બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Complaint of cousins committing rape with girl in Mehsana district

શરમજનક / ગુજરાતની દીકરીઓની સુરક્ષા પર ફરી સવાલ: મહેસાણામાં ખેતરમાં લઈ જઈ બે ભાઈઓએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

Malay

Last Updated: 11:39 AM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા જિલ્લામાં સગીરાને ખેતરમાં લઈ જઈને બે પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખેરાલું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

 

  • પિતરાઇ ભાઇઓ બન્યા હેવાન
  • સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
  • બંને ભાઇ સામે ફરિયાદ નોંધાઇ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મહિલાઓ માટે ગુજરાત સલામત છે એવા દાવાઓ વચ્ચે ગોઝારી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. દુષ્કર્મીઓને માટે સરકારે કડક કાયદો બનાવી ફાંસીના માંચડે લટકાવી દેવા સુધીની સજાની જોગવાઈ કરી હોવા છતાં કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે વધુ એક દુષ્કર્મનો બનાવ મહેસાણા જિલ્લામાં બન્યો છે.

14 વર્ષની કિશોરી સાથે ડિલિવરી બોયે આચર્યુ દુષ્કર્મ, આરોપી પોલીસ સકંજામાં,  જાણો કેવી રીતે ભાંડો ફૂટ્યો | 14year old girl rape by delivery boy

સગીરાને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું
મહેસાણાના ખેરાલુ નજીક સગીરા સાથે પિતરાઈ ભાઈઓએ ખેતરમાં દુષ્કર્મ આચરતા હડકંપ મચી ગયો છે. બંને આરોપી ભાઈઓ સામે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સગીરાની ફરિયાદ મુજબ, પહેલા અવાર નવાર ઠાકોર મેહુલજી નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં મેહુલના ભાઈ ઠાકોર કમલેશજીએ પણ દુષ્કર્મ આચર્યુ હતું. બંને પિતરાઈ ભાઈઓએ સગીરાને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. હાલ સગીરાની ફરિયાદના આધારે બંને આરોપીને ઝડપી પાડવા ખેરાલુ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

દેવગઢ બારિયામાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ
દેવગઢ બારિયામાં પણ દુષ્કર્મનો બનાવ બન્યો છે. અસાયડીના યુવકે દાહોદ તાલુકાની વતની અને પંચમહાલ જિલ્લાની 17 વર્ષીય સગીરાનું પત્ની તરીકે રાખવા અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતું. નરાધમ યુવકની ચુંગલમાંથી ભાગવાનો મોકો મળતાં સગીરા ત્યાંથી ભાગીને પોતાના ઘરે આવી હતી. ત્યારબાદ તેની સાથે બનેલી ઘટનાની પરિવારને જાણ કરી હતી. જે સગીરા પરિવાર સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. સગીરાએ વિજય બાબુ કોળી પટેલ સામે પીપલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વડોદરામાં સહકર્મચારીએ યુવતીના ઘરમાં આચર્યું દુષ્કર્મ: અન્ય વ્યક્તિ સાથેના  ફોટોઝ વાયરલ કરવાની આપતો હતો ધમકી | Vadodara a colleague raped a girl in her  house

ફોટા બતાવી દેવાની ધમકી આપી દુષ્કર્મ
બાબરામાં રહેતી એક સગીરા સાથે બે મહિનાથી પરિચય કેળવી અહી જ રહેતા એક યુવકે તુ મારી સાથે નહીં આવે તો બધાને ફોટા બતાવી દેવાની ધમકી આપી ભગાડી જઇ દુષ્કર્મ ગુજારતા આ નરાધમ સામે બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ