બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / court ahmedabad serial bomb blast case verdict

ઐતિહાસિક ચુકાદો / અમદાવાદમાં બ્લાસ્ટ કેસમાં 49 આરોપીઓ દોષિત, બુધવારે થશે સજાનું એલાન

Mayur

Last Updated: 11:56 AM, 8 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26 જુલાઈ 2008માં થયેલા અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને સજા થાય એ માટે 14 વર્ષની લડત બાદ આજે ઐતિહાસિક ચુકાદામાં 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

  • અમદાવાદ બ્લાસ્ટ કેસમાં કોર્ટે સંભળાવ્યો ચુકાદો
  • 28  આરોપીઓ પુરાવાનાં અભાવે  નિર્દોષ, 49 દોષિત જાહેર 
  • 26 જુલાઈ 2008માં થયો હતો બ્લાસ્ટ 

49 આરોપીઓ દોષીત 
વિશેષ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. જેમા 77 પૈકી 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જોકે 49 આરોપીઓ આ કેસમાં હજુ પણ દોષીત છે. જેથી તેમની સામે સુનાવણી કરવામાં આવી રહી છે. કોર્ટ દ્વારા આ કેસમાં દોષીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી પુરી શક્યતાઓ વર્તાઈ રહી છે.

77 માંથી 28 આરોપીઓ પુરાવાનાં અભાવે નિર્દોષ

અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસનો આજે ચુકાદો આવ્યો છે. જેમા 77 આરોપીઓ પૈકી 49 ને દોષિત જાહેર કરાયા છે. જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામા આવ્યા છે. તેમના વિરુદ્ધ પુરાવાનો અભાવ હોવાનું કારણ બતાવવામાં આવ્યું છે. ખાસ કોર્ટના જજ એ.આર પટેલ આ કેસની સુનાવણી કરી રહ્યા છે. જેમા જે પણ 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેમને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

આવતીકાલે થશે સજા 

આ 49 આરોપીઓને આવતીકાલે એટલે  કે બુધવારે કોર્ટ સજા જાહેર કરશે. અન્ય 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. ખાસ કોર્ટના જજ એ.આર.પટેલ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી . 

14 વર્ષની લાંબી કાયદાકીય લડત

ગણતરીની મિનિટોમાં જ અમદાવાદને લોહિયાળ કરનારી ઘટના ક્યારેય ભૂલી ન શકાય.જે સિરિયલ બ્લાસ્ટના પડઘા આજે પણ અમદાવાદમાં ગુંજી રહ્યા છે 14 વર્ષની કાયદાકીય લાંબી લડત બાદ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની  સ્પેશિયલ કોર્ટ ચુકાદો આપે તેવી સંભાવના હતી અને ત્યારે આ 14 વર્ષની કાયદાકીય લડત પીડિત પરિવાર ન્યાયની આશા રાખીને બેઠો હતો. આજે તેઓને ન્યાય મળશે તેવી આશા બંધાઈ હતી. આ મામલે 49 આરોપીઓને દોષિત જાહેર કરાયા બાદ હવે આવતીકાલે તેઓને સજા જાહેર કરવામાં આવશે. 

26 જુલાઇ 2008નો એ દિવસ
26 જુલાઈ 2008માં થયેલા અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટને કોઈ ભૂલી શકે?.આ બ્લાસ્ટને આજે પણ યાદ કરીએ તો આંખમાંથી આંસુ સરી પડે છે.ત્યારે એ પરિવાર પર શું વીતતી હશે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે.14 વર્ષ પછી પણ  પરિવારજનોને ન્યાયની આશા જીવંત દેખાઈ રહી છે.અમદાવાદના અસરવામાં રહેતા વ્યાસ પરિવાર ચુકાદા અને ન્યાય પાલિકા પર આશા રાખીને બેઠો છે.સિવિલ બ્લાસ્ટમાં આ પરિવારે 8 વર્ષનો ભાઈ રોહન વ્યાસ અને પિતા દુષ્યંત વ્યાસને ગુમાવ્યા હતા.

આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમે રાત દિવસ કામ કરીને 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે. આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી છે. અત્યાર સુધીમાં આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.

જ્યારે ધણધણી ઉઠ્યું હતું અમદાવાદ

  • 26 જુલાઇ 2008ના રોજ અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા 
  • અમદાવાદમાં 20 જગ્યાએ બ્લાસ્ટ થયા હતા 
  • સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોના મોત, 200થી વધુ ઘાયલ થયા હતા 
  • ઇન્ડિયન મુઝાહિદ્દિને લીધી હતી હુમલાની જવાબદારી
  • મુફ્તિ અબુ બશીર, અન્ય 9 આરોપી બ્લાસ્ટના મુખ્ય આરોપી 
  • બ્લાસ્ટ પહેલા મીડિયા સંસ્થા પર ઇ-મેઇલ કરવામાં આવ્યો હતો 
  • ઇ-મેઇલ મળ્યાના પાંચ જ મિનિટમાં અમદાવાદમાં બ્લાસ્ટ થયા હતા 
  • બ્લાસ્ટ માટે ટિફિન બોમ્બ, સ્કુટર અને કારનો ઉપયોગ થયો હતો 
  • અમદાવાદમાં હાટકેશ્વર સર્કલ પર બજારમાં મોટો બ્લાસ્ટ થયો હતો 
  • અમદાવાદ સિવિલ અને એલજી હોસ્પિટલને પણ નિશાન બનાવી હતી
  • AMTS બસમાં પણ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો
  • બ્લાસ્ટમાં આરોપીઓને અલગ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી અપનાવી હતી 
  • ત્રાસવાદીઓએ ઇજાગ્રસ્તને ટાર્ગેટ કરવા હોસ્પિટલમાં બ્લાસ્ટ કર્યો હતો 

14 વર્ષે હજુ પણ ન્યાયની આશા
અમદાવાદ સિવિલમાં સૌથી મોટો બ્લાસ્ટ થયો હતો.જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પહેલો બ્લાસ્ટ સિવિલ હોસ્પીટલના ટ્રોમાં સેન્ટર માં થયો હતો.આ સમાચાર સાંભળતા જ અનેક સેવાભાવી લોકો સેવા માટે સિવિલમાં દોડી ગયા હતા.પણ આ સેવાભાવી લોકો માટે આ સેવા અંતિમ સેવા બની રહી હતી.શહેરના અસારવા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના જસવંત પટેલ સેવા કરવા ગયા અને ત્યાં જ તેમણે પોતાનો જીવ ગુમાવ્યો.પરિવારે શું જોયું તે સાંભળો.

અમદાવાદમાં ક્યાં થયા હતા બ્લાસ્ટ?

  • હાટકેશ્વર સર્કલ 
  • બાપુનગર
  • ઠક્કરબાપાનગર 
  • જવાહર ચોક 
  • સિવિલ હોસ્પિટલ 
  • એલજી હોસ્પિટલ
  • મણિનગર 
  • ખાડિયા 
  • રાયપુર 
  • સારંગપુર 
  • ગોવિંદવાડી 
  • ઇસનપુર 
  • નારોલ 
  • સરખેજ 

ધડાધડ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતું શહેર
અમદાવદા માં અલગ અલગ 10થી વધુ સ્થળે બ્લાસ્ટ થયા હતા.જેમાં સિવિલ હોસ્પિટલ પણ બાકાત ન હતી.એલ.જી.હોસ્પિટલ અને સિવિલ હોસ્પીટલમાં થયેલા બ્લાસ્ટને કારણે દર્દીઓ હોસ્પીટલમાં સારવાર લેવા જવામાં પણ ડરતા હતા.તે સમયે અમદાવાદ સિવિલ હોસ્પીટલના સુપ્રીમટેન્ડ એમ.એમ.પ્રભાકરના હતા.

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ

  • 57 લોકોના થયા હતા મૃત્યુ
  • 244 ઈજાગ્રસ્ત થયા હતા
  • 14 વર્ષે ચુકાદો
  • દોષિતોની સંખ્યા 77
  • 1163 સાક્ષીના નિવેદન લેવાયા
  • 521 આરોપીઓ સામે ચાર્જશીટ 
  • 3,47,800 નિવેદન નોંધાયા

કયા પોલીસ અધિકારીઓ તપાસ ટીમમાં હતા?

  • આશિષ ભાટીયા
  • અભય ચુડાસમા
  • ગિરીશ સિંઘલ
  • હિમાંશુ શુક્લા
  • વી આર ટોળીયા
  • મયુર ચાવડા
  • રાજેન્દ્ર અસારી
  • ઉષા રાડા
  • દિલીપ ઠાકોર

જ્યારે અમદાવાદ ધ્રુજી ઉઠ્યું ત્યારે અનેક પ્રત્યક્ષ દર્શીઓમાં એક હતા હાલના કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર.તેઓ પણ સેવા કરતા ઈજાગ્રસ્ત થયા હતા.ત્યારે તેમને એટલી ગંભીર ઈજાઓ થઈ હતી કે તેમને પગ કપાવવો પડે તેમ હતો.પરંતુ સદનસીબે તત્કાલિક સારવારને કારણે પગ બચી.પણ તેઓ લાંબો સમય સુધી પથારીવશ રહ્યા હતા.26 જાન્યુઆરી 2008ના દિવસે બનેલી આ ઘટનાને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

કોર્ટમાં બંદોબસ્ત મુદ્દે ઝોન 2 ના DCP વિજય પટેલનુ નિવેદન
આજે ચુકાદાના દિવસે તમામ શક્યતાઓ ધ્યાને રાખીને કોર્ટના ગેટ પરથી ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આજે પાર્કિંગ કાર સહિત કોરમાંથી ચેક કર્યાં છે તેવું  DCP એ જણાવ્યું હતું. 
આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ હોવાની વાત પણ તેમણે કરી હતી. 

હવે આજે ચુકાદો આવી ગયા બાદ ઘણા પરિવારોને કળ વળી હશે અને એ દ્રઢ થયું હશે કે અવતીકાલે જ્યારે 49 આરોપીઓને સજા જાહેર કરવામાં આવશે ત્યારે તેમના સ્વજનોને ન્યાય મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ