બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Dabhodaya Hanuman Dada Mandir is a self-manifested idol of Hanuman at Dabhoda village in Gandhinagar.

દેવ દર્શન / ગુજરાતમાં અહીં ગાયે બતાવ્યા હતા હનુમાનજી, અંગ્રેજ હુકૂમત પણ માથું નમાવતી, ડબ્બો ચઢાવવાનું મહાત્મ્ય

Dinesh

Last Updated: 07:15 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: ગાંધીનગરના ડભોડા ગામે હનુમાનજીની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ સુપ્રસિદ્ધ ડભોડિયા હનુમાન દાદાનુ મંદિર ભાવિકોની આસ્થાનુ કેન્દ્ર છે.

કળિયુગમાં સૌથી વિશેષ પૂજાતા દેવ એટલે હનુમાનજી દાદા, દરેક દુઃખીયાનાં દુઃખ દૂર કરતાં અને તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરતાં દેવ રામભક્ત હનુમાનજી ડભોડા ગામે બિરાજમાન છે. ગાંધીનગરના ડભોડા ગામે હનુમાનજીની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ સુપ્રસિદ્ધ ડભોડિયા હનુમાન દાદાનુ મંદિર ભાવિકોની આસ્થાનુ કેન્દ્ર છે. અંગ્રેજ હુકૂમત પણ જ્યાં માથું નમાવીને ઝૂકી હતી અને અંગ્રેજોએ પણ દાદાને તેલનો ડબ્બો ચડાવ્યો હતો. વર્ષોથી હનુમાનજી મંદિરમાં દર કાળી ચૌદશનાં દિવસે હનુમાનદાદાને નિયમિત તેલનો ડબ્બો ફરજિયાત ચડાવવામાં આવે છે. અને આજે પણ વેસ્ટર્ન રેલ્વે વિભાગ દ્વારા એક તેલનો ડબ્બો ડભોડિયા હનુમાનજીના મંદિરે ચઢાવવામાં આવે છે.

કળિયુગમાં સૌથી વિશેષ પૂજાતા દેવ એટલે હનુમાનજી 
ડભોડા ગામમાં વર્ષો પુરાણું ડભોડા દાદાનું મંદિર આવેલું છે. જ્યાં લાખો શ્રદ્ધાળુઓ હનુમાનજી દાદાનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. શનિવાર અને મંગળવારના દિવસે ખૂબ મોટી સંખ્યામાં દરેક વયના ભાવિકો દાદાના દર્શને આવે છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનુ હનુમાનદાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર આવેલું છે. એક લોકવાયકા મુજબ ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો હાલના ડભોડા અને તે સમયના દેવગઢના જંગલમાં આવતાં હતાં. તેમાંથી એક ટીલડી ગાય ગાયોના ટોળામાંથી છૂટી પડીને એક નિશ્ચિત જગ્યાએ ઊભી રહી નમન કરતી અને સાંજ પડે ગાયોના ટોળામાં પાછી આવી જતી હતી. ભરવાડોએ રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કરી અને રાજાએ જાત તપાસ બાદ રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવતા હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવી એટલે મોટો યજ્ઞ કરીને મૂર્તિની સ્થાપના કરવામાં આવી જે શ્રી ડભોડીયા હનુમાનજી મંદિર બન્યુ, મંદિર બન્યા બાદ ત્યાં માનવ વસવાટ થયો અને જે ગામ બન્યું તે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે.

જાણો લોકવાયકા
જૂના સમયના નાનકડા હનુમાન મંદિરને સમય વીતતાં જિર્ણોદ્ધાર કરી મોટુ મંદિર બનાવવામાં આવ્યુ. એક લોકવાયકા પ્રમાણે મંદિરના મહંતશ્રી સ્વ. જુગલદાસજીએ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં ક્યારેય કાતરા કે તીડ નહીં પડે તેવા આશીર્વચન આપ્યા હતા અને આજે પણ ડભોડા ગામના સરહદી વિસ્તારમાં કાતરા કે તીડ પડતા નથી. દર શનિવારે દાદાના અલગ અલગ મંદિરે દર્શન કરવા જતા ઘણા ભાવિકો ડભોડા મંદિરે દર્શન કરવા આવે છે. ભાવિકોને દાદામાં અતૂટ શ્રદ્ધા છે એટલે દાદા ક્યાંય પણ બિરાજમાન હોય, બસ જો શ્રદ્ધા હોય તો તે તમારી પડખે જ છે.  

 

દાદાનો મહીમા દિવસે ને દિવસે વધતો જાય છે
ગાંધીનગર જિલ્લામાં ડભોડા ખાતે આવેલા લગભગ 1000 વર્ષ જૂના ડભોડીયા હનુમાનજી દાદાના મંદિરમાં કાળીચૌદશના લોકમેળા પ્રસંગે 350 ડબ્બા તેલનો અભિષેક કરવામાં આવે છે અને લોકો પોતાની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે ડભોડીયા હનુમાનજીની બાધા રાખે છે. ઘણા એવા ભાવિકો દાદાના દર્શને આવતા થયા છે જેમણે મંદિરે આવવાનુ ચાલુ કર્યા બાદ તેમના જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ આવ્યા હોય, તેમના જીવનમાં સુખ શાંતિ આવી હોય અને એટલે જ તેમની શ્રદ્ધા આસ્થા અતૂટ થઈ હોય. પવિત્ર મંદિરમાં હનુમાન દાદાને ચોખ્ખા ઘીની સુખડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આમ હજારો વર્ષ પુરાણા ડભોડા મંદિરે આવતાં લાખો ભક્તોનાં દુઃખ દૂર કરતાં દાદાનો મહીમા દિવસે ને દિવસે વધતો જાય છે.

વાંચવા જેવું: આજે આ 4 જિલ્લાના લોકોને રાત કાઢવી પડશે મુશ્કેલ, ગરમ રાત્રિની આગાહી, થશે અકળામણ

મહાઆરતી કરવામાં આવે છે
ડભોડામાં સ્વયંભૂ બિરાજમાન દક્ષિણમુખી હનુમાનજીના પ્રાગ્ટ્ય દિવસ ચૈત્રીસુદ પૂનમે મંદિરે સવારે પાંચ વાગે મંગળા આરતી, સવા આઠ વાગે નગરમાં શોભાયાત્રા, સવા નવ વાગે 1111 તેલના ડબ્બાથી દાદાનો આભિષેક કર્યા બાદ 108 દીવાની મહાઆરતી કરવામાં આવે છે. અને આખા દિવસ દરમ્યાન મંદિરે અઢી થી ત્રણ લાખ દર્શનાર્થીઓ દાદાના દર્શનનો લાભ લઈ પાવન થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ