બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Cylinder refill scam with illegal gas sales, check you didn't buy gas from this, did you?

અમદાવાદ / ગેરકાયદે ગેસ વેંચવા સાથે સિલીન્ડર રીફીલનું મસમોટું કૌભાંડ, ચેક કરજો તમે તો આમની પાસેથી ગેસ નથી ખરીદ્યો ને ?

Mehul

Last Updated: 10:27 PM, 8 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંડોળા તળાવ પાસે કોમર્શિયલ ગેસ અને ઘરેલું ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે વેચવાનું કૌભાંડ ચાલતું હતું. ઇસનપુર પોલીસે રેડ કરી 248 ગેસ સિલિન્ડર સાથે ત્રણ શખ્સોની કરી ધરપકડ

  • ગેસની ચોરીના રેકેટનો પર્દાફાશ
  • ઈસનપુર પોલીસે 3 ની કરી ધરપકડ
  • પાંચ લાખથી વધુ કીમતનાં સીલીન્ડર જપ્ત  

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી ચંડોળા તળાવ પાસે કોમર્શિયલ ગેસ સીલીન્ડર અને ઘરેલું ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે વેચવાનું કૌભાંડ ચાલતું હતું. જે અંગે ઇસનપુર પોલીસ ને ચોક્કસ હકીકત મળતા રેડ કરી 248 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. અને ૩ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આ ત્રણે આરોપીઓ છેલ્લા એકાદ વર્ષ થી ગેસ સિલિન્ડર ચંડોળા તળાવ પાસે રાખતા હતા અને ત્યાંથી જ  અલગ અલગ જગ્યાએ વહેંચણી કરતા.

ખાલી સિલિન્ડર માં ગેસ ભરતા 

મુખ્ય આરોપી રાજુ શ્રીવાસ મૂળ વટવા વિસ્તારનો રહેવાસી છે. અને ગેસ એજન્સી ના લાયસન્સની આડમાં કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલેન્ડર માંથી ગેસ ચોરી કરી અન્ય સિલિન્ડરોમાં ટ્રાન્સફર કરી લાખો રૂપિયા કમાતો. જોકે અન્ય બે આરોપી સતેન્દ્ર સિંહ શ્રી વાસ અને અજય યાદવ તેના જ પરિચિત મિત્રો હતા. જેઓ આ ગેસ સિલિન્ડરો ને ખાલી કરી વેચવામાં મદદગારી કરતા હતા .હાલ તો પોલીસે 248 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. જે કબ્જે કરાયેલ સિલિન્ડરની  અંદાજિત કિંમત 5 લાખથી વધુની માનવામાં આવી રહી છે.

હજુ ઘણા ભેદ ખુલવાની આશા 

હાલ તો ગેસ સિલિન્ડરના આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં ઈસનપુર પોલીસની સફળતા મળી છે. ત્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1500 થી 2000 રૂપિયામાં વેચતો હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે સવાલ એ થાય છે કે ચંડોળા તળાવ પાસે આટલી મોટી માત્રામાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા ત્યાં કોઈ મોટી હોનારત કે બનાવ બન્યો હોત તો તેના માટે જવાબદાર કોણ ?  બીજી તરફ આ ત્રણ આરોપીઓ સિવાય અન્ય લોકો પણ અમદાવાદના કયા વિસ્તારમાં ગેસ સિલિન્ડર સપ્લાય કરતા હતા અને બીજા કયા આરોપીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 


          

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ