બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Controversy in Banaskantha Ambaji where women were taken to sanctum sanctorum by wearing a saree over a dress.
Dinesh
Last Updated: 01:59 PM, 24 November 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
યાત્રાધામ અંબાજીમાં મંદિરના વહિવટદારે એક દિવસ પહેલા જ મંદિરમાં VIP દર્શનની કોઈ વ્યવસ્થા ન હોવાનો દાવો કર્યો હતો. અને કોંગ્રેસના આક્ષેપને ખોટા ગણાવ્યા હતા. ત્યારે અંબાજી મંદિરમાં VIP દર્શન મુદ્દે ફરી વિવાદ સામે આવ્યો છે. મંદિર ટ્રસ્ટે મંદિરના ગર્ભગૃહમાં જઇ થતાં દર્શન બંધ કર્યા હતા. જો કે, ગુરુવારે મહિલાએ ગર્ભગૃહમાં જઇ દર્શન કરતાં વિવાદ શરૂ થયો છે.
અધિકારીઓએ જુગાડ કર્યાનું અનુમાન
VIP દર્શન કરાવવા અધિકારીઓએ જુગાડ કર્યાનું અનુમાન સામે આવ્યો છે. મહિલાએ ડ્રેસ પર સાડી પહેરી દર્શન કર્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પંજાબી ડ્રેસ પર સાડી પહેરાવી મહિલાને પ્રવેશ અપાયો હોવાની માહિતી સામે આવી છે. અંબાજીમાં VIP દર્શનને લઇ ફરી વિવાદ વકરે તેવી સ્થિતી સર્જાઈ છે. અત્રે જણાવીએ અગાઉ પણ મંદિરના વહીવટી તંત્ર પર VIP દર્શનને લઈ આક્ષેપ કરાયો હતો.
અગાઉ પણ VIP દર્શનનો મુદ્દે વિવાદ સર્જાયો હતો
અત્રે જણાવીએ કે, અગાઉ પણ મંદિરના પાછળના ભાગેથી VIP ભક્તોને એન્ટ્રી અપાતી હતી. VIP દર્શનનો મામલે વીટીવીએ રિયાલીટી ચેક કર્યું હતું. જેમાં મંદિરના ગર્ભગૃહમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરી રહ્યા હતા. એટલું જ નહીં માતાજીના ગર્ભગૃહમાં જીન્સ અને ટીશર્ટ પહેરીને કેટલીક મહિલાઓ દર્શન કરતી પણ જોવા મળી હતી, આ તમામ લોકો 5 હજાર રૂપિયા આપીને દર્શન કરવા ગર્ભગૃહમાં પ્રવેશ્યા હોવાનો દાવો થઈ રહ્યો હતો.
અગાઉ કોંગ્રેસ પ્રવક્તાએ દાવો કર્યો હતો
5 હજારમાં અંબાજી મંદિરમાં VIP દર્શન થતાં હોવાનો કોંગ્રેસ પ્રવક્તાએ દાવો કર્યો ત્યારે વહીવટદાર તેમને ખોટા સાબિત કરવામાં તૂલ્યા હતા. પરંતુ ફરી એકવાર વીઆઈપી દર્શનનો મુદ્દો ઉઠ્યો છે. વહીવટદાર બીજું જુઠ્ઠાણું એવું બોલ્યા હતા કે, દિવ્યાંગો અને વૃદ્ધ માતા-પિતાને આ રીતે દર્શન કરાવવામાં આવે છે. પરંતુ અહીં તો એકપણ દિવ્યાંગ કે, વૃદ્ધ ન જોવા મળ્યા. જેના પરથી વહીવટદારોની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.