બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus action gujarat government
Kavan
Last Updated: 08:39 AM, 5 January 2022
ADVERTISEMENT
સતત કોરોનાના કેસ વધતા હવે હોસ્પિટલમાં 2 શિફ્ટમાં ટેસ્ટિંગ કરવા નિર્ણય કરાયો છે. અને ટેસ્ટિંગ માટે સ્ટાફની ભરતી માટે આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે. જેમાં લેબ એટેન્ડન્ટને માસિક 9 હજાર પગાર ધોરણ નક્કી કરાયા છે.
કોને કેટલું અપાશે ભથ્થું
ADVERTISEMENT
આ સાથે જ DEOને માસિક 12 હજાર પગાર ધોરણ નક્કી કરાયા છે. જ્યારે લેબ આસિસ્ટન્ટનો 11 હજાર પગાર, લેબ ટેક્નિશિયનનો 13 હજાર પગાર નક્કી કરાયો છે. અને માઇક્રો બાયોલોજીસ્ટ MDને 80 હજાર પગાર ધોરણ નક્કી કરાયું છે.
મંગળવારે નોંધાયા 2265 કેસ
ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2265 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ગઈ છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 1314 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં કેસ 424 તો વડોદરામાં 94 કેસ અને રાજકોટમાં 57 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 35 તો જામનગર 23 કેસ કોરોનાના સામે આવતા તંત્ર સતર્ક બની ગયું છે.રાજ્યમાં આજે કોરોનાના કારણે 2 દર્દી મોતને ભેટયા છે જ્યારે 18 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. ગુજરાતમાં હવે એક્ટિવ કેસ 7,881 સુધી પહોંચી જતાં લોકો અને સરકારના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. રાજ્યમાં આજે 8.73 લાખ લોકોને વેક્સિન અપાતા કુલ 9.13 કરોડ વેક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી આજે 5.78 લાખ બાળકોને કોરોના રસીની કવચ આપી દેવાયું છે. સારી વાત એ છે કે ગુજરાત રાજ્યમાં રિકવરી રેટ 98.85% સુધી પહોંચી ગયો છે.
હાલમાં 18 લોકો વેન્ટિલેટર પર
રાજ્યમાં હાલમાં કુલ 7881 એક્ટિવ કેસો છે તો હાલમાં 18 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 7863 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. તો કુલ 8,19,287 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો બીજી બાજુ કુલ 10,125 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજ રોજ એક જ દિવસમાં 240 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે તો 2265 નવા કેસ નોંધાયા છે તો બીજી બાજુ 2 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. તો આજ રોજ 8,73,457 લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,19,287 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે.
જિલ્લા પ્રમાણે કોરોનાના કેસ
જો કોરોના કેસની જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ 1314 કેસ સાથે કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. સુરત 424 કેસ સાથે કોરોનાની ત્રીજી લહેર પર સવાર થઈ ગયું છે. વડોદરામાં 94, રાજકોટમાં 57 કેસ, ગાંધીનગરમાં 35, જામનગરમાં 23 કેસ, જૂનાગઢમાં 12, આણંદમાં 70 કેસ, કચ્છમાં 37,ખેડામાં 34, ભરૂચમાં 26 કેસ, મોરબીમાં 24, નવસારીમાં 18, મહેસાણામાં 14 કેસ, પંચમહાલમાં 14, વલસાડમાં 9, બનાસકાંઠામાં 6 કેસ, સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 5, દ્વારકામાં 4 કેસ, મહીસાગરમાં 4, અમરેલી 3, ગીર સોમનાથમાં 3 કેસ, તાપીમાં 3 કેસ, દાહોદમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 1, ડાંગમાં 1 કેસ કોરોનાનો નોંધાયો છે.
આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત
ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અનેક લોકોને કોરોના ભરડામાં લઈ રહ્યો છે એવામાં રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ પણ તેમાથી બાકાત રહ્યા નથી. આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મનોજ અગ્રવાર કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે જો કે હાલ આરોગ્ય સચિવ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. મહત્વનું છે કે આજે સાંજ જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.