બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / covid pandemic increased mental health issues globally may continue till a generation

ખતરો / કોરોનાનાં કારણે આવનારી પેઢીઓને આ ગંભીર સમસ્યાઓ થવાની શક્યતા, અત્યારથી રહેજો તૈયાર

Premal

Last Updated: 06:39 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લાં બે વર્ષ કરતા પણ વધુ સમયથી વિશ્વભરમાં ફેલાયેલા કોરોના સંક્રમણને કારણે લોકોને ઘણા પ્રકારની ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ડેલ્ટા જેવા ઘાતક વેરિએન્ટના કારણે ફેફસા પર વધારે અસર થઇ છે. જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી અને ગંભીર સ્થિતિમાં લોકોના જીવ ગયા.

  • કોરોનાના કારણે લોકોને ગંભીર બિમારીનો સામનો કરવો પડ્યો
  • નિષ્ણાંતોના એક સમૂહને સતાવી રહી છે મોટી ચિંતા
  • આ સમસ્યા આગામી પેઢીને કરી શકે છે પ્રભાવિત 

વૈજ્ઞાનિકો કોવિડ સિન્ડ્રોમના જોખમને લઇ ચિંતિત 

કોરોના સંક્રમણની સાથે-સાથે વૈજ્ઞાનિક પોસ્ટ કોવિડ સિન્ડ્રોમના જોખમને લઇ ચિંતિત છે. જો કે, નિષ્ણાંતોના એક સમૂહને આનાથી પણ મોટી ચિંતા પરેશાન કરી રહી છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે જ્યાં કોરોનાએ લોકોને શારીરીક અને આર્થિક રીતે પ્રભાવિત કર્યા છે, તો મહામારીએ વૈશ્વિક સ્તર પર માનસિક સ્વાસ્થ્યને પણ ખૂબ નુકસાન પહોંચાડ્યુ છે. વૈજ્ઞાનિકોની ચિંતા છે કે જે રીતે કોરોનાના કારણે માનસિક સ્વાસ્થ્યના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાં ભય છે કે આ સમસ્યા આ પેઢી અને સંભવત: આગામી પેઢીઓને પણ પ્રભાવિત કરી શકે છે. વૈશ્વિક સ્તરે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક મહામારી દરમ્યાન માનસિક આરોગ્યને લઇને પ્રભાવિત લોકોની સંખ્યામાં રિપોર્ટ કરી રહ્યાં છે. 

વૈશ્વિક સ્તરે માનસિક સ્વાસ્થ્યના કેસો વધ્યાં 

મનોચિકિત્સકનું કહેવુ છે કે મહામારી દરમ્યાન ચિંતા અને હતાશાના કિસ્સામાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે તેનાથી કોઈ એક ઉંમરનો વર્ગ નહીં, પરંતુ યુવા અને વૃદ્ધો પણ પરેશાન છે. એક રિપોર્ટમાં ન્યુયોર્કના મનોચિકિત્સક ડૉ. વેલેન્ટાઈન રાયતેરી કહે છે, હું પોતાના જીવનમાં ક્યારેય પણ આટલો વ્યસ્ત રહ્યો નથી અને ક્યારેય પણ મારા પોતાના સહયોગીઓને આટલા બધા વ્યસ્ત જોયા નથી. મહામારીએ બધુ બદલી નાખ્યું છે. માનસિક આરોગ્યથી પ્રભાવિત લોકોના કેસ સતત વધી રહ્યાં છે. જે લોકો પોતાની પરેશાનીને લઇને સામે આવી રહ્યાં છે, એવા લોકોની અમે વાત કરી રહ્યાં છે. ઘણા લોકો તો એવા છે, જેને પોતાની મુશ્કેલી અંગે જાણકારી જ નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ