બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Corona case in India, Modi government alert: States were immediately given advisory

ફરી હાહાકાર... / ભારતમાં કોરોનાનો આ કેસ આવતા જ સતર્ક થઈ મોદી સરકાર: રાજ્યોને તાબડતોબ આપ્યા દિશા-નિર્દેશ, ટેસ્ટ વધારવા પણ આદેશ

Megha

Last Updated: 11:49 AM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધી દેશમાં સબ-વેરિઅન્ટ JN.1 સંક્રમણનો એક કેસ સામે આવ્યો છે પણ આ સબ-વેરિઅન્ટ હાલ સિંગાપોર, અમેરિકા અને ચીન સહિત ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે.

  • દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસમાં ઉછાળો જોવા મળ્યો
  • દેશમાં સબ-વેરિઅન્ટ JN.1નો એક કેસ સામે આવ્યો હતો
  • સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો માટે નવી એડવાઈઝરી જારી કરી

વર્ષ 2023 પૂરું થવાને આરે છે અને થોડા દિવસોમાં નવું વર્ષ 2024 આવી જશે. આ દરમિયાન નવા વર્ષની ઉજવણી પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે અને અંહી સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે કોવિડનું નવું સબ-વેરિઅન્ટ સામે આવ્યું છે જેનું નામ છે JN.1. 

Tag | VTV Gujarati

દેશમાં સબ-વેરિઅન્ટ JN.1નો એક કેસ સામે આવ્યો
અત્યાર સુધી દેશમાં આ નવા સબ-વેરિઅન્ટથી સંક્રમણનો એક કેસ સામે આવ્યો છે પણ આ સબ-વેરિઅન્ટ હાલ સિંગાપોર, અમેરિકા અને ચીન સહિત ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ સોમવારે કોવિડના 260 નવા કેસ નોંધાયા હતા, આ સાથે જ કોરોના સંક્રમણના કુલ એક્ટિવ કેસનો આંકડો 1,828 સુધી પંહોચ્યો છે. જેમાં કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં 1,634 કોવિડ સંક્રમિત લોકો મળી આવ્યા છે. સંક્રમણના વધતા જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો માટે નવી એડવાઈઝરી જારી કરી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો માટે નવી એડવાઈઝરી જારી કરી
આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, 'આવનારી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને થોડા ઠોસ પગલાં લેવાની જરૂર છે, જેથી આ વાયરસને કારણે ફેલાતા જોખમને બને તેટલું રોકી શકીએ અને ઓછું કરી શકીએ.' સાથે જ દરેક રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા માંટે કહેવામાં આવ્યું છે. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG લેબોરેટરીમાં પોઝિટવ સેમ્પલ મોકલવાની સલાહ આપવામાં આવી હતી.

Tag | VTV Gujarati

JN.1 સબ-વેરિઅન્ટનો સૌથી પહેલો સામે આવ્યો
નોંધનીય છે કે ભારતમાં 8 ડિસેમ્બર 2023 ના રોજ કેરળના તિરુવંતપુરમમાં JN.1 સબ-વેરિઅન્ટનો સૌથી પહેલો સામે આવ્યો હતો. 79 વર્ષની એક મહિલાની રિપોર્ટ પોઝિટિવ આવી હતી. આ મહિલા 25 ઓકટોબરના રોજ સિંગાપોર પ્રવાસ પર હતી, પરત ફર્યા બાદ તેનામાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગના હળવા લક્ષણો હતા. હાલ મહિલા સ્વસ્થ થઈ ગઈ છે. કર્ણાટક સરકારે પણ સબ વેરિઅન્ટ JN.1 અંગે ચેતવણી જારી કરી છે.  

Corona virus in india Central government in action mode, calls emergency meeting tomorrow

કર્ણાટકમાં માસ્ક રૂલ
કર્ણાટકમાં કોરોનાનાં કેસ વધતાં રાજ્ય સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડૂ રાવે કહ્યું કે, ચિંતા કરવાની જરૂર નથી. અમે ટેકનિકલ સલાહકાર ટીમ TACની સાથે બેઠક કરી છે. ચર્ચા કરી છે કે શું પગલાંઓ ભરવા જોઈએ. અમે ટૂંક જ સમયમાં એક એડવાઈઝરી જાહેર કરશું. હાલમાં જે લોકોની ઉંમર 60 વર્ષથી વધારે છે, જેમને હદય સમસ્યા છે અને અન્ય કોઈ ગંભીર બીમારી છે તેમણે માસ્ક પહેરવું જરૂરી છે. અમે સરકારી હોસ્પિટલોમાં તૈયાર રહેવાનું કહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ