બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટેસ્ટ ક્રિકેટમાં આ 5 યુવા ખેલાડીઓ લઈ શકે કોહલીનું સ્થાન! એકપણનું હજુ સુધી નથી થયું ડેબ્યૂ
Last Updated: 09:23 AM, 13 May 2025
ક્રિકેટના મેદાનમાં ભાગ્ય જ કોઈ એવી મુશ્કેલી આવી હોય કે જેને વિરાટ કોહલી પાર ન કરી શક્યા હોય. વર્ષ 2011માં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન તેની પ્રથમ ટેસ્ટમાં ફિડેલ એડવર્ડ્સથી તેને ખાસ પરેશાની થઈ હતી. છતાં કોહલીએ તેનો સામનો કરવાનો માર્ગ શોધી લીધો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ઈચ્છા મુજબ ડેબ્યૂ કરી શક્યો નહીં અને તેણે મીડિયા સાથેની વાતચીત કરતી વખતે થોડી ચિંતા કે મૂંઝવણમાં હોય તેમ પણ દેખાયો હતો, પરંતુ તેણે દરેક નિષ્ફળતાને સફળતામાં બદલવા પ્રયાસ કર્યો હતો. 2014 થી 2019ની વચ્ચે તેણે અનેક રેકોર્ડ બનાવ્યા અને એક નવી ઓળખ સાથે ઊંચાઈઓ સ્પર્શી હતી. આ સમય દરમિયાન કોહલીએ રન અને સદીઓનો ઢગલો કરી નાંખ્યો હતો.
ADVERTISEMENT
યુવા બેટ્સમેન માટે 'બ્લુપ્રિન્ટ'
ADVERTISEMENT
વિરાટ કોહલી અને રોહિત શર્મા પછી ભારતીય ક્રિકેટની કમાન સંભાળવાની જવાબદારી સોંપવામાં આવેલા યુવા બેટ્સમેન માટે તેમનું પ્રદર્શન એક 'બ્લુપ્રિન્ટ' છે.
શુભમન ગિલ
આગામી પેઢીના સ્ટાર્સમાં શુભમન ગિલ સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે જે આગામી દિવસોમાં ભારતનો મુખ્ય બેટ્સમેન અને ટેસ્ટ કેપ્ટન બની શકે છે. કદાચ એ એક સંયોગ છે કે ગિલ 25 વર્ષની ઉંમરે કોહલીની જેવી સ્થિતિમાં છે, અને તેનો ટેસ્ટમાં સરેરાશ રેકોર્ડ પણ સારો છે. પંજાબના આ ખેલાડીએ 32 ટેસ્ટમાં 35ની સરેરાશથી 1893 રન બનાવ્યા છે. પરંતુ ગિલનો ઈંગ્લેન્ડમાં રેકોર્ડ સરેરાશ છે, જેમાં ત્રણ ટેસ્ટમાં 14.66ની સરેરાશથી 88 રનનો સમાવેશ થાય છે. હવે જોવાનું એ રહે છે કે શું પંજાબનો આ ખેલાડી ઇંગ્લેન્ડમાં પોતાનું નસીબ બદલવામાં પોતાના પ્રખ્યાત સિનિયર ખેલાડીનું અનુકરણ કરી શકે છે. કોહલીની જેમ, ગિલે પણ પોતાની બેટિંગમાં શિસ્ત લાવવી પડશે
યશસ્વી જયસ્વાલ
જયસ્વાલ ઇંગ્લેન્ડમાં ઇનિંગની શરૂઆત કરશે તે નિશ્ચિત છે. તે વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં કરી ચૂક્યા છે. પરંતુ ઇંગ્લેન્ડના તેમના પહેલા પ્રવાસમાં મુશ્કેલ રહેશે. જો કે, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝમાં રન બનાવતી વખતે જયસ્વાલે પોતાની ટેકનિક અને સંયમ બતાવ્યો છે.
ધ્રુવ જુરેલ
24 વર્ષીય જુરેલ બીજા વિકેટકીપર-બેટ્સમેન તરીકે ઋષભ પંત પછી સારો બેક-અપ વિકલ્પ છે. તેણે ઈંગ્લેન્ડ સામેની પોતાની ડેબ્યૂ શ્રેણીમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું પરંતુ ઓસ્ટ્રેલિયા સામે સારો પર્ફોમસ આપી શક્યો ન હતો. જુરેલમાં ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય સુધી રમવાની હિંમત અને કૌશલ્ય છે. ગયા વર્ષે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયા સામેની બિનસત્તાવાર ટેસ્ટમાં તેણે બે અડધી સદી ફટકારીને પોતાની કુશળતા દર્શાવી હતી.
આ પણ વાંચો: આજે આ વિસ્તારમાં ખાબકશે વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ખેડૂતો ચિંતિત
બી સાઈ સુદર્શન
ઇંગ્લેન્ડ પ્રવાસ પર જતી ટીમમાં સ્થાન મેળવવાની તેની પાસે દરેક તક છે અને તેની ઉત્તમ બેટિંગ ઇંગ્લેન્ડમાં કામ આવી શકે છે, જે તેને જયસ્વાલની આક્રમક બેટિંગની તુલનામાં શાંત અને સંતુલિત બેટ્સમેન બનાવી શકે છે. 23 વર્ષીય સુદર્શનને બંને બાજુ રમવાનું ગમે છે અને ઇંગ્લેન્ડમાં સફળ થવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. .
સરફરાઝ ખાન
27 વર્ષીય સરફરાઝે ગયા વર્ષે બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામે 150 રનની આક્રમક ઇનિંગ રમીને બતાવ્યું કે તે સારો રેકોર્ડ બનાવી શકે છે. સરફરાઝની કુશળતા વિશે કોઈ શંકા નથી, પરંતુ મુંબઈના આ ખેલાડીને તેની ફિટનેસ પર કામ કરવાનું પણ કહી શકાય. તે કોહલીના ફિટનેસ પ્રત્યેના જુસ્સામાંથી કંઈક શીખી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT