ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / covid 19 pandemic is the biggest economy crisis of century says kumar mangalam birla

ચિંતા / કોરોના મહામારી અર્થતંત્ર પર સદીમાં એક વખત આવતું એવું મોટું સંકટ : કુમાર મંગલમ બિરલા

Published By: Kashyap

Last Updated: 12:35 AM, 17 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુમાર મંગલમ બિરલાએ શેરધારકોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોવિડ-19 ભારતમાં એવા સમયે આવી છે જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા અને ઘરેલું નાણાકીય વ્યવસ્થા પરના દબાણને કારણે આર્થિક પરિસ્થિતિઓ પહેલેથી જ સુસ્ત હતી.

ADVERTISEMENT

હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝના ચૅરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું છે કે કોવિડ-19 અને તેની સાથેના લોકડાઉન દ્વારા સમાજ અને અર્થવ્યવસ્થા માટે સદીમાં એક વખત આવતું સંકટ સર્જાયું છે. આ મહામારીને કારણે 2020-21માં GDPનું કદ ઓછું રહેશે. શેરધારકોને લખેલા પત્રમાં બિરલાએ મહત્વની વાત કરતાં કહ્યું હતું કે આ કોરોનાની મહામારી ભારતમાં એવા સમયે આવી છે જ્યારે દેશ આર્થિક પરિસ્થિતિની સુસ્તીનો સામનો કરી રહ્યો હતો.

બિરલાએ કહ્યું, "લોકડાઉન દરમ્યાન જે જિલ્લાઓને રેડ અને ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવ્યાં હતા તે એક અંદાજ અનુસાર દેશના કુલ 80 ટકા કુલ સ્થાનિક ઉત્પાદન કરે છે.  આ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને ભારે અસર પહોંચી હતી. તેથી, વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીમાં ઘટાડો થશે અને છેલ્લાં ચાર દાયકામાં આવું પ્રથમ વખત બનશે." તેમણે કહ્યું કે, હાલ અનિશ્ચિતતાના 'ધુમ્મસ' પર કોઈ પણ પ્રકારનું અનુમાન લગાવવું મુશ્કેલ છે.

સારી કંપનીઓ સફળ થશે

તેમણે કહ્યું, "આ વાસ્તવિકતા અંગે કોઈ શંકા નથી કે આ પડકારજનક સમયમાં વધુ સારી લીડરશીપ, મજબૂત બિઝનેસનો પાયો અને સારી પૃષ્ઠભૂમિ ધરાવતી કંપનીઓ 'ચેમ્પિયન' તરીકે ઉભરી આવશે." પરંતુ આપણે અર્થતંત્રને નીચું જોતા જોવાના સાક્ષી બનીશું. આર્થિક ગતિવિધિઓમાં અને રોજગારીમાં ઘટાડો વ્યાપક રહ્યો છે. 2020ની જે મંદી આવી છે તે ભૂતકાળમાં આવેલી પરિસ્થિતિઓથી જુદી હશે. કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે આ પરિસ્થિતિ અચાનક આવી ગઈ અને એવો પ્રસાર થયો છે કે દરેક અર્થવ્યવસ્થા તેની ઝપેટમાં આવી છે. 

કુમાર બિરલાએ વધુમાં કહ્યું કે આ પરિસ્થિતિનું સકારાત્મક પાસું એ છે કે જો મહામારી તેના બીજો તબક્કો શરૂ નથી થતો તો આ મંદી ટૂંકા સમયગાળાની હશે. વર્તમાન લોકડાઉન વિશ્વભરમાં હટાવાઈ રહ્યું છે. આવામાં અર્થતંત્ર ખૂબ ઝડપથી પાટે ચડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Business News Coronavirus GDP Gujarati News Kumar Mangalam Birla covid 19 Anxiety

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ