બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:56 PM, 17 April 2024
ઉનાળામાં મોટાભાગના લોકો દહીંનું સેવન કરે છે. અમુક લોકો દહીં ખાંડ સાથે ખાવાનું પસંદ કરે છે તો અમુક લોકો મીઠા સાથે. ત્યાં જ અમુક એવા પણ લોકો છે જે દહીં એકલું જ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આમ કરવું યોગ્ય નથી. કારણ કે દહીંની તાસીર ગરમ હોય છે.
ADVERTISEMENT
દહીંમાં કુદરતી અમ્લીય હોય છે અને તેમાં કંઈ મિક્સ કર્યા વગર ન ખાવું જોઈએ. તેનાથી સ્કીન સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. એવામાં સવાલ એ થાય છે કે આખરે દહીંનું સેવન કેવી રીતે કરવું જોઈએ? હેલ્ધી રહેવા માટે દહીંમાં ખાંડ ઉમેરવી જોઈએ કે મીઠુ?
ADVERTISEMENT
શું કહે છે આયુર્વેદ?
આયુર્વેદમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે દહીંને રાત્રે ન ખાવું જોઈએ. પ્રયત્ન કરો કે દહીંનું સેવન રોજ ન કરો. આટલું જ નહીં સાદુ દહીં ખાવાની જગ્યા પર તેમાં મગની દાળ, મધ, ઘી, શાકર અને આંમળા મિક્સ કરીને ખાઓ. આમ કરવાથી હેલ્થને ઘણા મોટા ફાયદા થાય છે.
મીઠામાં ભોજનનો સ્વાદ બદલાવી ક્ષમતા હોય છે. તેના માટે દહીંમાં થોડા પ્રમાણમાં મીઠુ મિક્સ કરીને ખાવાથી ઘણા નુકસાન થઈ શકે છે. જ્યારે તમે રાત્રે દહીંનું સેવન કરો છો તો ડોક્ટર મીઠુ નાખવાની સલાહ આપે છે કારણ કે માનવામાં આવે છે કે આ પાચન તંત્રને ઠીક કરે છે. આ શરીરમાંથી ઝેરી તત્વો પણ બહાર કરે છે. પરંતુ દહીંનું નેચર એસિડિક હોય છે. એવામાં તે પેટમાં ગેસ બનાવે છે. માટે દહીંમાં વધારે મીઠુ નાખીને ન ખાવું.
થઈ શકે છે આ સમસ્યાઓ
દરરોજ દહીંમાં મીઠુ નાખીને ખાવાથી સ્કિનની સમસ્યાઓ પેદા થઈ શકે છે. આમ કરવાથી હેરફોલ, ઉંમર પહેલા સફેદ વાળ અને સ્કીન પર દાળા નિકળી શકે છે. માટે દહીંમાં મીઠુ નાખવાથી બચવું જોઈએ.
વધુ વાંચો: ઘાયલ થયા બાદ લોહી અટકવાનું નામ નથી લઇ રહ્યું? તો હોઇ શકે છે આ બીમારીના લક્ષણ, જાણો ઉપાય
ત્યાં જ ખાંડની વાત કરવામાં આવે તો દહીંમાં ખાંડ મીક્સ કરીને ખાવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હકીકતે દહીંમાં જ્યારે ખાંડ મિક્સ કરવામાં આવે છે. તો તેની તાસીર ઠંડી થઈ જાય છે અને તેને ખાવાથી કોઈ નુકસાન નથી થતું. દહીંમાં ગોળ મિક્સ કરવો પણ ફાયદાકારક છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.