બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / dawood ibrahim hospitalized poisoned no under world don suffering from food poisoning

ચર્ચા / 102 ડિગ્રી તાવ, ઉલટી પર ઉલટી... દાઉદને ઝેર નથી અપાયું! વહેતી વાતો વચ્ચે હેલ્થને લઇ વધુ એક ચોંકાવનારો દાવો

Dinesh

Last Updated: 12:23 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dawood Ibrahim: દાઉદ ઈબ્રાહીમ કરાચીમાં તેના બંગલામાં હોવાના કોઈપણ પુરાવા વગર દાવો કરવામાં આવી રહ્યો છે. પહેલા માળે એક રૂમને વોર્ડ રૂમમાં ફેરવી દેવામાં આવ્યો છે

  • અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ફૂડ પોઈઝનિંગ થયું
  • દાઉદને 102 ડિગ્રી તાવ અને સતત ઉલ્ટીઓ થઈ
  • બંગલામાં ડ્રિપની ત્રણ-ચાર બોટલ આપવામાં આવી હતી

Underworld Don Dawood Ibrahim: અંડરવર્લ્ડ ડોન તરીકે જાણીતા દાઉદ ઈબ્રાહિમને ફૂડ પોઈઝનિંગ થયું છે. તેને ન તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોઈ નક્કર માહિતી વિના દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને 102 ડિગ્રી તાવ હતો અને તેના કારણે તેને ઘણી વખત ઉલ્ટી થઈ હતી. દાવા મુજબ સુરક્ષાના કારણોસર તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી અને સારવાર માટે ડૉક્ટરોની ટીમને તેમના ઘરે બોલાવવામાં આવી હતી. એક ચર્ચા એવી પણ સામે આવી હતી કે, દાઉદને ઝેર અપાયું છે

દાઉદ ઈબ્રાહિમ બીમાર હોવાની તમામ ખબરો પર પૂર્ણવિરામ, પાક.માં મજા કરે છે, જુઓ  કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો I Dawood Ibrahim is in good health in Pak,  punctuating all the ...

દાઉદને તાવ અને ઉલ્ટી થઈ 
દાઉદ ઈબ્રાહીમ કરાચીમાં તેના બંગલામાં હોવાના કોઈપણ પુરાવા વગર દાવો કરવામાં આવી રહ્યો છે. પહેલા માળે એક રૂમને વોર્ડ રૂમમાં ફેરવી દેવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેની દેખરેખ રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દાઉદને વારંવાર ઉલ્ટી થવાના કારણે 102 ડિગ્રી તાવ આવ્યાની વિગતો સામે આવી હતી. સોમવારે ડોક્ટરોની ટીમને ક્લિફ્ટન કરાચી બોલાવવામાં આવી હતી. 68 વર્ષના દાઉદને કરાચીમાં તેના બંગલામાં ડ્રિપની ત્રણ-ચાર બોટલ આપવામાં આવી હતી.

અત્યારે તબિયત સુધારા પર
ત્રણ દિવસની સારવાર બાદ કહેવામાં આવી રહ્યું છે કે દાઉદની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ તે પથારીમાં આરામ કરી રહ્યો છે. ઉલ્ટીને કારણે તે કમજોર બની ગયો છે અને પથારીમાંથી ઉઠવાની સ્થિતિમાં પણ નથી. ડોકટરોની ટીમ સતત તેની દેખરેખ હેઠળ છે. કહેવામાં આવી રહ્યું છે કે દાઉદી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી.

પોલીસ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે
દાઉદના નજીકના લોકોના જણાવ્યા અનુસાર તે તેના કરાચીના ઘરમાં 5થી 6 સુરક્ષા સ્તરોમાં રહે છે. લાંબા સમયથી ડી ગેંગ સાથે સંકળાયેલા દક્ષિણ મુંબઈમાં બેઠેલા તેના સાગરિતો સુધી જે માહિતી મળી છે તે મુજબ દાઉદને ફૂડ પોઈઝનિંગ થયું હતું જેના કારણે તેને ઉલ્ટી અને તાવ આવ્યો હતો. ડી કંપનીના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર બપોરે 3થી 4 વાગ્યા સુધીમાં આ મામલે સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે. મુંબઈ પોલીસના ઉચ્ચ સૂત્રોનું પણ કહેવું છે કે આ સમાચાર અંગે કોઈ પુષ્ટિ નથી, મુંબઈ ATS ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ એજન્સીઓના સંપર્કમાં છે. ડી કંપનીના સંચાલકોની ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

શું ચર્ચાઓ ચાલી રહી છે
રવિવાર રાતથી ભારતીય મીડિયામાં સમાચાર આવી રહ્યા છે કે દાઉદી ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું છે અને તે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસો લઈ રહ્યો છે. પાકિસ્તાની કેરટેકર પીએમ અનવારુલ હક કાકરની એક્સ-પોસ્ટનો નકલી સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો ભારતીય તપાસ એજન્સીઓ અને મુંબઈ પોલીસ પણ આ સંબંધમાં માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિનાની 27 તારીખે દાઉદનો જન્મદિવસ પણ છે જેના માટે કરાચીમાં અજાણ્યા સ્થળે પાર્ટી માટે કેટલાક ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ