બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / coronavirus-india-pm-narendra-modi-meeting-with-governors-important-decisions-here-is-all-you-need-to-know

બેઠક / પીએમ મોદીની રાજ્યપાલો સાથેની મીટિંગ, જાણો શું થઈ વાતચીત

Nirav

Last Updated: 11:07 PM, 14 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલો અને લેફ્ટનન્ટ ગવર્નર્સ (એલજી) સાથે બેઠક યોજી હતી.

  • કોરોના કાળમાં પ્રથમ વાર પીએમ મોદીની રાજ્યપાલો સાથે બેઠક 
  • ઉપરાષ્ટ્રપતિ નાયડુ પણ પીએમ મોદીની સાથે સામેલ થયા હતા 
  • પીએમ મોદીએ LG અને રાજ્યપાલોને સક્રિયતા સુનિશ્ચિત કરવાની સલાહ આપી 

મહત્વનું છે કે આ પ્રકારની આ પહેલી જ બેઠક હતી જે પ્રધાનમંત્રી મોદીએ રાજ્યપાલો અને લેફ્ટનેન્ટ ગવર્નર સાથે યોજી હોય, મહત્વનું છે કે આ બેઠકમાં પીએમ મોદીની સાથે જ ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ પણ હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ રાજ્યપાલોની ભૂમિકાની ચર્ચા કરી હતી 

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમામ રાજ્યોના રાજ્યપાલો સાથે બેઠક યોજી હતી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ સમય દરમિયાન, વડા પ્રધાને કોરોના સામેની લડાઈમાં રાજ્યપાલોની ભૂમિકા વિશે ચર્ચા કરી અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરવાની સલાહ આપી. મહત્વનું છે કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાં, કોરોનાના નવા કેસ દરરોજ રેકોર્ડ સંખ્યામાં બહાર આવી રહ્યા છે.

રાજ્યપાલ સક્રિય દખલ દઈ શકે છે

પીએમ ઓફિસે જણાવ્યું હતું કે, વાતચીત દરમિયાન, પીએમ મોદીએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલો અને લેફ્ટનન્ટ ગવર્નરોને સક્રિયતા સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી અને કહ્યું હતું કે સામાજિક સંસ્થાઓ માઇક્રો-કન્ટેઇનમેન્ટ ઝોનને લઈને રાજ્ય સરકારો સાથે સહકાર સાધી રહી છે, તે સુનિશ્ચિત કરવા માટે તેઓ તેમાં સક્રિય દખલ કરી શકે છે. તેમણે કહ્યું કે સરકાર રસીની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે અને ટીકા ઉત્સવ દરમિયાન રસીકરણ અભિયાનનો વિસ્તાર થયો અને નવા રસીકરણ કેન્દ્રોની સ્થાપના પણ કરવામાં આવી.

રાજ્યપાલ લોકોની ભાગીદારીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે: મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં કહ્યું હતું કે રાજ્યપાલ કોરોના સામેની લડતમાં લોકોની ભાગીદારીના મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. કોવિડ -19 સામેની લડતમાં તમામ સમુદાય સંગઠનો, રાજકીય પક્ષો, એનજીઓ, સામાજિક સંસ્થાઓની સંયુક્ત શક્તિનો ઉપયોગ કરવાની જરૂર છે. પીએમ મોદીએ રાજ્યપાલોને જણાવ્યું હતું કે સરકાર રસીઓની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે. રસીકરણ અને સારવાર અંગેના સંદેશને ફેલાવવાની સાથે રાજ્યપાલ આયુષથી સંબંધિત પગલાઓ અંગે જાગૃતિ પણ ફેલાવી શકે છે. 

ટીમ તરીકે મળીને કામ કરો : ઉપરાષ્ટ્રપતિ 

બેઠકમાં ઉપસ્થિત ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે વૈશ્વિક રોગચાળા કોવિડ -19 સામે લડવા માટે નવી ઊર્જા સાથે તપાસ, દેખરેખ અને સારવારની વ્યૂહરચના લાગુ કરવાની જરૂર છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કહ્યું હતું કે રોગચાળા પર નિયંત્રણ મેળવવા રાજ્યપાલોએ સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મળીને સક્રિયપણે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે રાજકીય મતભેદોને બાકાત રાખીને કોરોના વાયરસ સામે લડવાની ટીમ તરીકે મળીને કામ કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Meeting PM meeting with Governors PM modi કોરોના Meeting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ