બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Controversy over Mogal chedta Kalo Naag song court order on Dad order to take it down from YouTube

કોપીરાઇટ કેસ / `મોગલ છેડતા કાળો નાગ' ગીત પર વિવાદ, દાદ પર કોર્ટે કર્યો હુકમ, યુટ્યુબ પરથી ઉતારવા આદેશ

Published By: Pravin Joshi

Last Updated: 06:15 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ગીત મોગલ છેડતા કાળો નાગ ગીતને લઈને નવો વિવાદ ચગ્યો છે. જી હાં `મોગલ છેડતા કાળો નાગ' ગીતના અનધિકૃત ઉપયોગનો કેસ કરવામાં આવ્યો છે

ગુજરાતમાં કિંજલ દવેના ચાર ચાર બંગડી વાળી સોંગ બાદ હવે વધુ એક સોંગને લઈને વિવાદ વકર્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાતી ગીત મોગલ છેડતા કાળો નાગ ગીતને લઈને નવો વિવાદ ચગ્યો છે. જી હાં `મોગલ છેડતા કાળો નાગ' ગીતના અનધિકૃત ઉપયોગનો કેસ કરવામાં આવ્યો છે. રાજકોટના શિવ સ્ટુડિયોના માલિક રસિક ખખ્ખર વિરૂદ્ધ કોર્ટનો હુકમ આવ્યો છે. 

વધુ વાંચો : અરવિંદ વેગડાએ લોકસભા ચૂંટણી માટે ભાજપ પાસે ટિકિટ માંગી, હિતુ કનોડિયા પણ રેસમાં: એક જ બેઠક માટે 40 લોકોની દાવેદારી

હાલના ધોરણે યુટ્યુબ પરથી ગીત હટાવવા આદેશ

ઉલ્લેખનિય છે કે  મોગલ છેડતા કાળો નાગ ગીત સ્વ.આપાભાઇ ગઢવીએ લખ્યું હતું. સ્વ.આપાભાઇ ગઢવીના વંશજોએ ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે અરજી કરી હતી. કોમર્સ કોર્ટના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. આ મામલે યુટ્યુબ પર રોક લગાવવા અરજદારની માગ કરવામાં આવી હતી. જો કે હાલના ધોરણે યુટ્યુબ પરથી ગીત હટાવવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે તેમજ ગીતને તાત્કાલિક અસરથી કાઢી નાખવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ ગીતના કોપીરાઇટના કાયદેસરના વારસદાર તરીકે લેખકના દીકરા નરહર ગઢવીને ગણાવ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Controversy Dad MogalchedtaKaloNaag YouTube copyright courtorder gujaratisong order Mogal chedta Kalo Naag

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ