડાકા સાથે વરસાદ રહેશે. કચ્છ,  જામનગર,  મોરબી દ્વારકા,  રાજકોટમાં અમે વધુ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.  લાંબા સમય સુધી વાવાઝોડાની અસર રહેશે. દ્વારકામાં,  ઓખા,  રાજકોટ,  જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો છે.

દ્વારકામાં, ઓખા, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો : હવામાન વિભાગ
આ બાબતે  હવામાન વિભાગનાં ઈન્ચાર્જ  ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ પણ ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. ત્યારે હાલ વાવાઝોડું જખૌ બંદરેથી 260 કિલોમીટર દૂર છે.  જ્યારે દ્વારકાથી 290 કિમોમીટર છે. ત્યારે કાલે વાવાઝોડું જખૌ બંદરેથી પસાર થશે. આગામી 24 કલાકમાં દ્વારકામાં ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. તેમજ કચ્છ, મોરબી, જામનગર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ