બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / Concluded DC Patel Box Cricket Champions Trophy organized by CB Patel Cricket and Football Academy

સુરત / સી.બી.પટેલ ક્રિકેટ એન્ડ ફૂટબોલ એકેડમી દ્વારા આયોજીત ડી. સી.પટેલ બોક્સ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફીનું સમાપન

Dinesh

Last Updated: 03:36 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા અને પુરુષ એમ બે કેટેગરીમાં ટુર્નામેન્ટ યોજાઈ હતી, ટુર્નામેન્ટ દરમિયાન કુલ 125 મેચો અને 252 ઇનિગ્સ રમાઈ હતી

  • સી.બી.પટેલ ક્રિકેટ એન્ડ ફૂટબોલ એકેડમી દ્રારા આયોજીત બોક્સ ક્રિકેટનું સમાપન
  • મહિલા કેટેગરીમાં સિસ્ટમ સ્ક્વાડ, પુરુષ કેટેગરીમાં લીજન્ડ્સ ટીમ બની વિજેતા
  • ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને જતીન પરાંજપે ઉપસ્થિત રહ્યા હતા


સુરત: સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા 22 ઓગષ્ટથી ડી સી પટેલ એજ્યુકેશનલ કેમ્પસની જુદી જુદી પાંચ કોલેજોના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ ચાલેલા આટુર્નામેન્ટમાં રેકોર્ડ 172 ટીમો ભાગ લીધો હતો. મહિલા અને પુરુષોની ટીમો વચ્ચે જામેલા બોક્સ ક્રિકેટના આ રોમાંચક મુકાબલામા ફાઇનલ મેચોમાં મહિલા કેટેગરીમાં સિસ્ટમસ્કવાડ અને પુરુષ કેટેગરીમાં લિજન્ડ્સ ટીમ વિજેતા બની હતી. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ખાસ મહેમાન તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને જતીન પરાંજપે ઉપસ્થિત રહ્યા હતા. 

કમલેશભાઈ પટેલે શું જણાવ્યું ?
ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમીના ચેરમેન કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, બોક્સ ક્રિકેટ ઇન્ડોરગેમ છે એટલે ચોમાસાની ઋતુમાં પણ રમી શકાય છે અને વિદ્યાર્થીઓમાં ખેલદિલી હંમેશા જાગૃત રહેતે બાબતને કેન્દ્રમાં રાખી સી.બી. પટેલ ક્રિકેટઅને ફૂટબોલ એકેડેમી દ્વારા ડી.સી.પટેલ એજ્યુકેશનલ કેમ્પસના સહયોગથી બોક્સ ક્રિકેટટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં ડી.સી.પટેલ એજયુકેશનલ કેમ્પસમાં આવેલી પાંચકોલેજની 172 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 22મીઓગષ્ટના રોજ સવારે 9 કલાકે કાંઠા વિભાગ નવ નિર્માણમંડળના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડી.સી.પટેલ એજયુકેશનલ કેમ્પસના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય સભ્યોએ પણ હાજરી આપી હતી. ટુર્નામેન્ટમાં વિશેષ અતિથિ તરીકે ભૂતપૂર્વભારતીય ક્રિકેટર મુનાફપટેલ અને ઇન્ડિયન સિલેકશન પેનલના સભ્ય તેમજભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જતીન પરાંજપે ઉપસ્થિત રહ્યા હતા. પાંચ દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસચાન્સેલર કિશોર સિંહ ચાવડા સરપણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

બે કેટેગરીમાં ટુર્નામેન્ટ યોજાઈ હતી
મહિલા અને પુરુષ એમ બે કેટેગરીમાં ટુર્નામેન્ટ યોજાઈ હતી. ટુર્નામેન્ટ દરમિયાન કુલ 125 મેચો અને 252 ઇનિગ્સ રમાઈ હતી. કાકુલ 19213 રન બન્યા હતા અને 1090 વિકેટ ગઈ હતી.ટુર્નામેન્ટમાં કુલ 2263 સિક્સઅને 610 ફોરવાગ્યાહતાં. 69  વખત 50 થી વધુ રનની પાર્ટનરશીપ થઈ હતી. મહિલા કેટેગરીમાં ફાઇનલ મેચ સિસ્ટમ સ્કવાડ અને પીચ સ્મેશર્સ વચ્ચે રમાઇ હતી, જેમાં સિસ્ટમ સ્કવાડ ચેમ્પિયન બની હતી, જ્યારે પુરુષ કેટેગરીમાં લિજન્ડસ્ અને ટીમ ચેમ્પિયન્સ વચ્ચે ફાઇનલ મુકાબલો ખેલાયો હતો, જેમાં લિજન્ડસ્ટી મચેમ્પિયન બની હતી. તમેજ મહિલા કેટેગરીમાં ત્રીજા સ્થાને બી.એસ સી એન્જલસ અને ચોથા સ્થાન પર સ્ટ્રાઈ કિગ વોરિયર્સ રહી હતી અને પુરૂષ કેટેગરીમાં ત્રીજા સ્થાને પટેલ 11 અને ચોથા સ્થાને રેડવિંગ્સ ટીમ રહી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ