બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Death is a definite reality, but the funeral is in a beautiful atmosphere.

સામીપ્ય / મૃત્યુ એ નિશ્ચિત વાસ્તવિકતા, પણ અંતિમ સંસ્કાર સૌન્દર્ય સભર વાતાવરણમાં,ઇડરનું રમણીય અંતિમ ધામ

Mehul

Last Updated: 11:14 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈડરના કાનપુર ગામે આવેલું અંતિમ ધામ જાણે  પાર્કને પણ ટક્કર તેવો બગીચો છે. અંતિમધામના આ અદભૂત મોડલ પાછળ ગામના એક નિવૃત કર્મચારીનું મોટું યોગદાન.

  • ઇડરનું અનોખુ અંતિમધામ
  • અંતિમધામમાં બનાવ્યો મોટો બગીચો
  • એક વ્યક્તિનો પુરુષાર્થ,રમણીય અંતિમધામ 

મૃત્યુએ જીવનનું એક માત્ર સત્ય છે. સામાન્ય રીતે કેટલાક અંતિમધામને બાદ કરીએ તો મોટેભાગેના અંતિમ ધામ ભયાનક લાગતા હોય છે. સુવિધાઓનો અભાવ હોય છે. ડાઘુઓને બેસવા માટેની વ્યવસ્થા સુદ્ધા હોતી નથી. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડરના કાનપુરમાં એક નિવૃત કર્મચારીએ અંતિમધામ કેવું હોય . તેને ઉત્તમ ઉદાહરણ ઉભુ કર્યું છે. 

 ઈડરના કાનપુર ગામે આવેલું અંતિમ ધામ જાણે  પાર્કને પણ ટક્કર તેવો બગીચો છે. અંતિમધામના આ અદભૂત મોડલ પાછળ ગામના એક નિવૃત કર્મચારીનું મોટું યોગદાન છે. કાનપુર ગામના જશુભાઈ પટેલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત કર્મચારી છે. બેન્કમાંથી નિવૃત્ત થયા પછી તેમણે પોતાના ગામમાં આવેલા અંતિમધામને મોડલ સ્વરૂપ બનાવાનું નક્કી કર્યું હતુ. 

ગીતામાં કહેવાયેલા નિસ્વાર્થ કર્મ યોગના સિદ્ધાંતને જશુભાઈએ પોતાના જીવનમાં ઉતાર્યો અને ગામના અંતિમધામના કાયાપલટ કરી દીધી. આ અંતિમધામમાં 194 પ્રકારના વિવિધ ફૂલ-છોડ અને વૃક્ષો રોપવામાં આવ્યા છે. લોકો અંતિમધામ મુલાકાત અંતિમ સંસ્કારના સમયે જ લેતા હોય છે. પરંતુ જશુભાઈએ ઉભા કરેલા અંતિમાધામના મોડેલને જોઈને આપણને ત્યાં અમસ્તો જ આંટો મારવાનું મન થાય એટલો સુંદર બનાવ્યું છે. જશુભાઈએ ઉભા કરેલા અંતિમધામના મોડલને જોઈને યુવાનો પણ પ્રેરાયા છે.અને પોતાના કામ-ધંધા અને અભ્યાસમાંથી સમય કાઢીને અંતિમધામને વધુ સુંદર બનાવવાના કામમાં સહભાગી થાય છે.  આગામી સમયમાં જશુભાઈએ કાનપુર ગામમાં એક લાખથી વધારે વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કર્યો છે.

મૃત્યુએ નવજીવનની શરૂઆત છે.  જીવન આપણે ઉત્સાહ પૂર્વક જીવીએ છીએ તો મૃત્યુની ઉજવણી કેમ નહી. આપણે ઘરને સજાવીએ છીએ તો અંતિમધામને કેમ નહી. તમામ માન્યતાઓને કોરાણે મુકીને જશુભાઈએ અંતિમધાને સુંદર બનાવાનુ જે કામ કર્યુ છે. ખરેખર તે વ્યસ્ત સમાજ માટે મોટું ઉદાહરણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ