બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / પ્રેમિકાની હત્યા બાદ લાશ બાંધી સૂટકેશમાં ભરી, મૃતદેહ લઈને જતો CCTVમાં થયો હતો કેદ, ભેદ ઉકેલાયો
Last Updated: 12:58 PM, 5 November 2025
સુરત જિલ્લાના કોસંબામાં ટ્રોલીબેગમાંથી લાશ મળી આવવાના મામલાને ઉકેલવામાં પોલીસને મહત્વની સફળતા મળી છે. ટ્રોલી બેગમાંથી જે યુવતીની લાશ મળી આવી હતી તે યુવતીના પ્રેમીએજ આ હત્યાને અંજામ આપ્યો હતો.
ADVERTISEMENT
મહત્વનું છે કે કોસંબામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં રોડની બાજુથી એક ટ્રૉલી બેગ મળી આવી હતી અને જેમાથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મહિલાની ક્રુર હત્યા કરીને તેના પગ બાંધીને એક ટ્રૉલી બેગમાં તેના મૃતદેહને ભરીને રોડની બાજુ પર મૂકી દેવામાં આવી હતી.
ટ્રોલી બેગમાંથી અંદાજિત 25 વર્ષની એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં મોઢું દબાવવાથી ગૂંગળામણના કારણે મહિલાનું મોત થયું હોવાનું જણાયું હતું. આ ઘટના બાદ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ સમગ્ર ઘટનાનું કોકડું ઉકેલી નાંખ્યું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પ્રેમમાં કરી નાખ્યું! જાનુંને ફ્લેટ લેવડાવ્યો, પાસા થઈ તો તેણે બીજો મુરતિયો શોધ્યો, પછી ખૌફનાક બન્યું
મહિલાનો પ્રેમી જ તે બેગ લઇને જતા સીસીટીવી કેમેરામાં કૈદ થયો હતો. તેણે આ બેગ કોસંબાની એક દુકાનમાંથી ખરીદી હતી. આરોપી પતિનું નામ રવિ શર્મા છે.. આરોપી મૂળ બિહારનો વતની છે. જે યુવતીની તેણે હત્યા કરી તેની સાથે તેને પ્રેમ સંબંધ હતો. યુવતી લાંબા સમયથી આરોપી સાથે જ રહેતી હતી. જો કે લગ્ન માટે દબાણ કરતા તેણે તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે..
ADVERTISEMENT
આરોપીએ બોડીના કટકા નહોતા કર્યા પરંતુ લાશને બાંધીને બેગમાં મુકવામાં આવી હતી. કોસંબા ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાંથી લાશ મુકેલી ટ્રોલી બેગ મળી આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.