બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / David Warner ruturaj Gaikwad has Orange Cap yuzvendra chahal Purple Cap

IPL 2023 / ડેવિડ વોર્નર નહીં, હવે ઋતુરાજ ગાયકવાડ પાસે ઓરેન્જ કેપ, પર્પલ કેપની રેસમાં કોણ છે આગળ?

Manisha Jogi

Last Updated: 11:30 AM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RRK બેટ્સમેન જોસ બટલરે 79 રનની શાનદાર ઈનિંગ રમીને ઋતુરાજ ગાયકવાડ પાસે ઓરેન્જ કેપ છીનવી લીધી છે.

  • એક જ દિવસમાં ત્રણ ખેલાડીઓએ ઓરેન્જ કેપ મેળવી.
  • ઋતુરાજ ગાયકવાડે અણનમ 40 રન કર્યા.
  • પર્પલ કેપની રેસમાં કોણ છે આગળ?

IPL 2023માં શનિવારના રોજ બે મેચ પછી પોઈન્ટ ટેબલની સાથે સાથે ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં પણ ફેરફાર થયો છે. પહેલી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમવામાં આવી હતી. RRK બેટ્સમેન જોસ બટલરે 79 રનની શાનદાર ઈનિંગ રમીને ઋતુરાજ ગાયકવાડ પાસે ઓરેન્જ કેપ છીનવી લીધી છે. જેના થોડા સમય પછી બીજી ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે  65 રનની ઈનિંગ રમીને ઓરેન્જ કેપ મેળવી લીધી છે. બીજી મેચમાં ઋતુરાજ ગાયકવાડે અણનમ 40 રન કર્યા છે અને ફરી એકવાર IPL 2023માં સૌથી વધુ રન કરનાર બેટ્સમેનની યાદીમાં ટોપ પર પહોંચી ગયા છે અને દિવસના અંતે પોતાની ઓરેન્જ કેપ મેળવી લીધી છે. આ પ્રકારે એક જ દિવસમાં ત્રણ ખેલાડીઓએ ઓરેન્જ કેપ મેળવી છે. 

IPL 2023માં સૌથી વધુ રન કરનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો CSKના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે 189 રન સાથે આ લિસ્ટમાં સૌથી ટોપ પર છે. ડેવિડ વોર્નર, જોસ બટલર, કાઈલ મેયર્સ અને શિખર ધવનનો ટોપ 5માં શામેલ છે. યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને વિરાટ કોહલી આ ત્રણ એવા બેટ્સમેન છે, જેમણે ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 100 રનનો આંકડો પાર કર્યો છે. 

પર્પલ કેપ પર નજર નાખવામાં આવે તો ટુર્નામેન્ટમાં પહેલી વાર માર્ક વુડ પાસેથી પર્પલ કેપ છીનવી લેવામાં આવી છે. રાજસ્થાન રોયલ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે દિલ્હી કેપિટલ્સની 3 વિકેટ લીધી છે. IPL 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરના લિસ્ટમાં માર્ક વુડ પહેલા સ્થાન પર છે. યુઝવેન્દ્ર ચહલનો ઈકોનોમી રેટ માર્ક વુડ કરતા સારો હોવાને કારણે આ પર્પલ કેપ યુઝવેન્દ્ર ચહલને આપવામાં આવી છે. ટહલે અત્યાર સુધીમાં 7.83 ઈકોનોમી રેટથી રન કર્યા છે, તથા માર્ક વુડે 7.87 ઈકોનોમી રેટથી રન કર્યા છે. આ બંને બોલરોએ 8-8 વિકેટ ઝડપી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ