બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Corruption in road work in Jasdan of Rajkot!

રાજકોટ / ભ્રષ્ટાચારીઓ તો ભલભલાને ટક્કર મારે! તૂટેલો રોડ રીપેર તો ન જ કર્યો વચવોચ મૂક્યું ટેન્કર, જાણો શું લગાવ્યું લૉજિક

Malay

Last Updated: 01:33 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં રોડ રસ્તાના કામોમાં અનેકવાર ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. લાખોના ખર્ચે બનાવેલા રોડમાં ગાબડા પડી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

  • રાજકોટના જસદણમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર!
  • 2 મહિના પહેલા લાખોના ખર્ચે બનાવેલા રોડમાં દેખાવા લાગી કાંકરી
  • રોડમાં કાંકરીઓ દેખાતા રોડ બનાવવાની કામગીરી પર સવાલ 

તંત્ર દ્વારા ટેન્ડર બહાર પાડીને કરોડોના ખર્ચે રોડ રસ્તાની કામગીરી સોંપવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાક્ટરોને તો માત્ર પૈસાથી જ મતલબ હોય તેમ ઉપર છલ્લી કામગીરી કરીને કરોડો રૂપિયા પડાવી લે છે. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લામાંથી સામે આવ્યો છે. જસદણમાં 2 મહિના પહેલા બનાવવામાં આવેલા રોડમાં કાંકરી દેખાવા લાગતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

નવા સિમેન્ટ રોડ પર પડ્યા ગાબડાઓ 
રાજકોટના જસદણમાં 2 મહિના પહેલા જ નવા બસ સ્ટેન્ડથી ફાયર સ્ટેશન સુધી CC રોડ બનાવવામાં આવ્યો છે. નવા બસ સ્ટેન્ડથી ફાયર સ્ટેશન સુધીનો 48 લાખના ખર્ચે બનાવવામાં આવેલા રોડમાં ગણતરીના દિવસોમાં જ કાંકરી દેખાવા લાગતા સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે.  ગણતરીના દિવસોમાં જ CC રોડમાં કાંકરી દેખાવા લાગી છે. 

સમારકામ કરવા પાણીનું ટેન્કર આડે મૂકી રસ્તો બંધ કર્યો 
આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા ગાબડાઓ પૂરવા, રોડ બંધ કરવા માટે ડાયવર્ઝનના બોર્ડ મૂકવાની બદલે પાણીનું ટેન્કર આડે ગોઠવી એક બાજુનો રસ્તો બંધ કરી દેવાયો છે. પરીણામે રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં અકસ્માત થવાનો ભય વધી ગયો છે. નગરપાલિકા તંત્રના જવાબદારો દ્વારા પાણીના ટેન્કરને હટાવી ડાયવર્ઝનના બોર્ડ મૂકવાની કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઊઠી છે.

સળગતા સવાલો
રોડ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે?
સ્થાનિકોને સારો રોડ ક્યારે મળશે?
જનપ્રતિનિધિઓને આ રોડ દેખાતો કેમ નથી?
2 મહિનામાં રોડ કેવી રીતે તૂટે?
કોન્ટ્રાક્ટર વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કેમ નથી થતી?
લોકોને સારો રોડ ક્યારે મળશે?
AC ઓફિસમાં બેસતા અધિકારીઓ આ રોડ ક્યારે જોશે?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ