બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / coronavirus Unlock 1 lockdown 5 modi government guidelines

UNLOCK 1 / 30 જૂન સુધી નવા નામ સાથે લૉકડાઉન 5 લાગુ રહેશે, મોટા ભાગની તમામ ગતિવિધિઓ શરૂ

Hiren

Last Updated: 08:57 PM, 30 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં એક વખત ફરીથી લૉકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. લૉકડાઉન 5.0ની ગાઇડલાઇન સરકારે જાહેર કરી દીધી છે.  કન્ટેનમેન્ટ ઝોન બહાર સરકાર તરફથી તબક્કા વાર છૂટ આપવામાં આવી છે. મહત્વનું છે કે, લૉકડાઉન 5.0ને અનલૉક 1 નામ આપવામાં આવ્યું છે.

 • અનલોક 1ને લઇને ગૃહમંત્રાલયની ગાઇડલાઇન જાહેર
 • કન્ટેનમેન્ટ ઝોન સિવાય તબક્કવાર છૂટ અપાશે 
 • 31મે ના રોજ સમાપ્ત થાય છે લોકડાઉન 4.0

અનલૉકના પહેલા તબક્કામાં ધાર્મિક સ્થળો અને જાહેરમાં પ્રાર્થના કરવાના સ્થળો, હોટલો, રેસ્ટોરન્ટ અને અન્ય હોસ્પિટાલીટી સર્વિસીસ, શોપિંગ મોલ્સને ૮ જુન 2020થી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. 

અનલૉકના બીજા તબક્કામાં શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કરીને ખોલવામાં આવશે. રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશોને જે તે શૈક્ષણિક સંસ્થાઓ અને માતાપિતા સાથે આ મુદ્દે ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું છે. તેમના પ્રત્યુતર પરથી આ સંસ્થાઓ ક્યારે ખોલવી તેનો નિર્ણય જુલાઈ 2020માં લેવાશે. આ માટે પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય SOP મોકલશે. 

અનલૉકના ત્રીજા તબક્કામાં દેશમાં આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થીએટર, બાર, ઓડીટોરિયમ, હોલ્સ અને સામાજિક, રાજકીય, રમતગમત, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજનને લગતા જાહેર સ્થળના મેળાવડાઓ. પરિસ્થિતિ પ્રમાણે ફેઝ 3માં આ પ્રવૃત્તિઓ ક્યારે ખોલવી તે નક્કી કરવામાં આવશે.

અનલૉક-1માં 10 મહત્વની વાતનું ચુસ્ત પાલન કરવું જરૂરી

માનવ સંસાધન મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર અનલૉક-1માં 10 મહત્વની વાતનું ચુસ્ત પાલન કરવું પડશે. જેમાં ફેસ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, મોટા કાર્યક્રમો ન કરવા, જાહેરમાં થુંકવું નહીં, જાહેર સ્થળોએ દારૂ પીવો, પાન ખાવું અને તમાકુંની વસ્તુઓ ન ખાવી, શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરવું, જે દુકાનો અને ઓફિસ ખુલે તે નિયમ મુજબ ચાલે, સ્ક્રીંનિગ અને હાઈઝિન જાળવવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.

અનલૉક 1ની ગાઇડલાઇન

 • આખા દેશમાં કોરોનાના નિયંત્રણ માટે સરકારે લાગુ કરેલી નેશનલ ડિરેકટિવ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે
   
 • રાત્રી કર્ફ્યું: રાત્રે ૯ થી સવારે 5 કડક કર્ફ્યું રહેશે. સ્થાનિક પોલીસ અને તંત્ર ધારા ૧૪૪ જેવી કલમો વડે કાયદો અને વ્યવસ્થા લાગુ કરશે 
   
 • કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન: દેશના કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જુન સુધી લોકડાઉન રહેશે. જીલ્લાનું તંત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન વડે કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરશે. આ ઝોનમાં જીવન જરૂરિયાત સિવાય કોઈ બહાર નહીં નીકળે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ અને હાઉસ સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં નવા કેસ વધવાની શક્યતા હોય એ વિસ્તારોને બફર ઝોન જાહેર કરી શકાશે. આ ઝોનમાં નિયંત્રણો જીલ્લાનું તંત્ર નક્કી કરી શકશે. 
   
 • રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો પોતાની સ્થિતિ પ્રમાણે પરવાનગી અપાયેલી પ્રવૃત્તિઓ પણ ઘટાડી શકે છે. 
   
 • આંતરરાજ્યો અને રાજ્યોઈ અંદર અંદર માલસામાનના વહન અને વ્યક્તિઓની અવરજવરને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ માટે કોઈ વિશેષ પરવાનગી કે પાસ નહીં જોઈએ. પરંતુ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશોએ જો આ પરિવહનમાં કોઈ નિયંત્રણ મુકવું હશે તો તેમણે પહેલેથી જ જાહેરાત અને વ્યવસ્થા કરી દેવી પડશે. પેસેન્જર ટ્રેનો, શ્રમિક ટ્રેનો, ડોમેસ્ટિક ફ્લાઈટ, વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકો, વિદેશોને તેમના દેશ પાછા પહોંચાડવા વગેરે શરુ કરવામાં આવશે. 
   
 • 65 વર્ષથી ઉપરના, જે લોકો પહેલેથી જ રોગોથી પીડાય છે, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને ઘરે જ રહેવાની સલાહ અપાઈ છે. 
   
 • આરોગ્ય સેતુ એપનો ડાઉનલોડ અને ઉપયોગ સૌથી વધુ કરાવવામાં આવશે. જીલ્લાના તંત્રોને આ એપમાં માહિતી સમય સમયે અપડેટ કરવાની જવાબદારી આપવામાં આવી છે. 

ગાઈડલાઈન્સનું કડક પાલન: 

 • રાજ્ય અને કેન્દ્ર સરકારો આ ગાઈડલાઈન્સનું કડક પાલન કરાવશે. આ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જીલ્લાના કલેકટરની રહેશે. 

કાયદાકીય દંડ 

 • આ ગાઈડલાઇન્સનું પાલન ન કરતા લોકોને સેક્શન 51 થી 60 ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ અને IPC 188 હેઠળ દંડ કરવામાં આવશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Unlock 1 modi government અનલૉક1 કોરોના વાયરસ લૉકડાઉન 5.0 coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ