ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Coronavirus has now been struck in the cricketing world

CoronaVirus / ક્રિકેટ જગતમાં હવે કોરોનાવાયરસ ત્રાટક્યો, આ ક્રિકેટરમાં જોવા મળ્યાં કોરોનાના લક્ષણો

Published By: Intern

Last Updated: 03:50 PM, 13 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં હાલ કોરોના વાયરસનો ભય ફેલાયેલો છે. અને હવે આ વાઇરસે રમતની દુનિયાને પણ પોતાની પકડમાં લેવાની શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચર્ડસનમાં કોરોના વાઇરસનાં લક્ષણ મળતાં તેને ટીમથી અલગ કરી દેવામાં આવ્યો છે. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમ તાજેતરમાં જ દ. આફ્રિકાના પ્રવાસેથી પાછી ફરી છે.

ADVERTISEMENT

  • કોરોના હવે ક્રિકેટની દુનિયામાં ત્રાટક્યું
  • કેન રિચર્ડ્સનને ટીમથી અલગ કરવામાં આવ્યો
  • ફૂટબોલ ક્લબ ચેલ્સીના ખેલાડી કલુમ હડસન-ઓડોઈના પોઝીટીવ રીપોર્ટ આવ્યા

કોરોના વાઇરસ આખી દુનિયામાં સતત પ્રસરી રહ્યો છે. હવે આ વાઇરસે રમતની દુનિયાને પણ પોતાની પકડમાં લેવાની શરૂઆત કરી છે. આજે શરૂ થયેલી ન્યૂઝીલેન્ડ સામેની વન ડે મેચ પહેલાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચર્ડસનમાં કોરોના વાઇરસનાં લક્ષણ મળતાં તેને ટીમથી અલગ કરી દેવામાં આવ્યો છે. હજુ તેના ટેસ્ટનો રિપોર્ટ નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ તાજેતરમાં જ દ. આફ્રિકાના પ્રવાસેથી પાછી ફરી છે.

આજે ઓસ્ટ્રેલિયાની ટીમ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહોંચી ત્યારે કેન રિચર્ડસન તેની સાથે નહોતો. રિચર્ડસને ગઈ કાલે ટીમના મેડિકલ સ્ટાફમાં ગળામાં ખારાશની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ કોરોનાની તપાસ માટે તેનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું. હવે આ ૨૯ વર્ષીય ફાસ્ટ બોલરના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જો રિપોર્ટ નેગેટિવ આવશે તો તરત રિચર્ડસન ટીમ સાથે જોડાઈ જશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તાએ કહ્યું, ''અમારો મેડિકલ સ્ટાફ હજુ ગળાનું ઇન્ફેક્શન માનીને સારવાર કરી રહ્યો છે, પરંતુ અમે ઓસ્ટ્રેલિયન સરકારના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ, જેના કારણે તેને ટીમથી અલગ રાખવામાં આવ્યો છે. તેની તપાસ કરાઈ રહી છે. તે ૧૪ દિવસની અંદર વિદેશ પ્રવાસથી પાછો ફર્યો છે. અમને ટેસ્ટનો રિપોર્ટ મળી જાય અને તે રિકવરી શરૂ લેશે તો થોડા જ દિવસમાં ટીમની સાથે જોડાઈ જશે. હાલ અમે આનાથી વધુ કશું જ કહી શકીએ તેમ નથી.''

આ ઉપરાંત ઈંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ ચેલ્સીના ખેલાડી કલુમ હડસન-ઓડોઈ, આર્સેનલના કોચ મિકેલ અર્ટેટા ઉપરાંત ઇટાલિયન ક્લબ યુવેન્ટ્સના ડેનિલ રુગાની પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. યુવેન્ટ્સે જણાવ્યું છે, ''ડેનિલે રુગાની કોરોના પોઝિટિવ છે. ક્લબ તરફથી આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં અન્ય લોકોને પણ રાખવામાં આવશે, જેઓ રુગાની સાથે સંપર્કમાં હતા.'

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Cricket કોરોના વાયરસ ક્રિકેટ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ