ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / congress mla of prantij will join bjp

ઇલેક્શન-2022 / ગુજરાતમાં ફરી કોંગ્રેસ તૂટે છે! વધુ એક મોટા નેતા જોડાશે ભાજપમાં, 22 ઓગસ્ટે કરશે કેસરિયા

Published By: Khyati

Last Updated: 03:29 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠામાં કોંગ્રેસ તૂટવાના એંધાણ, અશ્વિન કોટવાલ બાદ હવે આ ધારાસભ્ય ધારણ કરશે કેસરિયો

ADVERTISEMENT

  • કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાશે
  • વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે
  • પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કરશે કેસરિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ માહોલ ગરમાઇ રહ્યો છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તમામ પ્રકારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક તરફ ભાજપના દિગ્ગજો ગુજરાત મુલાકાતે આવીને વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે.  પરંતુ કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી બની છે. વધુ એક કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાશે.

મહેન્દ્રસિંહ બારૈયા જોડાશે ભાજપમાં

જી, હા પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પક્ષપલટો કરશે. તેઓ આગામી 22 ઑગષ્ટે કમલમ ખાતે ભાજપમાં જોડાશે. સ્થાનિક ભાજપના કાર્યકરો અને ટેકેદારો આ પ્રસંગે હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ-તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ 21 ઓગષ્ટના રોજ પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસને લઈને લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કર્યુ છે. જેમાં 1000થી વધુ શુભેચ્છકો આવશે. તો 51 બ્રાહ્મણો પણ પૂજામાં જોડાશે. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.  મહત્વનું છે કે પહેલા ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે પ્રાંતિજના ધારાસભ્ય ભાજપમાં જોડાશે જે પરથી કહી શકાય તે સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ તૂટવાના એંધાણ વર્તાયા છે. 

મહેન્દ્ર સિંહ બારૈયાની રાજકીય કારકિર્દી

પ્રાંતિજના મહેન્દ્રસિંહ બારૈયાએ 1998થી રાજકારણમાં જોડાયા. તેઓ પહેલા પ્રાંતિજ તાલુકા કોંગ્રેસમાં મહામંત્રી હતા. ત્યાર બાદ 2002માં તેમણે જિલ્લા કોંગ્રેસનું મહામંત્રી પદ સંભાળ્યુ હતું. વળી પ્રાંતિજ માર્કેટયાર્ડમાં બે વાર ડિરેક્ટર બન્યા હતા. 2009થી 2012 દરમિયાન ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસમાં માસ્ટર ટ્રેનર તરીકેની કામગીરી કરી હતી.2010માં તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોયદ જીલ્લા પંચાયતની બેઠક પર 950 વોટથી વિજયી બન્યા અને તે પછી  તાલુકા પંચાયતની પાંચેય બેઠક પણ વિજયી બનાવી હતી. તેઓ 2012માં પ્રાંતિજ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા.  2017માં તેઓ પ્રાંતિજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા પરંતુ 2551 મતોથી હાર્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

કોંગ્રેસને ફટકો ગુજરાત કોંગ્રેસ ભાજપમાં જોડાશે મહેન્દ્રસિંહ બારૈયા Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ