બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Cracks in the walls, dilapidated rooms.. How is the condition of the old Bhongrodia Primary School? Is the system waiting for disaster?

બનાસકાંઠા / દિવાલોમાં તિરાડો, જર્જરિત ઓરડા.. જૂની ભોંગરોડિયા પ્રાથમિક શાળાના જુઓ કેવાં હાલ? શું તંત્ર દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું છે?

Vishal Khamar

Last Updated: 06:50 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાનાં વડગામ તાલુકાની ભોગરોડિયા પ્રાથમિક શાળા છેલ્લા કેટલાય સમયથી જર્જરીત છે. ત્યારે બાળકો ભયનાં ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરાઈ નથી.

  • બનાસકાંઠામાં શિક્ષણની સ્થિતિ કથળી!
  • વડગામની ભોંગરોડિયા પ્રા.શાળા જર્જરિત 
  • ઉનાળા-ચોમાસામાં બાળકોને ભારે હાલાકી

બનાસકાંઠાના વડગામ તાલુકાની ભોગરોડિયા પ્રાથમિક શાળા જર્જરીત હોવાને લઈને બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે 1954મો બનેલી આ પ્રાથમિક શાળામાં હાલ 114 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. બાળકો કાળજાળ ગરમીમાં અને ચોમાસામાં તુટેલા પતરાઓમાં ટપકતા પાણી નીચે બેસી અભ્યાસ કરી રહ્યા છે ગ્રામજનોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક નવીન ઓરડા બનાવવામાં આવે. 

ઓરડાઓની ઘટ ને લઇ બનાસકાંઠામાં અનેક રજૂઆતો થઈ
સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધે નાં સૂત્ર સાથે શિક્ષણ નાં વિકાસ ની વાતો કરવામાં આવી રહી છે. અનેક પ્રયત્નો થકી શિક્ષણમાં સુવિધાઓ આપવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. બીજી તરફ  બાળકો અભ્યાસ માટે તો શાળા એ જઈ રહ્યા છે પરંતુ જિલ્લામાં અમુક શાળા ઓ માં પૂરતા ઓરડા નથી જે હોયછે એ જર્જરીત હોય છે. ઓરડાઓની ઘટ ને લઇ બનાસકાંઠામાં અનેક રજૂઆતો થઈ છે. બાળકો ને ખુલ્લા માં અભ્યાસ કરવો પડતો હોય છે. ત્યારે વડગામ તાલુકાના ભાંગરોડિયા ગામે પ્રાથમિક શાળા ના ઓરડા ખૂબ જ જુના અને એકદમ જર્જરીત અવસ્થામાં હોવાનું સામે આવ્યું છે. 

ચોમાસામાં બાળકોને ભણાવવા મુશ્કેલ
વર્ષો જૂની શાળાનાં દરેક રૂમમાંથી પતરા એટલી હદે તૂટી ગયા છે કે ઉનાળુ હોય કે ચોમાસું બાળકો માટે અહીં ભણવું અને શિક્ષકોનું ભણાવવામાં મુશ્કેલ બની ગયું છે શાળામાં ઉનાળામાં લોખંડ નાં પતરા એટલી માત્રા માં પતરા તપતા હોય છે કે બાળકો અહીં બેસી પણ શકતા નથી તો વળી ચોમાસામાં પતરાઓમાંથી દરેક રૂમમાં પાણી ટપકતું હોય છે ઓરડાઓ નો એવું કોઈ ખૂણો એવો નથી કે જ્યાં ચોમાસામાં પાણી ન ટપકતું હોય. વિદ્યાર્થીઓ રૂમમાં બેસી પણ શકતા નથી અને શિક્ષકો ભણાવી પણ શકતા નથી શાળામાં માત્ર પત્ર તૂટેલા પતરા  જ છે એવું નથી. અહીં દરવાજા પણ ઊંધયથી ખવાઈ ગયા છે એટલે જે જુના દરવાજા હતા લાકડાના તેમાં પણ ઊંધઇ લાગી ગઈ છે  રૂમના ઉપર તો  પતરાઓ પણ તૂટેલા છે જેમાંથી સૂર્યપ્રકાશ પણ નીચે આવતું હોય છે દીવાલોમાં તિરાડો જોવા મળી રહી છે. 

ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરાઈ
ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી નવીન ઓરડા માટે કે પતરા બદલવા માટે પણ કામગીરી નથી કરાઈ.ગ્રામજનો નું કહેવું છે કે આ શાળા નાં ઓરડાઓ જર્જરીત છે પતરા તૂટી ગયા છે.લાકડાના દરવાજા માં ઊંધઈ લાગી ગઈ છે..કોઈ ઘટના બને તે પહેલા સરકાર નવા ઓરડાઓ બનાવે તેવી ગામલોકો ની માંગ છે.

વર્ષો પહેલા ભોગરોડીયા પ્રાથમિક શાળા બનાવવામાં આવી હતી. આ શાળાના ઓરડા ઉપર લોખંડના પતરા ફીટ કરવામાં આવ્યા હતા. જે પતરાઓ તૂટી ગયા છે અને જેના કારણે હાલ ચોમાસામાં વારંવાર પાણી પણ ટપકતું હોય છે જોકે ભારે ગરમીમાં અહીં બેસવું બાળકો માટે મુશ્કેલ બને છે કેમ કે લોખંડના પતરા ખૂબ તપતા હોય છે જેના કારણે શિક્ષકોને ભણાવવું અને બાળકોને અભ્યાસ કરવો પણ મુશ્કેલ બન્યો છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક નવીન ઓરડાઓ બનાવવામાં આવે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ