બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / DC vs GT Rishabh Pant breaks Virat Kohli's record, no one has done this in IPL history

IPL 2024 / DC vs GT: રિષભ પંતે રેકોર્ડ સર્જયો, બન્યો આ પરાક્રમ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી, કોહલી પણ પાછળ

Pravin Joshi

Last Updated: 04:56 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ગુજરાત ટાઇટન્સના બોલરોને ધોઈ નાખ્યા હતા. આ દરમિયાન તેણે મોહિત શર્માને ટક્કર આપી હતી. પંતે મોહિત સામે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત બુધવારે રાત્રે ગુજરાત ટાઇટન્સ સામે IPL 2024ની 40મી મેચમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. જીટી સામે મેચ વિનિંગ ઇનિંગ્સ રમતી વખતે પંતે 43 બોલમાં 5 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ 88 રન બનાવ્યા હતા. આ દરમિયાન પંતે ગુજરાતના ઝડપી બોલર મોહિત શર્માનો સામનો કર્યો હતો. તેણે આ જીટી બોલરને એટલો માર્યો કે આઈપીએલના ઈતિહાસમાં કોઈ બેટ્સમેને કોઈ મેચમાં બોલરને આટલો માર્યો નહીં હોય. હા, પંતે આ દરમિયાન આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તોડ્યો હતો.


આ પહેલા IPLના ઈતિહાસમાં એક જ બોલર સામે એક મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કિંગ કોહલીના નામે હતો. વિરાટે IPL 2013માં ઉમેશ યાદવ સામેની મેચમાં 17 બોલમાં 52 રન બનાવ્યા હતા. આ પછી ઘણા બેટ્સમેનોએ એક બોલરને નિશાન બનાવ્યો, પરંતુ કોહલીનો રેકોર્ડ કોઈ તોડી શક્યું નહીં. પરંતુ હવે 11 વર્ષ બાદ રિષભ પંતે ઈતિહાસ રચીને વિરાટ કોહલીના આ રેકોર્ડને તોડી નાખ્યો છે. મોહિત શર્મા સામેની આ મેચમાં રિષભ પંતે 18 બોલમાં 62 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ બોલર સામેની મેચમાં બેટ્સમેને બનાવેલા આ સૌથી વધુ રન છે.

ગુજરાત ટાયટન્સ વિરૂદ્ધ રિષભ પંતે લગાવ્યો જોરદાર હેલિકોપ્ટર શૉટ, બોલ રોકેટની  જેમ ભાગ્યો, જુઓ Video | dc vs gt rishbh pant hit helicopter shot against  gujarat ball came out

IPL મેચમાં બોલર સામે બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન

  • 62(18) - ઋષભ પંત વિ મોહિત શર્મા, 2024
  • 52(17) - વિરાટ કોહલી વિ ઉમેશ યાદવ, 2013
  • 51(16) - હાશિમ અમલા વિ લસિથ મલિંગા, 2017
  • 48(18) - કેએલ રાહુલ વિ ડેલ સ્ટેન, 2020
  • 47(15) - કિરોન પોલાર્ડ વિ સેમ કુરાન, 2019
  • 47(18)- કિરોન પોલાર્ડ વિ અમિત મિશ્રા, 2014

આ સિવાય ઋષભ પંતે એક મેચમાં બોલર સામે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. DC vs GT મેચમાં પંતે મોહિત શર્મા સામે કુલ 7 સિક્સર ફટકારી હતી. અગાઉ રસેલ, અય્યર, કોહલી, પોલાર્ડ અને ગેલ જેવા મહાન ખેલાડીઓએ કોઈપણ એક બોલર સામે સૌથી વધુ 6 છગ્ગા ફટકાર્યા હતા.

IPL 2024: રિષભ પંતની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સૌથી મોટા સમાચાર! વીડિયો થયો  વાયરલ | IPL 2024 rishabh pant to captain delhi capitals co owner parth  jindal cricket news

IPL મેચમાં બોલર સામે બેટ્સમેન દ્વારા સૌથી વધુ છગ્ગા

  • 7 - પંત વિ મોહિત, 2024 (18 બોલ)
  • 6 - રસેલ વિ શમી, 2017 (9 બોલ)
  • 6 - એસ ઐયર વિ માવી, 2019 (10 બોલ)
  • 6 - કોહલી વિ કરિઅપ્પા, 2016 (14 બોલ)
  • 6 - રસેલ વિ બ્રાવો, 2018 (14 બોલ)
  • 6 - પોલાર્ડ વિ એસ કુરાન, 2019 (15 બોલ)
  • 6 - ગેલ વિ રશીદ, 2018 (16 બોલ)

આ સાથે જ મોહિત શર્માએ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો સ્પેલ બોલ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. મોહિતે આ મેચમાં પોતાની 4 ઓવરના ક્વોટામાં કુલ 73 રન ખર્ચ્યા હતા. IPLના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય કોઈ બોલરે એક મેચમાં આટલા રન આપ્યા નથી. આ પહેલા આ રેકોર્ડ બાસિલ થમ્પીના નામે હતો જેણે એક મેચમાં 70 રન ખર્ચ્યા હતા.

વધુ વાંચો : ગુજરાત ટાયટન્સ વિરૂદ્ધ રિષભ પંતે લગાવ્યો જોરદાર હેલિકોપ્ટર શૉટ, બોલ રોકેટની જેમ ભાગ્યો, જુઓ Video

IPL મેચમાં સૌથી વધુ રન આપનાર બોલરો

  • 0/73 - મોહિત શર્મા વિ DC*
  • 0/70 - બેસિલ થમ્પી વિ RCB
  • 0/69 - યશ દયાલ વિ KKR
  • 1/68 - રીસ ટોપલી વિ SRH
  • 0/66 - ક્વેના મફાકા vs SRH
  • 1/66 - અર્શદીપ સિંહ વિ MI
  • 0/66 - મુજીબ ઝદરાન વિ SRH
  • 0/66 - ઈશાંત શર્મા વિ CSK
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ