બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Controversy in India-Australia first Test Jadeja accused of ball tampering

સવાલ / ભારત-ઓસ્ટ્રેલિયાની પહેલી ટેસ્ટમાં વિવાદ, જાડેજા પર બોલ સાથે છેડછાડનો આરોપ, જુઓ શું છે સમગ્ર મામલો

Kishor

Last Updated: 11:05 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ હતો. જેમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર બોલ સાથે છેડછાડ કર્યાનો આરોપ લાગ્યો છે.

  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ
  • ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર બોલ સાથે છેડછાડ કર્યાનો આરોપ
  • રવિન્દ્ર જાડેજાની બોલિંગ પર અનેક સવાલ ઉઠાવ્યા

આજે નાગપુરમાં રમાયેલા ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ તેની જબરજસ્ત બોલિંગથી પાંચ વિકેટ ઝડપી હતી. જેને પગલે આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું 177 રનમાં જ ફિન્ડલું વળી ગયું હતું. ત્યારે હવે પ્રથમ દિવસના મેચનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના માઈકલ વોન અને ટિમ પેને આ વીડિયોને હાથો બનાવીને રવિન્દ્ર જાડેજાની બોલિંગ પર અનેક સવાલ ઉઠાવ્યા છે. મહત્વનું છે કે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે રવિન્દ્ર જાડેજાએ તેની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયાની ટીમની પાંચ વિકેટ લઈને બેકફૂટ પર મુકી દિધી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર ૧૭૭ રનમાં સમેટાઈ ગઈ હતી.


શુ છે વાયરલ થયેલા વીડિયોમાં ?

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયુવેગે ફેલાઈ રહ્યો છે. જેમાં ભારતીય ક્રિકેટર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા દેખાઈ રહ્યો છે. જેમાં તેઓ બોલિંગ કરતા પહેલા ટીમના સાથી મિત્ર સિરાજ પાસે જઈ રહ્યો છે. અને તેમની પાસેથી કોઈ એવી વસ્તુ લે છે જે પોતે પોતાની આંગણીમાં નાખે છે. જો કે શુ છે તેની હજૂ સુધી કોઈ પુષ્ટી નથી. પરંતુ ઓસ્ટ્રેલિયાના મીડિયા એવા Foxsports.com.au એ આ વીડિયો શેર કરીને અનેક સવાલ ઉભા કરી દિધા છે. મહત્વની વાત એ છે કે રવિન્દ્ર જાડેજાની આ ઘાતક પર્ફોમન્સને વિદેશી મીડિયા અને હરિફ ટીમના પ્લેયર પચાવી શકયા ન હતા અને બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવાનો પ્રયાસ કરવામાં કોઈ કસર છોડી નથી


મહત્વની વાત એ છે કે રવિન્દ્ર જાડેજા છેલ્લા કેટલાય દિવસથી ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી દૂર હતો ત્યારે આજે જ તેમની ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં વાપસી થઈ છે અને તે વાપસી સાથે તેને તેના ખતરનાક ફોર્મના કારણે પાંચ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની ટીમને પેવેલિયન ભેગી કરી દિધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ