બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / dainik rashifal 20 october friday daily horoscope

રાશિફળ / આર્થિક ક્ષેત્રે સફળતા, લેણદેણમાં સાવધાની... આજે આ 5 રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે, જુઓ કોને ફાયદો-કોને નુકસાન

Manisha Jogi

Last Updated: 08:05 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 20 ઓક્ટોબર છે અને શુક્રવારનો દિવસ છે. તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે અને કાર્યક્ષેત્રે સફળતા મળવાનો કેવો યોગ છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • આજે 20 ઓક્ટોબર અને શુક્રવાર
  • તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે?
  • સફળતા મળવાનો કેવો યોગ છે?

મેષ- આજે કાર્યક્ષેત્રે ધીરજપૂર્વક અને સંયમથી કામ કરવું. સરકારી નોકરીમાં કાર્યરત લોકોની પ્રગતિ થશે. અધૂરા કાર્ય પૂર્ણ થવાને કારણે મનોબળમાં વૃદ્ધિ થશે. વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. 

વૃષભ- આજે કાર્યક્ષેત્રે અજાણી વ્યક્તિ પર વધુ ભરોસો ના કરવો, નહીંતર છેતરપિંડી થઈ શકે છે. રાજનીતિમાં વિરોધીઓ સાથે શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. 

મિથુન- આજે કાર્યક્ષેત્રે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. અધૂરા કાર્ય પૂર્ણ થવાને કારણે મનોબળમાં વૃદ્ધિ થશે. મહત્ત્વપૂર્ણ કાર્યની જવાબદારી અન્ય વ્યક્તિઓને ના આપવી. 

કર્ક- આજે કાર્યક્ષેત્રે સાહસિક તથા જોખમી કાર્ય કરવામાં સફળતા પ્રાપ્ત થશે. મનોબળ અને સાહસમાં વૃદ્ધિ થશે. સહયોગીઓ તમારા સાહસ અને કામની પ્રશંસા કરશે. 

સિંહ- સારો વ્યવહાર કરવો. મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત કરવાથી કાર્યક્રમમાં ફેરબદલ થઈ શકે છે, જેથી મૂડ સારો નહીં રહે. કાર્યક્ષેત્રે કેટલાક ઉતાર ચઢાવ રહેશે. 

કન્યા- આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. અગાઉ જે પણ દેવું લીધુ હશે, તે પૂરું કરવામાં સફળતા મળશે. આર્થિક ક્ષેત્રે જે પણ કોશિશ કરવામાં આવશે, તેમાં સફળતા પ્રાપ્ત થશે. લેવડ દેવડ કરતા સમયે સાવધાની રાખવી. 

તુલા- સુરક્ષા વિભાગમાં કાર્યરત લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. વિરોધીઓ અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. કાયદાકીય બાબતોમાં ભાગદોડ કરવી પડશે. 

વૃશ્વિક- કાર્યક્ષેત્રે સિનિયર વ્યક્તિઓ સાથે તાલમેલ જાળવી રાખવો અને વિવાદમાં ના પડવું. ઈન્ટરનેશનલ કંપનીઓમાં કામ કરતા લોકોને સહયોગીની મદદથી રાહત મળી શકે છે. 

ધન- જે પણ કામ અટકેલા છે, તે પૂર્ણ થવાનો યોગ બની રહ્યો છે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવશો. રાજનીતિક્ષેત્રે રુચિમાં વૃદ્ધિ થશે. લોકો તમારા વ્યવહારથી પ્રભાવિત થશે. સામાજિક, ધાર્મિક કાર્યમાં અભિરુચિ વધશે. 

મકર- બિઝનેસમાં કારણવગર કોઈ તકલીફનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કર્યા પછી સફળતા મળી શકે છે. પોતાની ભૂલના કારણે નુકસાન થઈ શકે છે. 

કુંભ- તમારું સાહસ અને કામ જોઈને વિરોધીઓ આશ્ચર્યચકિત થઈ જશે. બિઝનેસમાં કઠિન પરિશ્રમ કર્યા પછી સફળતા મળવાનો યોગ બની રહ્યો છે. બેરોજગારને રોજગારપ્રાપ્તિ થશે. 

મીન- મ્યુઝિક ક્ષેત્રે સંકળાયેલ લોકોને સફળતા તથા સમ્માન પ્રાપ્ત થશે. બિઝનેસમાં આવક વૃદ્ધિ થશે. રાજનૈતિક વ્યક્તિઓ સાથે સંબંધ વધુ મજબૂત થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Daily Horoscope Horoscope Rashifal astro news dainik rashifal આજનું રાશિફળ એસ્ટ્રો ન્યૂઝ એસ્ટ્રોલોજી રાશિફળ હોરોસ્કોપ Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ