ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Corona Virus: An incident that left people scared by 80,000 spectators during the Cricket World Cup Final

ક્રિકેટ / કોરોના વાયરસ : ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ દરમ્યાન 80,000 દર્શકોની વચ્ચે ઘટી એવી ઘટના કે લોકો ડરી ગયા

Published By: Intern

Last Updated: 03:20 PM, 12 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મહિલા T20 વર્લ્ડ કપના ફાઇનલ મેચ દરમિયાન દર્શકો વચ્ચે કોરોના વાયરસથી સંક્રમિત એક વ્યક્તિ પણ બેઠો હતો. આ વાતની પુષ્ટી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) તંત્રે ટ્વીટ કરતા કહ્યું છે. ટ્વીટમાં MCGએ કહ્યું કે ફાઇનલ મેચમાં એક કોરોના સંક્રમિત દર્શક હતો પરંતુ તેનાથી અન્ય લોકો સંક્રમિત થયા હશે તેનો ખતરો ઓછો છે.

ADVERTISEMENT

  • મેલબર્ન શહેરમાં 70 દર્દીઓની સારવાર કરનાર ડોક્ટર પણ કોરોના વાયરસથી સંક્રમિત
  • આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનોથી હરાવી પાંચમી વખત મહિલા T20નું ટાઇટલ પ્રાપ્ત કર્યું

મહિલા T20 વર્લ્ડ કપ ફાઇનલ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં થયો હતો. ત્યાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓ પણ છે. એટલું જ નહી કોરોના વાયરસના 70 દર્દીઓની સારવાર કરનાર ડોક્ટર પણ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચુક્યા છે. 

આ મુકાબલામાં યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનોથી હરાવી પાંચમી વખત મહિલા T20નું ટાઇટલ પ્રાપ્ત કર્યું. આ મેચને જોવા માટે 86,174 લોકો પહોંચ્યા હતા જો કે મહિલા ક્રિકેટ મેચને જોવા આવેલા દર્શકોની આ રેકોર્ડ સંખ્યા છે. 

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં સાર્વજનિક સભાઓ, સેમિનાર, રમતનું આયોજન રદ કરવામાં આવેલ છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાઇ મહિલા ટીમ વચ્ચે રમવામાં આવી હતી. સ્વાસ્થ્ય અને જન સેવા વિભાગે સબંધિત વ્યક્તિને સારવારની સલાહ આપી છે. જેનાથી આસપાસની જનતા અને સ્ટાફ વચ્ચે કોવિડ-19ના ફેલાવાનું ઓછું જોખમ થઇ શકે છે. 

આ વ્યક્તિ MCGના સેક્શન A42માં નોર્ધન સ્ટેન્ડના લેવલ 2 પર બેઠો હતો. સ્વાસ્થ્ય અને જન સેવા વિભાગે સલાહ આપી છે કે, A42માં બેસેલા લોકો પોતાની સામાન્ય દિનચર્યા ચાલુ રાખે અને સાફ સફાઈ પર વધારે ધ્યાન આપે. સાથે જ કહેવામાં આવ્યું છે કે ખાંસી-શરદી જેવા લક્ષણો દેખાતા ડોક્ટરની સલાહ લેવી. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Cricket Woman T20 match કોરોના વાયરસ ક્રિકેટ વર્લ્ડ કપ મહિલા T20 વર્લ્ડ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ