બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / cricket in Olympics be included ioc took this big decision

BIG NEWS / ક્રિકેટરસિકો માટે સૌથી મોટા સમાચાર: Olympics માં સામેલ થવાને લઈને IOCનો મોટો નિર્ણય

MayurN

Last Updated: 03:55 PM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવનાર ઓલમ્પિકમાં ક્રિકેટના સમાવેશ કરવા મુદ્દેની સમીક્ષા કરવામાં આવી છે જેમાં ક્રિકેટ સાથે અન્ય 9 રમતોને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને સમીક્ષા માટે મોકલવામાં આવી છે.

  • આવનાર ઓલિમ્પિકમાં ક્રિકેટ સામેલ થઇ શકે છે
  • આજ સુધી માત્ર એક વાર ક્રિકેટ સામેલ કરવામાં આવ્યું હતું
  • 2028ના ઓલિમ્પિકમાં કુલ મળીને 28 રમતો હશે

ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટ સામેલ થવાની શક્યતા વધી ગઈ છે કારણ કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)એ તેને અમેરિકાના લોસ એન્જલસમાં 2028માં યોજાનારા ઓલિમ્પિકમાં સામેલ થનારી અન્ય નવ રમતોની સાથે સમીક્ષા રમતોમાં પણ રાખી દીધી છે. ક્રિકેટને ઓલિમ્પિક રમતોમાં માત્ર એક જ વખત સ્થાન મળ્યું છે. 1900માં પેરિસમાં રમાયેલી રમતોમાં ક્રિકેટનો પણ સમાવેશ થતો હતો. તેમાં માત્ર બ્રિટન અને યજમાન ફ્રાન્સે જ ભાગ લીધો હતો.

આગામી સત્રમાં નિર્યણ લેવામાં આવશે 
રીપોર્ટના જણાવ્યા અનુસાર લોસ એન્જલસ ગેમ્સની આયોજન સમિતિ અને આઈઓસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલને તેમની રજુઆતો કરવા આમંત્રણ પાઠવ્યું હતુ, જેના એક દિવસ બાદ ક્રિકેટને રિવ્યુ ગેમ્સમાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ અંગેનો અંતિમ નિર્ણય 2023માં મુંબઈમાં આઈઓસી સત્ર પહેલા લેવામાં આવે તેવી સંભાવના છે.


 
ક્રિકેટ સાથે અન્ય રમતોની પણ સમીક્ષા
અન્ય રમતો કે જેને સમીક્ષા યાદીમાં મૂકવામાં આવી છે તેમાં બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ, બ્રેક ડાન્સિંગ, કરાટે, કિકબોક્સિંગ, સ્ક્વોશ અને મોટરસ્પોર્ટનો સમાવેશ થાય છે. આઇઓસીએ ચાલુ વર્ષના પ્રારંભે જ કહ્યું હતુ કે 2028ના ઓલિમ્પિકમાં કુલ મળીને 28 રમતોને સામેલ કરવામાં આવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને સંભવિત નવી રમતો ઉમેરવા પર પણ વિચારણા કરવામાં આવશે. આઇઓસીના મતે ઓલિમ્પિકમાં જે રમતને સામેલ કરવી હોય તે માટે તેણે ચોક્કસ માપદંડોને પૂરા કરવા પડે તેમ છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ
તેમાં ખર્ચ અને જટિલતામાં ઘટાડો, સલામતી અને સ્વાસ્થ્ય સાથે શ્રેષ્ઠ ખેલાડીઓની ઉપલબ્ધતા વાળા રમતોનો પ્રથમ સમાવેશ કરવો, વૈશ્વિક અપીલ, યજમાન દેશનું હિત, લિંગ સમાનતા, યુવાનોની પ્રાસંગિકતા, લાંબા ગાળાની સ્થિરતા વગેરેનો સમાવેશ થાય છે. વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે પણ તેમાં માત્ર મહિલા ક્રિકેટરો જ ભાગ લઈ રહી છે. ટી-20 ફોર્મેટમાં આઠ દેશો રમી રહ્યા છે. પરંતુ ઓલિમ્પિક રમતોમાં સામેલ રમતમાં પુરુષ અને મહિલા બંનેનો સમાવેશ થાય તે જરૂરી છે. આઇસીસીના સીઇઓ જ્યોફ એલાર્ડિસે કહ્યું કે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં જે પ્રકારે ક્રિકેટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, તેનાથી હું ખુશ છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ