બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / congress cwc meeting new president modi government

રણનીતિ / કોંગ્રેસની CWC બેઠકઃ નવા અધ્યક્ષ માટે મે મહિનામાં ચૂંટણી, સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષા પર કરી આ વાત

Divyesh

Last Updated: 12:24 PM, 22 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં મોદી સરકાર નિશાન તાક્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે મોદી સરકારે સંવેદનહીનતા અને અહંકારની બધી હદ પાર કરી દીધી છે. ખેડૂત આંદોલનને લઇને સોનિયા ગાંધીએ કહ્યું કે આ કાયદાને સરકાર જલ્દી પરત ખેંચી લે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંસદમાં કૃષિ કાયદાને સરખી સમજવા માટે સમય આપવામાં આવ્યો નહી અને હવે બેઠકો કરવામાં આવી રહી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે પહેલાથી જ ત્રણેય કૃષિ કાયદાનો ફગાવી દીધા હતા. આ કાયદા MSPને લઇને ખાદ્ય સુરક્ષા ઉપર સવાલ ઉભા કરી રહ્યાં છે. 

કોંગ્રેસ પાર્ટીની CWCની આજરોજ દિલ્હી ખાતે પાર્ટીના મુખ્યાલયમાં બેઠક મળી છે. કોરોના મહામારીના કારણે CWCની ડિજીટલ બેઠક મળી રહી છે. 

કોંગ્રેસની CWC બેઠકમાં રિપબ્લિક ટીવીના એડીટર અર્નબ ગોસ્વામીની કથિત વાયરલ વ્હોટસઅપ ચેટને લઇને રાષ્ટ્રીય સુરક્ષા સાથે પૂરી રીતે સમજૂતિ કરવામાં આવી છે. સરકારે આ મુદ્દે મૌન ધારણ કર્યું છે. 

સોનિયા ગાંધીએ અર્થવ્યવસ્થાને લઇને કેન્દ્ર સરકાર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે સરકાર ખાનગીકરણને લઇને હડબડીમાં છે. કોરોના ટીકાકરણ પર કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આશા છે કે કોવિડ રસીકરણની પ્રક્રિયા જારી રાખવામાં આવે અને તેને પુરી કરવામાં આવે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષપદ માટે ચૂંટણી મે મહિનામાં થશે, હાલ સોનિયા ગાંધી જ રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

CWC Sonia Gandhi congress કોંગ્રેસ સોનિયા ગાંધી congress
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ