ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dahod Jesawada village A round donkey fair is held

દાહોદ / ગુજરાતનો ગોળ ગધેડાનો મેળો: વૃક્ષ ચઢતા યુવકોને યુવતીઓ મારે છે સોટીથી માર, કારણ રસપ્રદ

Published By: Dinesh Chaudhary

Last Updated: 07:41 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dahod news: દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે

ADVERTISEMENT

Dahod news: દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને ખૂબજ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો તહેવાર માનવતા હોય છે. આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનોખી હોય છે. જેમાં એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો. દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે 

આ મેળાની અનોખી છે પરંપરા
વિગતે વાત કરીએ તો આ ગામની વચ્ચો વચ્ચ એક સીમળાનાં ઝાડનું થડ રોપેલું હોય છે જેને લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે અને તેની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાડવામાં આવે છે. આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ સિમળાના ઝાડના થડની આજુબાજુ ઢોલ નગારા સાથે ફરે છે અને આદિવાસી નૃત્ય કરે છે. હાથોમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે અને ઉભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે. ગામના કુવારા યુવકો સિમળાના ઝાડના થડની આજુ બાજુ ગોઠવાઈ જાય છે અને યુવતીઓ પણ હાથોમાં સોટીઓ લઈને આ યુવકોને ઘેરી લે છે. જો કોઈ પણ યુવક આ થડ પર ચઢવાની કોશિસ કરે તો તરત જ યુવતીઓ સોટીઓનો અસહ્ય મારો ચલાવે છે. તેમ છતાય જો કોઈ યુવક ટોચ પર ચડીને ગોળની પોટલી મેળવી લે તો તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો મોકો મળે છે. જોકે હાલ આ પ્રથા રહી નથી પરંતુ વર્ષો પહેલા જે કોઈ યુવક ગોળની પોટલી લેવામાં સફળ નીવડે તે ગામની કોઈપણ યુવતી સાથે લગ્ન કરી શકતો હતો. હાલ તો ગોળ ગધેડાનો મેળો માત્ર મનોરંજન પુરતો જ રહ્યો છે 

વાંચવા જેવું: દમણ-દીવ બેઠક પર પટેલ v/s પટેલ, જાતિ સમીકરણથી જંગ ચકરાવે ચડયો, ઇતિહાસનું પાનું ફરશે?

આ મેળા જોવા લોકો દૂર દૂરથી આવે છે
આમ તો ગોળ ગધેડાનો મેળો રાજા રજવાડાઓના જમાંનાથી જ ચાલતો આવે છે. કારણ કે એવી માન્યતા છે કે, કોઈ વિરલોજ આટલી સોટીઓના માર વચ્ચે આ થડની ટોચ પર પહોચી શકે છે. તે પોતાની પત્નીને તથા પરિવારને રક્ષણ આપી શકે છે માટે આજે પણ આ વર્ષો જૂની પરંપરાને ટકાવી રાખવા માટે આ ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવે છે. આજે પણ આ મેળા ને જોવા માટે લોકો દૂર દૂરથી અહિયાં ઉમટી પડે છે .

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Gola Gadhedano melo Round donkey fair dahod news ગોળ ગધેડાનો મેળો દાહોદ ન્યૂઝ dahod NEWS

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ