બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / corona ahemdabad 1200 beds by Tantra at Civil Hospital

તૈયારી / કોરોનાના ભણકારા વચ્ચે અમદાવાદ સિવિલ તંત્ર બન્યું સાબદું, તાબડતોબ લીધો આ નિર્ણય

Kishor

Last Updated: 10:34 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તંત્ર દ્વારા 1200 બેડ હોસ્પિટલનો કોરોના વોર્ડ ઊભો કર્યો છે. ઉપરાંત 80 ICU બેડ સાથે કોરોના ઓમિક્રોન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

  • કોરોના સંક્રમણ વચ્ચે તંત્ર તૈયાર
  • અમદાવાદ સિવિલમાં ઓમિક્રોન વોર્ડ તૈયાર
  • 80 બેડનો ICU કોવિડ વોર્ડ તૈયાર

ચીન સહિત વિશ્વના દેશોમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને આરોગ્ય તંત્રના શ્વાસ અધર થયા છે. જેને લઈને ગુજરાતમાં આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવમાં આવી છે. કોરોના કેસ ફરી સામે આવતા હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કોરોનાના સંક્રમણ વધવાના જોખમ વચ્ચે તંત્ર સજ્જ બન્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનનો વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં હોસ્પિટલમાં 80 બેડનો ICU કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત કોરોનાના કેસ વધશે તો 1200 બેડ હોસ્પિટલ ફરી સક્રિય કરવામાં આવશે.

ભાવનગર સિવિલના સર્જન જયેશ બ્રહ્મભટ્ટે ઓક્સિજન પ્લાન્ટની લીધી મુલાકાત

વધુમા કોરોના અંગે સરકારની ગાઈડલાઈનને લઇ ભાવનગર સિવિલના સર્જન જયેશ બ્રહ્મભટ્ટ, કમિશનર વી.એન.ઉપાધ્યાયે ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જેમાં ભાવનગરમા હવે દરરોજ 500થી 1 હજાર ટેસ્ટિંગ કરાશે તેવું વી.એન.ઉપાધ્યાયએ કહ્યું હતું.

વડોદરા SSG અને ગોત્રી હોસ્પિટલ માં 50 બેડ તૈયાર રાખવા માં આવ્યા

વડોદરા SSG અને ગોત્રી હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે. તેમજ બંને હોસ્પિટલમાં સ્થાપેલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયા છે. હાલ SSG  હોસ્પિટલમાં ઓકસીજનના 5 પ્લાન્ટ તૈયાર છે. સુરત શહેરમાં 50 લાખમાંથી 8 લાખ લોકોએ જ બુસ્ટરડોઝ લીધો છે. જેને લઈને નાગરિકોને પણ નવા વેરીયન્ટ સામે તકેદારી રાખવા અપીલ કરાઇ છે. બીજી બાજુ પાલીકાના હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરાઈ છે.

જીજી હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા કરાઈ

ઓમિક્રોન BF 7 ની ગુજરાતમાં એન્ટ્રીથી જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ છે. આ સાથે જિલ્લામાં બેડ સહિત બે ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા કરાઇ છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલમાં વધારો કરાયો છે. આ સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી જી જી હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને લઈને હોસ્પિટલમાં દવાનો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ હાલ જામનગર જિલ્લામાં એક કોરોનાનો કેસ નોંધાયો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ