બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / currents were seen in the Arabian Sea of girsomnath

એલર્ટ / અરબી સમુદ્રમાં ઉછળ્યા 9 ફૂટ ઊંચા મોજા ! દરિયો તોફાની બનતા તંત્ર એલર્ટ, આ બંદર પર હજુ પણ 3 નંબરનું સિગ્નલ યથાવત

Khyati

Last Updated: 04:40 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની છે આગાહી, દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ

  • સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ 
  • અરબી સમુદ્રમાં 9 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
  • મામલતદારે લોકોને સાવચેત રહેવા આપી સૂચના 

ગુજરાત પરથી ડિપ ડિપ્રેશનની અસર જોવા નહી મળે તેમ હવામાન વિભાગે જણાવ્યું પરંતુ હજી 48 કલાક દરિયો તોફાની બની રહે તેવી શક્યતાને પગલે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.  તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જો વાત કરીએ દરિયાકાંઠા વિસ્તારની તો ત્યાં હાલમાં કેવી સ્થિતિ છે અને તંત્ર દ્વારા શું તકેદારી રાખવામાં આવી છે તે વિશે જાણીએ.

ગીરસોમનાથ : બંદરો પર 3નંબરનું સિગ્નલ

તો ગીર સોમનાથમાં દરિયો તોફાની બન્યો છે. અરબી સમુદ્ર્માં 9 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી બાદ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ  છે. જેને લઇને સૂત્રાપાડા મામલતદારે અરબી સમુદ્ર તટની મુલાકાત લીધી. તેઓએ નાગરિકોને અપીલ કરી હતી કે નીચાણવાળા વિસ્તારોમાં ન જાય, જ્યાઁથી પાણી પસાર થતુ હોય ત્યાં જવાની હિંમત ન કરે. નદી-નાળામાં ન્હાવા ન જાય તેવી પણ સૂચના આપી હતી. માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. તો બીજી તરફ ગીર સોમનાથના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

અમરેલી : બંદર પર 1 નંબરનું સિગ્નલ

આ તરફ અમરેલીના જાફરાબાદમાં 3 નંબરનું સિગ્નલ હટાવીને 1 નંબરનું  સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 1 નંબરનું સિગ્નલ બહુ ગંભીર ગણાતુ નથી પરંતુ  તેમ છતાં પણ માછીમારોને સાવચેત કરાયા છે. આ ઉપરાંત દ્વારકા, જામનગર, વેરાવળ, નવલખી અને પોરબંદરમાં પણ તંત્ર  એલર્ટ મોડમાં છે. અહીના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ જણાવ્યુ છે. મહત્વનું છે કે  પોરબંદર, જૂનાગઢ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

 

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી 

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ સક્રિય હતી તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ છે.  જોકે આ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહી જોવા મળે. આ તરફ આગામી 48 કલાક માટે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. 

ગુજરાતમાં હજુ એક દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

 

કયુ સિગ્નલ શું સૂચવે છે ?


સિગ્નલ નંબર-01
પવનની ગતિ 1 થી 5 કિલોમીટરની હોય ત્યારે આ એક નંબરનું સિગ્નલ લગાવાય છે બહુ ગંભીર નથી હોતો પવન

સિગ્નલ નંબર-02
પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-03
આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય.

સિગ્નલ નંબર-04
ચાર નંબરનુ સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતો હોય ત્યારે લગાવાય છે.

સિગ્નલ નંબર-05
બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે ફુંકાતા પવનની ગતિ 30 થી 39 કિલોમીટરની હોય છે.

સિગ્નલ નંબર-06
જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-07
જ્યારે વહેતા પવનની ઝડપ 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

સિગ્નલ નંબર-08
દરિયામાં કે દરિયાકાંઠે ફુંકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-09
જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-10
જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતિ, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર -11
સમુદ્રમાં ફુંકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-12
જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે. મોટાભાગે 11 નંબર સુધીના જ સિગ્નલ ભારતમાં લગાવાય છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવાય છે. અગાઉ પવનની ગતીને ધ્યાને લઈને કુલ 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરાયુ હતું. પરંતુ મોટે ભાગે ભય સુચક સિગ્નલનો વપરાશ 12 નંબર સુધીનો કરવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો ઉપયોગમાં લેવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ