ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / ઉનાળાની કાળઝાળ ગરમીથી શરીરને બચાવશે આ કર્ડ રાઈસ, જાણો બનાવવાની રીત

તમારા કામનું / ઉનાળાની કાળઝાળ ગરમીથી શરીરને બચાવશે આ કર્ડ રાઈસ, જાણો બનાવવાની રીત

Published By: Jinal Chauhan

Last Updated: 08:40 AM, 2 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઉનાળામાં એવું ખાવાનું શોધી રહ્યા છો જે પેટને ઠંડક આપે સાથે જ હળવું હોય અને સહેલાઈથી પચી જાય, તો કર્ડ રાઈસ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ માત્ર સ્વાદિષ્ટ જ નહી પણ ગટ હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

ADVERTISEMENT

ઉનાળામાં ઘણી વાર એવું ખાવાનું મન થાય છે જે હળવું હોય પેટને ઠંડક આપે અને સરળતાથી પચી જાય. આવી સ્થિતિમાં સાઉથ ઇન્ડિયન કર્ડ રાઈસ એક બેસ્ટ ઓપ્શન છે. જે માત્ર ખાવામાં સ્વાદિષ્ટ જ નહીં પણ ગટ હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર કર્ડ રાઈસ તમને આખો દિવસ એનર્જેટિક રાખે છે અને ઉનાળામાં લૂથી બચવામાં પણ મદદ કરે છે.

સામગ્રી

  • 1 કપ રાંધેલા ચોખા
  • 1 કપ દહીં
  • 3 ચમચી તેલ
  • 5 લીલા મરચાં (બારીક કપેલા)
  • 1/2 નાનો ટુકડો આદુ (બારીક કપેલું)
  • 1 ચમચી લીલું ધાણું (કપેલું)
  • 1 ચમચી રાઈ
  • 3 ચમચી ચણા દાળ
  • 1 ચપટી હીંગ
  • 5-6 કરી પત્તા
  • 2 સુકા લાલ મરચાં
  • મીઠું સ્વાદ અનુસાર
VTV Job Vacancy

આ પણ વાંચોઃ ખાંડ વગર કેવી રીતે બનાવીશું ઠંડો કેરીનો શરબત, બાળકો ભૂલી જશે બજારનો શરબત

દહીં ચોખા કેવી રીતે બનાવશો?

  • સૌથી પહેલા એક મોટા બાઉલમાં તાજું દહીં લો અને તેને સારી રીતે ફેન્ટો જેથી તેમાં ગાંઠો ન રહે.
  • હવે તેમાં રાંધેલા ચોખા ઉમેરો. જો ચોખા થોડા કઠણ હોય તો હળવે હાથથી મેશ કરી લો જેથી તે દહીંમાં સારી રીતે મિક્સ થઈ જાય. પછી તેમાં લીલા મરચાં, લીલું ધાણું અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.
  • હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, ચણા દાળ, સુકા લાલ મરચાં, હીંગ અને કરી પત્તા નાખીને હળવાં તળો.
  • તડકો તૈયાર થઈ જાય પછી તેને દહીં-ચોખાના મિશ્રણમાં નાખો અને સારી રીતે મિક્સ કરો.
  • હવે તમારા સ્વાદિષ્ટ દહીં ચોખા તૈયાર છે. તમે તેને તરત જ પીરસી શકો અથવા થોડા સમય માટે ફ્રિજમાં મૂકી વધુ ઠંડા કરીને ખાઈ શકો.
  • આને તમે કેરીના અથાણાં અથવા પાપડ સાથે પીરસી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

easy south indian recipe summer cooling food curd rice recipe

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ