બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Cricket World Cup will prove to be a boost to the countrys economy

બિઝનેસ / CWC 2023: વર્લ્ડકપના કારણે દેશમાં ચાલતા આ 3 સેક્ટરો થઇ જશે માલામાલ! અનિલ કુંબલેનો ચોંકાવનારો દાવો

Kishor

Last Updated: 06:27 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન ચાલી રહ્યું છે. જેને લઈને દેશની અર્થતંત્રમાં નવા પ્રાણ પુરાય તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. આ આયોજન અર્થવ્યવસ્થાને વેગ આપનારું સાબિત થશે.

  • ક્રિકેટ વર્લ્ડ કપ દેશની અર્થતંત્રમાં નવા પ્રાણ પૂરશે
  • વર્લ્ડ કપ અર્થવ્યવસ્થાને વેગ આપનાર સાબિત થશે
  • અનિલ કુંબલેનો દાવો આ 3 સેક્ટર બનશે અમીર

ક્રિકેટ વર્લ્ડ કપને લઇને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. એક પછી એક રોમાંચક મેચો સાથે ક્રિકેટ વર્લ્ડ કપ સેમિફાઇનલ અને ફાઇનલ તરફ આગળ વધી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ભારત આ ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે અને પ્રબળ દાવેદાર પણ મનાઈ રહ્યું છે. ત્યારે દર્શકોની સાથે સાથે બજારમાં પણ રોનક જોવા મળી રહી છે. ઘણા નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે ક્રિકેટ વર્લ્ડ કપની લઈ દેશની અર્થવ્યવસ્થાને તગડો ફાયદો થશે તો હવે પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે એ પણ મોટો દાવો કર્યો છે.

ધોનીને ફરી ટીમમાં જગ્યા મળશે કે નહી તેના પર વિશ્વાસ નથી' | Should Dhoni  continue? Kumble 'not sure' but wants a 'proper Send off'

આ ઉદ્યોગોને સીધો લાભ 
અનિલ કુંબલેએ LinkedIn પર એક પોસ્ટમાં લખ્યું, કે માત્ર ક્રિકેટ જ નહીં પ્રવાસ અને પર્યટન, હોસ્પિટાલિટી, જાહેરાત અને મર્ચેન્ડાઇઝિંગ જેવા ઘણા ઉદ્યોગોનો વિકાસ બમણી ગતિએ આગળ વધશે. આ ઉદ્યોગોમાં તગડા નફા મળશે અને એકંદર અર્થતંત્રને પ્રોત્સાહન આપે છે. 

જાહેરાત ઉદ્યોગ
અનિલ કુંબલેએ કહ્યું કે આ ઇવેન્ટથી ક્રિકેટ વર્લ્ડ કપને લઈ માર્કેટિંગ જાહેરાત ઉદ્યોગમાં સોનાનો સુરજ ઉગશે.વધુમાં કહ્યું કે આ ઇવેન્ટે બ્રાન્ડ્સને એક સાથે કરોડો લોકોની નજરમાં આવવાની સુવર્ણ તક આપી છે. આ વર્ષે, ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ જાહેરાતોથી 2000-2200 કરોડ રૂપિયાની આવક મેળવવાની અપેક્ષા છે.


હોસ્પિટલીટી ઉદ્યોગ
દીગજ્જ ખેલાડીના કહેવા પ્રમાણે વર્લ્ડ કપના આયોજનની સાથે જ યજમાન દેશ વિવિધ પ્રવૃત્તિઓનું હબ બનતું હોય છે. અન્ય દેશના લોકોના આગમનની સાથે જ આ સમયગાળા દરમિયાન, હોટલ, રેસ્ટોરાં અને પ્રવાસી આકર્ષણોમાં લોકોનો ઘસારો જોવા મળતો હોય છે. વાત 2015ના વર્લ્ડ કપની કરવામાં આવે તો આ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની હોટલોમાં 20 લાખ બેડ નાઈટ રેકોર્ડ થયો હતો. 2 લોકોના રૂમને રોજ 5-5 લોકો શેર કરતા હતા. 2019માં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં હોસ્પિટાલિટી ઉદ્યોગમાં 40 ટકાનો જબરદસ્ત વધારો થયો હતો.


પ્રવાસન
વર્ડ કપને લઈને યજમાન દેશના આકર્ષણ એવા પ્રવાસન જોવાની અન્ય લોકોને તક મળે છે. 2015માં 1.45 લાખ વિદેશી પ્રવાસીઓએ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મુલાકાત લઈ તેની ખૂબસૂરતી નિહાળી હતી. વધુમાં 2015 વર્લ્ડ કપ ફાઈનલનું આયોજન થતું હતું તે મેલબોર્ન જેવા શહેરમાં પ્રવાસનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ