બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Bleeding after injury can cause of hemophilia check symptoms on world hemophilia

હેલ્થ ટિપ્સ / ઘાયલ થયા બાદ લોહી અટકવાનું નામ નથી લઇ રહ્યું? તો હોઇ શકે છે આ બીમારીના લક્ષણ, જાણો ઉપાય

Arohi

Last Updated: 02:52 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Hemophilia Day 2024: જો તમને ક્યાંક ઈજા પહોંચ્યા પછી લોહી રોકાતુ નથી તો તમે Hemophiliaનો શિકાર હોઈ શકો છો. જાણો કેમ થાય છે આ બીમારી અને શું છે તેના લક્ષણ?

શરીરમાં ક્યાંક કટ કે ઈજા પહોંચ્યા પછી લોહી નિકળવું સામાન્ય વાત છે. પરંતુ થોડી વાર બાદ લોહી નિકળતુ બંધ થઈ જાય છે અને શરીર તે જ્યાર પર લોહીને જમાવી દે છે. જેનાથી વધારે લોહી વહેવાથી રોકાઈ જાય છે. પરંતુ ઘણી વખત લોહી જામતું નથી અને સતત ભારે પ્રમાણમાં લોહી વહેવા લાગે છે. 

જો તમને પણ આવી સમસ્યા થઈ રહી છે તો તેને હીમોફીલિયા કહેવામાં આવે છે. આ એક એવી મેડિકલ કંડીશન છે જ્યારે શરીરમાં બ્લડ ક્લોટિંગ જ નથી થઈ શકતું. આવા લોકોમાં ભીંગડુ જમાવતું પ્રોટીન ઓછુ થવા લાગે છે. 

હીમોફીલિયા થવા પર ખૂબ જ લોહી વહી જાય છે. ઘણી વખત ઈન્ટરનલ બ્લીડિંગ તમારા જીવ માટે ખતરો બની શકે છે. દર વર્ષે 17 એપ્રિલે વર્લ્ડ હીમોફીલિયા ડે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને હીમોફીલિયા જેવી ગંભીર સમસ્યા વિશે જાગૃત કરવામાં આવે છે. 

હીમોફીલિયાના કારણ 
મોટાભાગના કેસમાં આ સમસ્યા આનુવંશિક કારણથી જોવામાં આવે છે. જો પરિવારમાં કોઈને એવી સમસ્યા છે તો તમને પણ તેનો ખતરો વધી શકે છે. સ્ટડીઝ અનુસાર મહિલાઓના મુકાબલે પુરૂષોમાં હીમોફીલિયા થવાનો ખતરો વધારે રહે છે. 

જ્યારે કોઈ વ્યક્તિનું લોહી વહે છે તો શરીર લોહીને રોકવા માટે રક્ત કોશિકાઓને ભેગી કરે છે અને તેનાથી ભીંગડુ જમાવી દે છે. પરંતુ હીમોફીલિયા થવા પર ક્લોટિંગ ઓછું થઈ જાય છે અથવા બની જ નથી શકતું. 

વધુ વાંચો : સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે આ દેશી ફ્રીજનું પાણી, જેનું સેવન કરવાથી શરીરને થશે અનેક ફાયદા

હીમોફીલિયાના લક્ષણ 

  • વગર કોઈ કારણે લોહી વહી જવું 
  • કટ બાદ વધારે બ્લીડિંગ થવી 
  • નોર્મલ રીતે લોગી ન રોકાવુ
  • મૂત્ર કે મળમાં રક્ત આવવું 
  • નાકમાંથી મોટાભાગે લોહી આવવું 
  • ઈન્જેક્શન કે વેક્સીન બાદ વધારે લોહી વહેવું

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Health News World Hemophilia Day 2024 bleeding hemophilia injury હીમોફીલિયા Health News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ