બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / constipation to liver detox benefits of apple juice in empty stomach

સ્વાસ્થ્ય / રોજ સવારે ઉઠીને પીવાનું શરૂ કરો આ જ્યુસ, દૂર થશે લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલ તમામ સમસ્યાઓ

Arohi

Last Updated: 02:46 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits Of Apple Juice: સવારે ખાલી પેટે સફરજનનું જ્યુસ પીવાના ખૂબ જ ફાયદા છે. સફરજન તમારી ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આવો જાણીએ સફરજનના જ્યુસના ફાયદાઓ વિશે.

  • દરરોજ 1 સફરજન ખાવાથી બીમારીઓ રહે છે દૂર 
  • સફરજનના જ્યુસના છે ઘણા ફાયદા 
  • કબજીયાત અને લિવર માટે પણ છે સારૂ 

રોજ 1 સફરજન ખાવાથી તમારી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. આ વાત તો તમે ઘણી વખત સાંભળી હશે. પરંતુ શું તમને ખબર છે કે સફરજન જ્યુસ પીવાના ફાયદા પણ છે. હકીકતે સફરજનનો જ્યુસ શરીર માટે ઝડપથી કામ કરે છે અને આ સરળતાથી શરીર એબજોર્બ કરી લે છે. 

તેમાં એન્ટીબેક્ટેરિયલ અને ક્લીંઝિંગ ગુણ હોય છે. તેનાથી સ્કિનથી લઈને પેટ સુધી શરીરને ઘણા ફાયદા મળી શકે છે. તેના ઉપરાંત પણ સફરજનનો જ્યુસ પીવાથી ઘણા ફાયદા મળી શકે છે. સવારે ઉઠીને 1 ગ્લાસ સફરજનના જ્યુસને ખાલી પેટે લેવો જોઈએ. 

બ્રેઈન સેલ્સને કરે છે તેજ 
સફરજનના રસમાં મળી આવતા પોલીફેનોલિક એન્ટીઓક્સીડેન્ટ, બ્રેઈનને ફાઈન રેડિકલ્સ નામના અસ્થિર અણુઓથી થતા નુકસાનથી બચાવે છે. આ માથાના કોષોનું નુકસાન ઓછુ કરવામાં મદદ કરે છે. આ રીતે આ એલ્ઝાઈમર અને પાર્કિંસંસ જેવા ન્યુરોડીજેનેરેટિવ બિમારીઓથી પણ બચવામાં મદદ કરે છે. 

આંખોની રોશની વધારે છે સફરજન 
સફરજન જ્યૂસ વિટામિન એથી ભરપૂર છે અને આ આંખોની રોશનીને વધારવામાં મદદ કરે છે. જ્યારે તમે સવારે ખાલી પેટે તેને પીવો છો તો આ તમારી આંખોની રોશનીને વધારે છે. તેના ઉપરાંત તે આંખોથી જોડાયેલી ઘણી બીમારીઓથી તમને બચાવી શકે છે અને આંખોની નસો અને કીકીઓને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. 

ઈમ્યુનિટી વધારે છે સફરજનનો જ્યૂસ 
સફરજનનો જ્યૂસ પીવાથી તમારૂ ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે અને તમે ઘણી સીઝનલ બીમારીઓથી બચી શકો છો. તેના ઉપરાંત સફરજનમાં પોલીફેનોલ્સ અને વિટામીન સી પણ હોય છે જે તમને ઈમ્યુન સેલ્સને વધારે મજબૂત બનાવવામાં મદદ કરે છે જેથી તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓથી લડી શકો. 

કબ્સ અને લિવર ડિટોક્સમાં ફાયદાકારક 
પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ સ્કિનની ઘણી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. જેમ કે કબજીયાત. તો સવારે ખાલી પેટે સફરજનનો જ્યૂસ પીવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે અને કબજીયાતની સમસ્યાથી બચી શકાય છે. બીજુ આ લિવરમાં જમા ગંદકીને પણ ડિટોક્સ કરે છે. તેનાથી તમારૂ લોહી સાફ થાય છે અને તેની ચમક તમે પોતાના ચહેરા પર જોઈ શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ