બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / Controversy over Kohli's wicket! Team India dismissed the third umpire

ક્રિકેટ / IND vs AUS: કોહલીની વિકેટને લઇ વિવાદ! થર્ડ અમ્પાયર પર ટીમ ઇન્ડિયાએ કાઢી ભડાશ, જુઓ વિરાટનું રિએક્શન

Priyakant

Last Updated: 03:09 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને જે રીતે આઉટ કરવામાં આવ્યો તેના પર સવાલો ઉઠી રહ્યા

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમાં વિવાદ 
  • વિરાટ કોહલીને જે રીતે આઉટ કરવામાં આવ્યો તેના પર સવાલો ઊભા થયા 
  • ચાહકો અને ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ પણ આ વિકેટને લઈને સંપૂર્ણ રીતે હતાશ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન મોટો વિવાદ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને જે રીતે આઉટ કરવામાં આવ્યો તેના પર સવાલો ઉઠી રહ્યા છે. માત્ર ચાહકો જ નહીં પરંતુ વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ પણ આ વિકેટને લઈને સંપૂર્ણ રીતે હતાશ જોવા મળી હતી. 

ભારતની ઈનિંગ્સની 50મી ઓવરમાં જ્યારે મેથ્યુ કુનહેમને બોલ વિરાટ કોહલીને ફેંક્યો ત્યારે બોલ પેડ સાથે અથડાઈ ગયો. અમ્પાયરે તેને આઉટ આપ્યો, પરંતુ બાદમાં વિરાટ કોહલીએ તેની સમીક્ષા કરી. રિવ્યુમાં પણ વિકેટ પર કોઈ સ્પષ્ટ વસ્તુ જોવા મળી ન હતી, પરંતુ અમ્પાયર્સના કોલને કારણે વિરાટ કોહલીને આઉટ આપવામાં આવ્યો હતો.

થર્ડ અમ્પાયરે વિરાટ કોહલીને આઉટ આપ્યો 
આ તરફ જ્યારે થર્ડ અમ્પાયરે વિરાટ કોહલીને આઉટ આપ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને વાંધો ઉઠાવીને પેવેલિયન પરત ફર્યો. ડ્રેસિંગ રૂમમાં બેઠેલી ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ પણ આ નિર્ણયથી ખુશ નહોતું, કોચ રાહુલ દ્રવિડ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ થર્ડ અમ્પાયરના નિર્ણયથી ખુશ નહોતા. જ્યારે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી ત્યારે વિરાટ કોહલી અડગ ઈનિંગ રમી રહ્યો હતો અને તેની સાથે રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાની ઈનિંગને આગળ લઈ જઈ રહ્યો હતો. આ ઇનિંગમાં વિરાટ કોહલીએ 84 બોલમાં 44 રન બનાવ્યા, આ દરમિયાન તેણે 4 ચોગ્ગા ફટકાર્યા.

વિરાટ કોહલી કેવી રીતે થયો આઉટ?
ઓસ્ટ્રેલિયાના સ્પિનર ​​કુન્હમેને એક બોલ નાખ્યો જેના પર વિરાટ કોહલી સીધો રમી બચાવ કરી રહ્યો હતો. આ દરમિયાન બોલ બેટ-પેડ સાથે અથડાયો. મેદાન પર ઉભેલા અમ્પાયરે વિરાટ કોહલીને આઉટ આપ્યો, પરંતુ વિરાટે કહ્યું કે પહેલા તેનું બેટ વાગ્યું હતું અને બોલ પાછળથી પેડ પર વાગ્યો હતો. વિરાટ કોહલીએ અહીં રિવ્યુ લીધો, જ્યારે રિપ્લે બતાવવામાં આવ્યો ત્યારે એવું પણ લાગ્યું કે, બોલ પહેલા બેટમાં વાગ્યો હતો. સમીક્ષામાં તેને અમ્પાયર્સ કોલ કહેવામાં આવતું હતુ  જે કિસ્સામાં ત્રીજા અમ્પાયરે મેદાન પરના અમ્પાયરના આઉટ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

વિરાટ કોહલીની વિકેટને લઈ હોબાળો 
વિરાટ કોહલીની આ વિકેટને લઈને ઘણો હોબાળો થયો હતો. દિગ્ગજોએ પણ આ રીતે આઉટ આપવા પર સવાલ ઉઠાવ્યા હતા. વસીમ જાફરે ટ્વીટ કરીને લખ્યું કે, તે તેના માટે અણનમ છે, કારણ કે તેને ક્યાંયથી એવું નથી લાગતું કે બોલ બેટને પહેલા વાગ્યો છે. તમને જણાવી દઈએ કે, દિલ્હી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાની બેટિંગ ચાલી રહી હતી અને અહીં બેટિંગ યુનિટ સંપૂર્ણપણે આઉટ ઓફ ફોર્મ દેખાઈ રહ્યું હતું.વિરાટ કોહલી સિવાય કોઈ પણ બેટ્સમેન લાંબી ઈનિંગ રમી શક્યો નહોતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ