બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / Dakshesh Mavani became the new mayor of Surat, know whose names have been selected for other positions

BIG BREAKING / સુરતના નવા મેયર બન્યા દક્ષેશ માવાણી, જાણો અન્ય હોદ્દાઓ પર કોના-કોના નામની કરાઇ પસંદગી

Malay

Last Updated: 10:29 AM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: અમદાવાદ અને વડોદરા મનપાના નવા પદાધિકારીઓની જાહેરાત કરાયા બાદ હવે સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની નિયુક્તિ કરવામાં આવી છે.

  • સુરતના નવા મેયરના નામની જાહેરાત
  • નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની નિયુક્તિ
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની પસંદગી

Surat News: અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતના નવા મેયરના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. દક્ષેશ માવાણી સુરતના નવા મેયર બન્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરત મનપાની અઢી વર્ષની ટર્મ સોમવારે પૂર્ણ થતાં મંગળવારે સવારે સરદાર સભાગૃહ ખાતે ખાસ સભા બોલાવવામાં આવી હતી. જેમાં હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.   

દંડક તરીકે ધર્મેશ વણીયાવાળાની વરણી
સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને દંડક તરીકે ધર્મેશ વણીયાવાળાની વરણી કરવામાં આવી છે. આજે ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પક્ષ દ્વારા આપવામાં આવેલા મૅન્ડેટને લઈને સરદાર સભાગૃહ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના તમામ કોર્પોરેટરો સાથે સંકલન બેઠક કરી હતી. જે બાદ મૅન્ડેટ થકી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડકના નામો જાહેર કર્યા હતા. 

સુરતના વિકાસ માટે કામ કરીશુંઃ નવા મેયર
મેયર તરીકે દક્ષેશ માવાણીનું નામ જાહેર કરાયા બાદ તેઓએ જણાવ્યું કે, અમે સુરતના મહત્વના કામોને વેગ આપીશું, સુરતના સર્વાંગી વિકાસ માટે તન-મન-ધનથી કામ કરીશું. દક્ષેશ માવાણીએ કહ્યું કે, સુરતમાં તાપી રિવરફ્રંટ મુખ્ય કામ રહેશે. સુરત મનપા સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન રાજન પટેલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પાર્ટીનો આભાર માન્યો. તેઓએ કહ્યું કે, ભાજપમાં જ કાર્યકર વોર્ડના કાર્યકરથી મોટા હોદ્દા પર આવી શકે છે. સુરત શહેરનો નંબર વન જાળવી રાખવો છે. 

સુરત મનપાના હોદ્દેદારોની નિમણૂંક
- સુરત મેયરઃ દક્ષેશ માવાણી
- ડે.મેયરઃ નરેશ પાટીલ
- શાસક પક્ષના નેતાઃ શશીબેન ત્રિપાઠી
- સુરત મનપાના દંડકઃ  ધર્મેશ વણીયાવાળા
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનઃ રાજન પટેલ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ